ચીનને જવાબ આપવા LAC પર ભારતીય સેના અને એરફોર્સની તૈયારીઓ!

0
331

કોરોના જેવી જીવલેણ મહામારી કાળમાં લોકો સાવ નજીવી બાબતોની લડતમાં અંદરો-અંદર વેરભાવ ઊભો કરીને દેશના લોકોની મનોબળ વૃત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, જ્યારે બીજી તરફ ભારતીય સેના એકજુટ બનીને દેશને બચાવી રહી છે.

છેલ્લા 3 મહિનાથી ભારત-ચીન સીમા લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ એટલેકે LAC પર બંને દેશો વચ્ચે સતત ઘર્ષણ થતું રહયું છે.

ભારત અને ચીની સૈન્ય વચ્ચે ઓછામાં ઓછી પાંચ કોર્પ્સ કમાન્ડર બેઠકો 6, 22 અને 30 જૂન, 14 જુલાઈ તથા 2 ઓગસ્ટે થઈ ગઈ છે.

6 જૂને થયેલી પહેલી મીટિંગમાં બંને પક્ષો ઊભી થયેલી આફત વિખેરી નાખવા માટે સર્વસંમતિ પર પહોંચ્યા હતા, પરંતુ તરતજ ચીનીઓએ તેનું ઉલ્લંઘન કર્યું હતું.

જેના કારણે ગાલવાન ખાતે 15 જૂને લોહિયાળ સ્થિતિ ઉભી થઈ હતી. ભારતે 20 સૈનિકો ગુમાવ્યા હતા, જ્યારે ચીનને પણ ખાસીએવી જાનહાનિનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ સરકાર તરફથી ચીનનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી, જેને લોકોએ સંપૂર્ણ સહમતી આપીને, દેશના સૈનિકોનાં સમર્પણ પ્રત્યે લાગણી અને દેશભક્તિ દર્શાવી હતી.

પરંતુ ચીને તેના દુષ્કર્મો કરવાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે અને LAC નજીક મકાનો બાંધવા તેમજ ચીની સેના અને યુદ્ધ ઉપકરણોનો ખડકલો કરવાનું તેણે ચાલુ રાખ્યું છે.

આ સામે સક્ષમ વળતો પ્રહાર આપવા સંપૂર્ણ તૈયારીઓ પણ ભારતીય સેનાએ કરી છે.

પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે ઉમટી પડતા તણાવ વચ્ચે, ભારતીય સેનાએ આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે મહત્વના છ શિખરો પર નિયંત્રણ મેળવવામાં સફળતા મેળવી છે.

લદ્દાખના પૂર્વી ક્ષેત્રમાં આ છ શિખરોના કબજા સાથે, ભારતીય સૈન્ય હવે ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મીની (PLA) હિલચાલ પર નજર રાખવા માટે સારી સ્થિતિમાં છે.

જાણવા મળ્યું છે કે, ભારતીય વાયુસેના ચીનના લડાકુ વિમાનોની ગતિવિધિ ઉપર નજર રાખવા માટે LAC નજીક રાફેલ લડાકુ વિમાનો પણ ઉડાવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 સપ્ટેમ્બરના રોજ અંબાલા એર બેઝ પર ઔપચારિક રીતે તૈનાત કરાયેલા પાંચ રફાલ ફાઇટર એરક્રાફ્ટને તાજેતરમાં લદ્દાખમાં ચલાવવામાં આવ્યા હતા.

PLA ની આક્રમક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, IAF પણ તેની લડાઇ કુશળતાને વધારવા માટે વિચારી રહ્યું છે.

LAC નજીક ચીની સૈનિકો દ્વારા ફાયરિંગની તાજેતરની ઘટનાઓને પગલે IAF ઉચ્ચસ્તરીય ચેતવણી પર છે.

આજે સોમવારે (21 સેપ્ટેમ્બર, 2020) LAC ના ચીન તરફના મોડલો ખાતે ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડરની બેઠક યોજાનાર છે, જેમાં સરહદી તણાવને દૂર કરવાના વિષયો પર ચર્ચા થઇ હતી.

આ વખતે બેઠકમાં ભારતીય બાજુના રાજદ્વારી ઉપસ્થિત રહ્યા હતા.

વિદેશ મંત્રાલયના પૂર્વ એશિયાના સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવે પણ આવતીકાલે કોર્પ્સ કમાન્ડરની બેઠકમાં ભાગ લીધો હતો.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here