હવે એકથી વધુ ડિવાઈસ પર વોટ્સએપનો ઉપયોગ શક્ય બનશે!

0
297

વ્હોટ્સએપ છેલ્લા ઘણા સમયથી તેના ફીચર્સમાં સુધારા વધારા કરવા અને તેને હજુ વધારે યુઝર્સ ફ્રેન્ડલી બનાવવા કામ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે, તેણે કરેલી બીટા વર્ઝનની જાહેરાત સાથે ખૂબ જ ઉપયોગી અપડેટના સમાચાર આવ્યા છે.

વ્હોટ્સએપ એ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ પર કામ કરી રહ્યું છે. આ સુવિધા મલ્ટીપલ ડિવાઇસીસ પર એક વ્હોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

એવું જાણવામાં લાગે છે કે, આપણે ટૂંક સમયમાં જ આ સુવિધાનો અનુભવ કરીશું. કારણ કે, વ્હોટ્સએપ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટની ચકાસણીના અંતિમ તબક્કામાં હોવાનું માનવામાં આવે છે.

વ્હોટ્સએપના ઓફિસિયલ અકાઉંટ WABetaInfo દ્વારા શેર કરેલા સ્ક્રીનશોટ્સ પરથી વ્હોટ્સએપના મલ્ટિડિવાઇસ સપોર્ટના ભાગોની ઝલક મેળવી લેવામાં આવી છે.

અહેવાલ છે કે, વ્હોટ્સએપ તેના બીટા વર્ઝન પરીક્ષકો માટે આ સુવિધાને સક્ષમ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે.

વપરાશકર્તાઓ કે જેઓ વ્હોટ્સએપના સાર્વજનિક બીટા પ્રોગ્રામ પર રજિસ્ટર થયેલા છે તેઓ ટૂંક સમયમાં જ તેનું પરીક્ષણ કરી શકશે.

WABetaInfo એ આ સુવિધા વિશે કેટલીક વધુ વિગતો પણ શેર કરી હતી.

આ નવા અપડેટ દ્વારા વપરાશકર્તાઓને એક જ સમયે ચાર જુદા જુદા ઉપકરણો પર એક જ વ્હોટ્સએપ અકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

તેના માટે તમારા મુખ્ય ડિવાઇસને સક્રિય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોતી નથી, જેવું તે હાલમાં વ્હોટ્સએપ વેબ સાથે કરે છે.

તેથી જો તમારો પ્રાથમિક ફોન બંધ છે તો પણ તમે વેબ અથવા અન્ય ઉપકરણો પર તમારા વ્હોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો.

આ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સુવિધા માટે વ્હોટ્સએપ તેના ડેસ્કટોપ એપ્લિકેશન માટે એક નવું UI પણ બનાવશે.

એપ્લિકેશન પર, આ સુવિધા ‘લિંક્ડ ડિવાઇસેસ’ હેઠળ ઉપલબ્ધ થશે. અહીં, તમે તમારા બધા જ એક્ટિવ વ્હોટ્સએપ એકાઉન્ટને નવા ડિવાઇસ સાથે લિંક કરી શકો છો અને તમને લિંક કરેલા ઉપકરણોની સૂચિ પણ દેખાશે. તે એપ્લિકેશન મહદઅંશે વ્હોટ્સએપ વેબ-ડેસ્કટોપ ઇંટરફેસ જેવું જ છે.

ત્યાં એક ‘મલ્ટિ-ડિવાઇસ બીટા’ વિકલ્પ પણ છે કે, જેને તમે અજમાવવા માટે ઓન કે ઓફ કરી શકો છો.

તે પણ ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સએપની બધી જ સુવિધાઓ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ પર ઉપલબ્ધ રહેશે નહીં.

WABetaInfo દ્વારા નોંધવામાં આવ્યું છે કે; ચેટ હિસ્ટરી સિંકીન્ગ, સ્ટારિંગ/ડેલીવરીન્ગ મેસેજીસ, મ્યુટ ચેટ કરવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

વોટ્સએપ હાલમાં તેની સુવિધાને તેની એન્ડ્રોઇડ એપ્લિકેશન પર ચકાસી રહ્યું છે.

iOS પર હજી સુધી નવા અપડેટની ચકાસણી મામલે તેની કોઈ પુષ્ટિ નથી, પરંતુ તે પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here