જાણો: એમેઝોન સ્માર્ટ પ્લગ વિષે, જે હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે.

0
415
Photo Courtesy: thedailybeast.com

એમેઝોન ટેક્નોલોજી ક્ષેત્રે આખા વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. તેની સેવાઓ વિશ્વભરમાં ઝડપી અને ઉપયોગી ઓનલાઇન ઇ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રીમિંગ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ માટે ખૂબ જ જાણીતી  છે.

એમેઝોન સ્માર્ટ પ્લગ વિષે ટૂંકમાં

  • તમારી નિયમિત ઘરેલુ ઇલેક્ટ્રોનિક વસ્તુઓને વધુ સ્માર્ટ બનાવતુ એમેઝોન સ્માર્ટ પ્લગ હવે ભારતમાં ઉપલબ્ધ છે, જે રોજિંદા ઉપકરણો અને ચીજોને વધુ સ્માર્ટ બનાવશે.
  • આ પ્લગ એ એક બફર છે, જે પાવર સોકેટ અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ વચ્ચે મૂકવામાં આવે છે.
  • એમેઝોનનું સ્માર્ટ પ્લગ વપરાશકર્તાઓને ઉપકરણોને સંચાલિત કરવા માટે એલેક્સા એપ્લિકેશન અથવા એલેક્સા-સક્ષમ સ્માર્ટ સ્પીકર સાથે ઉપયોગ કરવાની મંજૂરી આપશે.
  • ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોને કહ્યું છે કે, તેનું સ્માર્ટ પ્લગ સેટ કરવું સરળ છે અને તેમાં 6A પાવર રેટિંગ સાથે 3-પિન સોકેટ છે.

એમેઝોન સ્માર્ટ પ્લગ શા માટે?

  • એમેઝોનના સ્માર્ટ પ્લગની સહાયથી, લેમ્પ્સથી લઈને ઇલેક્ટ્રિક કિટલ્સ સુધીના કોઈપણ ઉપકરણો, ટેલિવિઝન જેવા ઉપકરણો પણ વોઇસ-કન્ટ્રોલ થઈ શકે છે.
  • ફાયર ટીવી દ્વારા, કોઈપણ એલેક્ઝા ડિવાઇસ દ્વારા અથવા હાલના ઇકો ડિવાઇસનો ઉપયોગ કરીને આ સ્માર્ટ પ્લગની મદદથી કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સ્માર્ટ બનાવી શકાય છે.
  • ઉદાહરણ રૂપે, જો લેમ્પ્સ આ પ્લગમાં સેટ કરવામાં આવે તો પ્રકાશ ચાલુ કરવા કે બંધ કરવા જેવા કામ બોલીને થઈ શકે છે.
  • ઈલેક્ટ્રોનિક કીટલી પ્લગમાં સેટ કરીને સમય બચાવતા વપરાશકર્તા પથારીમાંથી ઊભા થાય પછી રસોડામાં પહોંચે ત્યાં સુધી પાણી પહેલેથી જ ઉકાળેલું મળે છે.
  • મોબાઈલ ચાર્જિંગ જેવા કામ પણ શબ્દોના ઇશારે આ સ્માર્ટ પ્લગ કરી શકે છે.

એમેઝોન સ્માર્ટ પ્લગ સાથે શું ઓફર્સ મળે છે?

  • પ્લગમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટ અને આઉટપુટ રેટિંગ 220-240 V, 50/60 હર્ટ્ઝ અને મહત્તમ 6A છે.
  • તે ફક્ત 2.4 ગીગાહર્ટ્ઝ વાઇફાઇથી કનેક્ટ થઈ શકે છે અને તે એડ-હોક અથવા પીઅર-ટુ-પીઅર નેટવર્ક્સ સાથેના કનેક્શનને સપોર્ટ કરતું નથી.
  • તેનો ઉપયોગ ફક્ત એલેક્ઝા સાથે જ થઈ શકે છે. તે અન્ય કોઈપણ વોઇસ સહાયક એપ્લિકેશન સાથે કામ કરતું નથી.
  • પ્લગમાં એક વર્ષની મર્યાદિત વોરંટી છે.
  • તે ફાયર OS, iOS અને એન્ડ્રોઇડ આધારિત ઉપકરણો સાથે એલેક્ઝા એપ્લિકેશન દ્વારા સુસંગત રીતે કાર્યરત છે.
  • પ્લગ કોઈપણ વિદ્યુત ઉપકરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેનો ઉપયોગ કરવા માટે સોકેટમાં પ્લગ ઇન કરવાની જરૂર હોય છે.

એમેઝોન સ્માર્ટ પ્લગ કેવી રીતે સેટ કરવું?

એમેઝોનની વેબસાઇટ અનુસાર, સ્માર્ટ પ્લગ ત્રણ સરળ પગલામાં સેટ કરી શકાય છે.

  • સ્માર્ટ પ્લગને સોકેટમાં નાખો અને તમારા કોઈપણ સ્માર્ટ ડિવાઇસ પર એલેક્સા એપ્લિકેશન ખોલો.
  • જો એલેક્સા એપ્લિકેશન કહે છે કે, નવું પ્લગ મળી ગયું છે, તો આગલા સ્ટેપ પર જાઓ.
  • નહિતર, એપ્લિકેશનના નીચલા જમણા ખૂણા પરના ઉપકરણોનાં ચિહ્ન પર ટેપ કરો. અને શરૂઆત કરવા માટે ‘+’ આયકન પર ક્લિક કરો.
  • એલેક્સાનો ઉપયોગ કરીને પ્લગનો ઉપયોગ કરવા માટે “એલેક્ઝા, પ્રથમ પ્લગ ચાલુ કરો” એમ કહેવું.
  • આ ત્રણ પગલાઓ સાથે, તમે તમારા ઘરના બધા ઉપકરણોને વધુ સ્માર્ટ બનાવવા માટે તૈયાર છો.

એમેઝોન સ્માર્ટ પ્લગની કિંમત કેટલી છે?

  • ભારતમાં એમેઝોન સ્માર્ટ પ્લગની કિંમત 1,999 રૂપિયા હશે.
  • પ્લગ એમેઝોન પર ફક્ત સફેદ રંગમાં ઉપલબ્ધ છે.
  • 4,498 રૂપિયામાં પ્લગને ઇકો ડોટ સાથે જોડી શકાય છે, જ્યારે તે 5,498 રૂપિયાના ખર્ચે ઘડિયાળ સાથેના ઇકો ડોટ સાથે પણ આવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here