જાણો: એપલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ તદ્દન નવા iPad અને iWatch વિષે

0
334
Photo Courtesy: expressindia.com

એપલ કંપની તેની વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરતાં અવનવા પ્રોડકટ્સ માટે ખૂબ જ જાણીતી છે. શ્રેષ્ઠ કક્ષાની ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી ક્ષેત્રે એપલ આગવું નામ ધરાવે છે અને તે જાળવી રાખવા દર વર્ષે નવા નવા ઉપકરણોની જાહેરાત કરતું રહે છે. ગઈકાલે એપલે કરેલા સપ્ટેમ્બર લાઈવ ઈવેન્ટ ‘ટાઇમ ફ્લાય્સ’ માં અન્ય નવા અને ટેક્નોલોજી સભર પ્રોડક્ટ્સની જાહેરાત કરી છે.

એપલ દ્વારા જાહેરાત કરેલા નવા પ્રોડક્ટ્સમાં નવી એપલ વોચ સિરીઝ અને નવી iPad સિરીઝ લોન્ચ કરવામાં આવી છે.

એપલ વોચ અપડેટ્સ

(1) ‘એપલ વોચ સિરીઝ 6’ વિષે ટૂંકમાં

  • પ્રોસેસર ચીપસેટ: એપલ S6 SiP (S5 ચીપસેટ કરતાં બે ધણી વધારે ફાસ્ટ)
  • કનેક્ટિવિટી: W3 વાયરલેસ ચિપ ફોર એપલ ડિવાઇસિસ, UWB ટેક્નોલોજી અને U1 ચિપ ફોર શોર્ટ રેન્જ કનેક્ટિવિટી
  • સ્ક્રીન: ઓલ્વેઝ ઓન રેટિના ડિસ્પ્લે, 40mm વેરીએન્ટ સાથે 324×394 પીક્સલ્સ અને 44mm વેરીએન્ટ સાથે 368×448 પીક્સલ્સ
  • બેટરી: 18 કલાક સુધી ચાલી શકે
  • ન્યુ ફીચર્સ: શરીરમાં રહેલા ઓક્સિજન લેવલની જાણકારી આપતું સેન્સર
  • કલર વેરીએન્ટ: બ્લૂ, ગોલ્ડ, સિલ્વર, સ્પેસ ગ્રે, સ્ટીલ ગ્રેફાઇટ, રેડ, નેચરલ ટાઈટેનિયમ, સ્પેસ બ્લેક
  • કિંમત (ભારતમાં) : એપલ વોચ સિરીઝ 6 – રૂ. 40,900 થી શરૂઆત

એપલ વોચ સિરીઝ 6(GPS+સેલ્યુલર) – રૂ. 49,900 થી શરૂઆત

(2) ‘એપલ વોચ સિરીઝ 6 SE’ વિષે ટૂંકમાં

  • પ્રોસેસર ચીપસેટ: એપલ S5 SiP
  • કનેક્ટિવિટી: W3 વાયરલેસ ચિપ ફોર એપલ ડિવાઇસિસ
  • સ્ક્રીન: ઓલ્વેઝ ઓન રેટિના ડિસ્પ્લે, 40mm વેરીએન્ટ સાથે 324×394 પીક્સલ્સ અને 44mm વેરીએન્ટ સાથે 368×448 પીક્સલ્સ
  • બેટરી: 18 કલાક સુધી ચાલી શકે
  • ફીચર્સ: નો ECG, નો ઓક્સિજન લેવલ સેન્સર
  • કલર વેરીએન્ટ: ગોલ્ડ, સિલ્વર, સ્પેસ ગ્રે
  • કિંમત (ભારતમાં) : એપલ વોચ સિરીઝ SE – રૂ. 29,900 થી શરૂઆત

એપલ વોચ સિરીઝ SE(GPS+સેલ્યુલર) – રૂ. 33,900 થી શરૂઆત

એપલ iPad અપડેટ્સ

(1) ‘iPad 8’ વિષે ટૂંકમાં

  • પ્રોસેસર: એપલ iPadOS 14
  • ચીપસેટ: A12 બાયોનિક ચિપ
  • સ્ક્રીન: 10.2 ઇંચ રેટિના ડિસ્પ્લે
  • બેટરી લાઇફ: 10 કલાક સુધી
  • કેમેરા: 8 મેગાપીક્સલ બેક કેમેરા, ફેસટાઇમ HD કેમેરા
  • મેમરી વેરીએન્ટ: 32 GB અને 128 GB
  • કલર વેરીએન્ટ: ગોલ્ડ, સિલ્વર, સ્પેસ ગ્રે
  • કિંમત (ભારતમાં) : WiFi મોડેલ – રૂ. 29,900 થી શરૂઆત

WiFi+સેલ્યુલર મોડેલ – રૂ. 41,900 થી શરૂઆત

(2) ‘iPad એર 4’ વિષે ટૂંકમાં

  • પ્રોસેસર અને ચીપસેટ: તદ્દન નવી A14 બાયોનિક ચીપસેટ
  • સ્ક્રીન: 10.9 ઇંચ એડ્જ ટુ એડ્જ રેટિના ડિસ્પ્લે
  • બેટરી લાઇફ: WiFi પર 10 કલાક સુધી અને સેલ્યુલર પર 9 કલાક સુધી
  • કેમેરા: 12 મેગાપીક્સલ બેક કેમેરા, 7 મેગાપીક્સલ ફેસટાઇમ HD કેમેરા
  • મેમરી વેરીએન્ટ: 64 GB અને 264 GB
  • કલર વેરીએન્ટ: રોઝ ગોલ્ડ, સિલ્વર, સ્પેસ ગ્રે, ગ્રીન, સ્કાઇ બ્લૂ
  • કિંમત (ભારતમાં) : WiFi મોડેલ – રૂ. 54,900 થી શરૂઆત

WiFi+સેલ્યુલર મોડેલ – રૂ. 66,900 થી શરૂઆત

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here