મલ્ટીકેપ ફંડ અંગે સેબીના નવા નિયમમાં ખાસ જાણવા જેવું શું છે?

0
357
Photo Courtesy: businesstoday.in

SEBIએ હાલમાં જ મ્યુચ્યુઅલફંડો જે મલ્ટીકેપ ફંડ ચલાવે છે એમના માટે નિયમ કર્યો છે કે એમણે એમના ફંડના ઓછામાંઓછા 75% ઇક્વિટી ફંડમાં રોકાણ કરવું અને ઓછામાંઓછા 25% લાર્જકેપ, મીડકેપ અને સ્મોલકેપ દરેકમાં રોકાણ કરવું.

આજે તમામ મ્યુચ્યુઅલફંડોના મળીને મલ્ટીકેપ કેટેગરીમાં આશરે રૂ 142000 કરોડ રોકાયેલા છે જેમાંથી મીડકેપમાં રૂ. 22500 કરોડ (15.8%) અને સ્મોલકેપમાં 7600 કરોડ રૂ (5.35%) રોકાયેલા છે.

આનો અર્થ એ થયો કે આ નિયમ લાગુ પડવાથી મલ્ટીકેપ ફંડો આવનારા દિવસોમાં આશરે રૂ 13000 કરોડના મિડકેપમાં રોકાણ કરશે અને રૂ. 28000 કરોડ સ્મોલકેપમાં રોકશે.

હવે આની અસર જોઈએ…

સૌ પ્રથમ તો મિડકેપ અને સ્મોલકેપ કંપનીના શેરોની માંગ વધશે એથી એમના ભાવોમાં તેજી આવશે અને સારી સારી કંપનીઓમાં તો જલ્દીથી વધશે એથી મિડકેપ અને સ્મોલકેપમાં રોકાણની તકો છે.

હવે આ મ્યુચ્યુઅલફંડો આડેધડ મિડકેપ કે સ્મોલકેપમાં ખરીદીઓ નહિ કરે. SEBIએ એમને થોડો સમય આપ્યો છે એથી કંપનીના ફન્ડામેન્ટલસ જોઇને ખરીદી કરશે આમાં બે બાબતો જોવાશે એક તો લાંબાગાળે કઈ કંપનીઓ સારી છે એ, એમાં મોટું રોકાણ થશે અને બીજું ટૂંકાગાળા માટે કઈ કંપનીઓના ભાવ વધી શકે એમાં ટ્રેડીંગ માટે રોકાણ કરશે.

આથી તમે જો આવી કંપનીઓ એટલેકે મિડકેપ અને સ્મોલકેપમાં રોકાણ કરવાના હોવ તો મ્યુચ્યુઅલફંડોને અનુસરીને રોકાણ કરશો તો થાપ ખાઈ જવાની શક્યતા છે અને તમારું જોખમ વધશે. કારણકે મિડકેપ મલ્ટીકેપ કરતાં થોડું વધારે જોખમી અને સ્મોલકેપ મિડકેપ કરતાં વધારે જોખમી આમ તમારું જોખમ વધશે.

જેઓ મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરે છે એમના માટે હવે લાર્જકેપ સૌથી ઓછું જોખમી એનાથી વધારે જોખમી મલ્ટીકેપ રહેશે. કારણકે લાર્જકેપમાં માર્કેટ કેપિટલાઈઝેશન મુજબ દેશની પ્રથમ 100 કંપનીઓ આવે ત્યાર બાદ 101 થી 250 સુધી મીડકેપમાં આવે અને 250 થી આગળ તમામ સ્મોલકેપમાં આવે આમ દેશની ટોચની કંપનીઓ સૌથી ઓછી જોખમી હોય છે.

આજે માર્ચ 2020 પછીની મંદી બાદ બજાર ખાસ્સું ઉપર ગયું છે એમાં પણ સ્મોલકેપમાં તેજીનો દર સૌથી વધુ છે કારણકે આ માર્ચ 2020 પછી બજારમાં 20 લાખથી વધારે ડીમેટ ખાતાં ખુલ્યા છે એનો અર્થ નાના રોકાણકારો ખુબ વધી ગયા છે અને એમણે નીચાભાવના સ્મોલકેપમાં વધુ રોકાણ કર્યું છે એથી તમે જો આડેધડ મીડકેપમાં કે સ્મોલકેપમાં રોકાણ કરો તો શક્ય છે કે તમે કમાવાના બદલે ગુમાવવાનું થાય એથી સાવચેતીથી જાતે રીસર્ચ કરી અથવા નાણાંકીય સલાહકારની મદદ લઇ રોકાણ કરવું એમાં જ તમારી ભલાઈ છે.

આ નિયમની બીજી સારી અસર એ થશે કે આજે જે મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓ છે એમને સારું વેલ્યુએશન મળશે એથી રીસર્ચ કરનારા નવી નવી કંપનીઓ પણ રોકાણ કરશે કે જેમાં એમનું આજ સુધી ધ્યાન નથી ગયું એથી બજારમાં રોકાણ ઘણી કંપનીઓમાં સ્પ્રેડ થશે અને એથી બજાર તંદુરસ્ત થશે અને શકય છે ઘણી નવી કંપનીઓ પબ્લિક ઇસ્યુ લાવે જે મિડકેપ અથવા સ્મોલકેપ હોઈ શકે તો આ રોકાણકારો માટે નવી તકો ઉભી કરશે.

હવે જોઈએ કે તો શું લાર્જકેપ કંપનીના ભાવ દબાશે કે કારણકે આ નિયમથી મ્યુચ્યુઅલફંડોએ એમનું લાર્જકેપ હોલ્ડીંગ ઘટાડવું પડશે તો એથી તેઓ વેચાણ કરશે તો જવાબ છે હા અને ના હા એટલે એકદમ ટૂંકાગાળા માટે જયારે એકસામટું વેચાણ આવે ત્યારે પરંતુ લાંબાગાળા માટે એના પર કોઈ અસર નહિ થાય કારણકે આજે પણ સારી સારી લાર્જકેપ કંપનીઓ ડિસ્કાઉન્ટ ભાવે મળી રહી છે વળી મ્યુચ્યુઅલફંડો એજ કંપનીના શેર વેચશે જેમાં એમને ખુબ નફો હોય અને ભાવ ઓવર વેલ્યુ હોય આમ હવે આજે બજારમાં રોકાણની ઉત્તમ તકો છે.

હવે જેઓ મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરે છે એમના માટે પણ મિડકેપ ફંડ અને સ્મોલકેપફંડમાં રોકાણ કરવાની ઉતમ તક છે કારણકે હવે મ્યુચ્યુઅલફંડો અહી વધુ ધ્યાન કેન્દ્રિત કરશે વધુ કંપનીઓ શોધશે તો એમના માટે કયા મ્યુચ્યુઅલફંડ સારા છે એ જોઈંએ.

એમના માટે મિડકેપ ફંડમાં AXIS મિડકેપ ફંડ, DSP મિડકેપ ફંડ, HDFC મિડકેપ ઓપર્ચ્યુંનીટી ફંડ અને L&T મિડકેપ ફંડ સારા છે

જયારે સ્મોલકેપમાં DSP સ્મોલકેપ ફંડ, નિપોન ઇન્ડિયા સ્મોલકેપ ફંડ અને SBI સ્મોલકેપ ફંડ સારા છે આ તમામ રોકાણ માટે સારા છે.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here