ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પડોશી દેશ સાથે મળીને દરિયાઈ પર્યાવરણનું નુકશાન અટકાવ્યું

0
380

ભારતીય જળસીમા પર કાર્યરત દેશની સુરક્ષા માટે ઇંડિયન કોસ્ટ ગાર્ડ (ICG) તેના સતત કાર્યશીલ અને સાહસિક સેવાઓ માટે જાણીતું છે.

ICG એ થોડા દિવસો અગાઉ શ્રીલંકાના પૂર્વ કાંઠાથી નજીક ઓઇલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટથી લાગેલી આગને બુઝવવા મદદ કરવા માટેના સંપૂર્ણ પ્રયાસો આપ્યા હતા.

‘MT ન્યૂ ડાયમંડ’ નામનું ઓઇલ-ટેન્કર શ્રીલંકાના દરિયાકાંઠેથી આશરે 36 નોટિકલ માઇલ પર દૂર હતું અને આ જહાજ કુવૈતથી ભારત જઇ રહ્યું હતું, ત્યારે તેમા કોઈ આંતરિક પરિબળોના લીધે વિસ્ફોટ થયો હતો અને એંજિન રૂમમાં આગ લાગી હતી.

બચાવ મિશન ‘સર્ચ એન્ડ રેસ્ક્યૂ’ (SAR) ઓપરેશન, ICG જહાજો અને શ્રીલંકન નૌકાદળ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યુ હતું  અને ભારત દ્વારા બે ઇમરજન્સી ટોઇંગ જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

વહેલી તકે, ICG ફાયર ફાઇટીંગ જહાજોએ ટેન્કરની આગને કાબૂમાં લેતા, સફળતાપૂર્વક મદદ કરીને જહાજ ક્રૂના 23 સભ્યોમાંથી 22ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ICG ના જણાવ્યા અનુસાર, 1 ગુમ થયેલા ક્રૂ સભ્યની શોધખોળ ચાલી રહી છે.

ઘટના વિશે માહિતી આપતા ICG એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે,

“ICG શિપ્સ, SL નેવી અને ટગ્સ દ્વારા સંયુક્ત રીતે SAR અને ફાયર ફાઇટીંગ પ્રયત્નોને પરિણામે 23 માંથી 22 ક્રૂ સુરક્ષિત રીતે બચાવ્યાં. 1 ગુમ થયેલા ક્રૂ (ફિલિપિનો) ની શોધ ચાલુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં દરિયામાં ઓઇલ ઢોળાવાની જાણ નથી. ‘MT ન્યૂ ડાયમંડ’ માટે ભારત સરકાર દ્વારા ઇમરજન્સી ટોવિંગ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે.”

શ્રીલંકાના દરિયાકાંઠે પૂર્વમાં 36 નોટિકલ માઇલના અંતરે MT ન્યૂ ડાયમંડ પર વિસ્ફોટ થયા બાદ, શ્રીલંકન નૌકાદળ દ્વારા સહાયની માંગ કરવામાં આવ્યા બાદ ગઇકાલે વહેલી સવારે ICG ફાયર ફાઇટીંગ જહાજોએ સફળતાપૂર્વક આગને કાબૂમાં લીધી હતી.

ICG એ આગ સામે લડવામાં સહાય માટે વહાણોમાં ‘શૌર્ય’, ‘સારંગ’ અને સમુદ્ર ‘પેહરેદાર’ ને કામે લગાડ્યા હતા કર્યા. આ કામગીરી માટે કોસ્ટગાર્ડના જહાજો ઉપરાંત, ડોર્નીઅર વિમાન પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here