હૈદરાબાદ મેટ્રો અને ઉબર એપનું અનોખું મિલન! ફાયદો તમારો…

0
224

મુંબઈ, હૈદરાબાદ અને દિલ્લી જેવા શહેરોમાં મેટ્રો રેલ ખૂબ જ ફાયદાકારક અને સફળ પરિવહન તરીકે પુરવાર થઈ છે. તેવામા હૈદરાબાદ મેટ્રો રેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાતથી લોકો વધુ સરળતાથી મેટ્રો રેલનો ઉપયોગ કરી શકશે.

ઉબર એ લોકો માટે ટ્રાન્સપોર્ટેશન અંગે વાહન પૂરું પાડવામાં મદદ કરતું અને દેશના લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલું અત્યંત સરળ માધ્યમ છે, જે USA ના સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપની છે.

ઓક્ટોબર, 2019માં દિલ્લી મેટ્રો રેલ સાથે જોડાણ કર્યા બાદ ઉબર દ્વારા તેમના પેસેન્જરોને ખૂબ જ સચોટ અને યોગ્ય સમયપત્રક સાથેની માહિતી એપ્લિકેશન વડે પૂરી પાડવામાં આવી અને તે ખૂબ જ સફળ પદ્ધતિ નીવડી છે.

આ સફળતાને જોતાં, ઉબર હવે તેના કદમ વધારે આગળ વધારતા હૈદરાબાદ ખાતે મેટ્રો રેલમાં પણ જોડાણ કરવા અંગેની જાહેરાત કરી ચૂક્યું છે.

ઉબર પરિવહન કરવા લોકો માટે તેની અનોખી સેવાઓ માટે જાણીતું છે. તે જોતાં, ટેક્નોલોજી યુગમાં ઉબર જેવી એપ્લિકેશન લોકોના મોબાઈલમાં હોય એ એક જરૂરી થઈ ગયું છે.

અત્યારસુધી બસ, કાર, રિક્ષા, 2-વ્હીલર જેવી સેવાઓ આપતું જ હતું, હવે મેટ્રો જેવી સેવાઓની જાણકારી પણ ઉબર આપશે.

ટ્રાન્સપોર્ટેશન જાયન્ટ ઉબેર દ્વારા ‘હૈદરાબાદ રેલ મેટ્રો લિમિટેડ’ (HRML) અને L&T મેટ્રો સાથેના જોડાણની જાહેરાત કરી છે, એમ મેટ્રો રેલ ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ ભાગીદારીનો હેતુ, ઉબેર એપ્લિકેશનમાં જ મુસાફરોને તેમની પસંદીદા મેટ્રો ટ્રેનની સંપૂર્ણ પરિવહન દિશાઓ સાથે વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવાનું છે.

ઉબર એપ્લિકેશનમાં મેટ્રોના શુરૂઆતના સ્ટેશનથી લઈને અંતિમ સ્ટેશન સુધીની સમયસર માહિતી હશે.

મુસાફરો માટે આ પદ્ધતિ તેમને સફરની પૂર્વ યોજના કરવા માટે ખૂબ જ લાભદાયક છે. તેમજ આ જાણકારી સાથે મુસાફરો તેમને યોગ્ય એવા જરૂરી ફેરફારો પણ કરી શકે છે, જેથી તેમની સફર મેટ્રો સાથે વધુ આરામદાયક બને.

મેગા શહેરોમાં મેટ્રો જેવી સેવાઓ ખૂબ જ જરૂરી છે અને ઉબર જેવા માધ્યમ દ્વારા તે વિષે માહિતી લોકો સુધી પૂરી પાડવી એ જઅને સોનામાં સુગંધ ભળે એમ છે.

‘L&T મેટ્રો રેલ (હૈદરાબાદ) લિમિટેડ’ના MD અને CEO શ્રી KBV રેડ્ડી એ આ જાહેરાત કરીને લોકોના હિતમાં મેટ્રોને વધુ સરળ બનાવી છે.

ખૂબ જ સ્વાભાવિક વાત છે કે, અમદાવાદ ખાતે મેટ્રો રેલ શૂરું થયા બાદ ઉબર જેવી સેવાઓ અમદાવાદવાસીઓને પણ મળશે, જે અત્યંત સહયોગીક રીતે ઉપયોગી નીવડશે.

ઉબરનું વિવિધ મેટ્રો રેલ સાથેનું જોડાણ એ પ્રવાસીઓને માટે સુવિધાનું એક અનોખું સોપાન શરુ કરશે એવું લાગી રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here