કોરોના કરતાં પણ મોટા ખતરા સામે લડવા દુનિયાએ તૈયાર રહેવું પડશે: WHO

0
524

વર્ષ 2020ની શુરૂઆતથી વૈશ્વિક જીવલેણ એવી કોરોના બીમારીની મહામારીથી બધે જ હાહાકાર મચી ગયો છે. સમગ્ર જગમાં માનવ રહેણી-કરણી અને અન્ય જીવન વ્યવહારો હકીકતમાં ઠપ થઈ ગયા છે. આ અસ્ત-વ્યસ્ત થયેલા સમયની ભરપાઈ કરવા માનવગણ હજુ તો બેઠો પણ નથી થયો અને એવામાં દુનિયામાં સ્વાસ્થ્ય સંભાળ રાખતી સર્વોચ્ચ સંસ્થા WHO દ્વારા ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી છે.

પૃથ્વી પર ઇતિહાસ સાક્ષી છે કે, દર 2 દાયકાના સમયમાં કઈક એવું અજુગતું બનતું હોય છે જે ગંભીર રીતે આખા વિશ્વને અસર કરી જતું હોય છે.

કુદરતી ફેરફારો અને આફતો, આતંકવાદ, બળવાખોર સત્તાધારીઓની તાનાશાહી, માનવતા વિરોધી તથા ધર્મ કે સમાજના નામે થતાં અમાનવીય કૃત્યો, વગેરે જેવા અસંખ્ય પરિબળો આવી અસામાન્ય અને નુકસાનકારક ઘટનાઓ પાછળ જવાબદાર હોય છે.

એ ઘટના પછી કુદરતી હોય કે માનવનિર્મિત, પરંતુ સમગ્ર જીવગણને એક યા બીજી રીતે અસર કરતી હોય છે.

વર્ષ 2001માં અમેરિકા ખાતે આવેલ આખા વિશ્વના વેપાર કારોબારનુ મુખ્ય મથક એવા વર્લ્ડ ટ્રેડ સેંટર (WTC) પર થયેલા આતંકવાદી હુમલાના લીધે સ્થાનિક જીવગણને જાન-માલની તેમજ આખા વિશ્વને આર્થિક દ્રષ્ટિએ ઘણી ગંભીર અસરો થઈ હતી.

ત્યારબાદ, વર્તમાન વર્ષ 2020ની શુરૂઆતમાં જ ચીન ખાતે આવેલા વુહાન શહેરથી ફેલાયેલા કોરોના કે COVID-19 નામના અતિ જીવલેણ વાઇરસના ભરડામાં ફક્ત ચીનના શહેરો જ નહીં, પરંતુ એક પછી એક એમ વિશ્વના તમામ દેશો આવ્યા હતા.

આ વાઇરસના લીધે થતી તે જ નામની બીમારી એ લોકોના અમુક દિવસોની ગણતરીમાં જીવ લીધા છે.

આજની તારીખ સુધીમાં આખા વિશ્વમાં કોરોનાને લીધે મૃત્યું પામેલા લોકોની સંખ્યા સરેરાશ 9 લાખ થઈ છે અને હજુ આ આંકડો વધી જ રહ્યો છે.

વાઇરસના સંક્રમનમાં આવેલા લોકોની સંખ્યા વૈશ્વિક સ્તરે 2.7 કરોડ થઈ છે, જે પણ સતત વધી રહી છે.

એક-એક સેકંડ સાથે ભાગતા અને જીવન નિર્વાહ માટે સતત ગતિશીલ બનેલા મનુષ્ય જીવન પર આ મહામારીની ખૂબ જ ગંભીર અસર પહોંચી હતી.

વૈશ્વિક સ્તરના ધંધાઓ, સામાજિક અને ધાર્મિક કર્યો, અને અન્ય જીવન વ્યવહારો સહિત બધુ જ સળંગ 3 થી 4 મહિનાઓ માટે સંપૂર્ણરીતે ઠપ થઈ ગયા હતા.

બધી જ મહાસત્તાઓ આ બીમારી સામે એકજુટ થઈને લડી રહી હતી.

અને રશિયાએ ગયા મહિને આ જટિલ બંધારણ ધરાવતા COVID-19 વાઇરસ સામે રક્ષણ આપતી રસી શોધ્યા હોવાનું જાહેરાત કરતાં સમગ્ર વિશ્વના લોકોને સહેજ હાશકારો થયો હતો.

પરંતુ કોરોના બીમારી સામે પરિસ્થિતિ એવી બની છે કે કોરોના સાથે જ માનવ ગણ ધીમે ધીમે ફરીથી પહેલાંની જેમ પોતાનું સામાન્ય જીવન જીવવા પ્રયત્ન કરવાના શૂરું કરી દીધા છે.

હજુ તો લોકો જાણે એક મુસીબતમાંથી બહાર આવે અને સ્વાસ લે એ પહેલા તો, ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ના વડા ટેડ્રોસ અધાનામ ઘેબ્રેયસિયસે ગત 7 સપ્ટેમ્બરે વધુ એક ચેતવણી આપી છે.

ટેડ્રોસે જીનીવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,

આ વૈશ્વિક રોગચાળો મહામારી આખરી રહેશે નહીં. ઇતિહાસ આપણને શીખવે છે કે, રોગચાળો અને આવી મહામારી જીવનની એક હકીકત છે. પરંતુ જ્યારે આગામી રોગચાળો મહામારી આવે છે, ત્યારે વિશ્વ તૈયાર હોવું જોઈએ. આ સમયે જેટલું છે તેના કરતા વધુ તૈયાર હોવું જોઈએ. 

તેમણે જણાવ્યું હતું કે, આગામી રોગચાળાને વધુ સારી રીતે નિવારવા માટે દેશોએ જાહેર આરોગ્યમાં વધુ રોકાણ કરવું જોઇએ.

તે દરમિયાન, WHOના વરિષ્ઠ સલાહકારે કહ્યું છે કે, WHO એ ભારત સાથે “COVAX” વૈશ્વિક રસી ફાળવણી યોજનામાં જોડાવા અંગે વાતચીત કરી રહી છે.

એલ્વાર્ડે ઉમેર્યું હતું કે, WHO ભારતની ભાગીદારીને આવકારશે. કારણ કે, ભારત દેશમાં રસીઓનો વ્યાપક અનુભવ રહ્યો છે.

WHO સલાહકારે તેમજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન દ્વારા જણાવામાં આવ્યું હતું કે, કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી ભારતની પહેલી રસી 2020 અંત સુધીમાં બજારમાં આવી શકે છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here