કોરોનાને વિશ્વભરમાં ફેલાવવા ચીન સાથે WHO પણ સામેલ હતું?

0
318

વૈશ્વિક હાહાકાર મચાવીને જન-જીવનને ઠપ કરનાર એવી કોરોના બીમારી મહામારી ફેલાવનાર સરમુખત્યારશાહી રાષ્ટ્ર ચીન આજે સમગ્ર વિશ્વ સામે એક દુશ્મન સમાન બની રહ્યું છે. કોરોના વાયરસ ફેલાયા બાદ ચીની લોકોએ જ ઘણા ઘટસ્ફોટ કર્યા છે કે, આ વાયરસ માનવનિર્મિત છે અને ચોક્કસ કારણોસર ફેલાવવામાં આવ્યો છે, જેની પાછળ WHO જેવી સંસ્થાઓ પણ જવાબદાર હોઈ શકે છે.

ગયા અઠવાડિયે મેડિકલ ફીલ્ડમાં રિસર્ચ કરતાં ચીનના વાઇરોલોજીસ્ટ, લી મેંગ યાને અચંબો કરાવતો મોટો ઘટસ્ફોટ કર્યો હતો, જેના લીધે આજે તેઓને ચીન છોડવાની ફરજ પડી છે.

આંતરરાષ્ટ્રીય સમાચાર આપતી ભારતની આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલ WION પર તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં યેને દાવો કર્યો છે કે, કોરોના વાયરસના ફેલાવા અંગે ચીની સરકાર પહેલેથી જાણતી હતી અને આ ઘટના પાછળ WHO પણ જવાબદાર છે.    

ચાઇનીઝ વાઇરોલોજિસ્ટે અઠવાડિયા બાદ ફરી એક વાર પોતાના દાવાની પુષ્ટિ આપીને કહ્યુ છે કે, ચીને વુહાન લેબમાં COVID-19નું ઉત્પાદન કર્યું છે.

યાન કે જેમને કથિત રીતે ચીનથી ભાગી જવા ફરજ પડી હતી, તેમણે જાહેરમાં દાવો કર્યો હતો કે, SARS-COVID-2 વાયરસ હકીકતમાં વુહાન લેબમાં માનવસર્જિત છે અને આ અંગેના સચોટ પુરાવા તેમની પાસે છે.

તેમનું કહેવું છે કે, ચીનના વુહાનનુ બજાર કે જે વાયરસ ફેલાવાનો પ્રારંભિક બિંદુ માનવામાં આવે છે તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા લોકો સમક્ષ ઊભું કરવામાં આવેલું એક કાવતરું છે.

યેને એવો દાવો પણ કર્યો હતો કે, ચીની સરકાર સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રતિષ્ઠાને ડામવા પ્રયાસ કરી રહી છે અને તે ચીનમાં રહેતા તેમના પરિવારને ડરાવવા માટે તેમના પર સાયબર-એટેક પણ ચલાવી રહી છે.

યાનનું ટ્વિટર એકાઉન્ટ પણ તાજેતરમાં સસ્પેન્ડ કરાયું હતું. ટ્વિટર દ્વારા આ સસ્પેન્શન અંગે કહેવામાં આવ્યું હતું કે, યાને ટ્વિટરના નિયમોનો ભંગ કર્યો છે.

આ અગાઉ, મે મહિનામાં પણ ટ્વિટરે ‘કોરોનાવાયરસ પરના વિવાદિત દાવાઓ’ સાથેના ટ્વીટ્સને રોકવાની શરૂઆત કરી હતી.

આ અગાઉ યાને જણાવ્યું હતું કે; જ્યારે તેઓ હોંગકોંગની જાહેર આરોગ્યની શાળામાં કામ કરતા હતા તે વખતે, 31 ડીસેમ્બરે, તેમના સુપરવાઈઝરે તેમને વુહાનમાં નવા SARS જેવા વાયરસ પર રિસર્ચ કરવાનું કહ્યું હતું, પરંતુ પાછળથી તેમના આ પ્રયાસોને રોકી દેવામાં આવ્યા હતા.

યાને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે; જ્યારે તેમણે સરકારને અહેવાલ આપ્યો કે આ બીમારીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે તેમને સાવચેત રહેવા અને ચૂપ રહેવા દબાણ કરવામાં આવ્યું હતું.

તેમણે પુરાવા સાથે માહિતી આપી હતી કે, “વાયરસ શહેરની વાઇરોલોજી લેબમાંથી આવ્યો છે અને કહેવામાં આવે છે તેમ વુહાન વેટ માર્કેટમાંથી નહીં.

યુટ્યુબ પર બહાર પાડવામાં આવેલા વીડિયોમાં તેઓ કહે છે કે,

આ વાયરસમાં જિનોમ સિક્વન્સ માનવ ફિંગરપ્રિન્ટ જેવું છે. આના આધારે તમે સામાન્ય બાબતોને ઓળખી શકો છો. અને હું આનો પુરાવો આપીને લોકોને કહી શકું છું કે, આ ચીનની લેબમાંથી કેમ આવ્યું છે! શા માટે તેને બનાવવામાં આવ્યું છે!

તે ઉમેરે છે કે, “કોઈપણ સામાન્ય વ્યક્તિ એ પછી ભલે કોઈ જીવવિજ્ઞાન અંગે નોલેજ ના ધરાવે પરંતુ તે પણ મારા દાવાઓ વાંચવામાં સમર્થ હશે અને તે જાતે ચકાસી અને ઓળખી શકે છે.”

દેશ છોડીને જતા પહેલા જ ચીની અધિકારીઓએ તેમને બદનામ કરવા લાગ્યા હતા. ચીની અધિકારીઓએ બધી જ માહિતી ડિલીટ કરી નાખી હતી અને સાથે જ લોકોને યાન વિશે અફવાઓ ફેલાવવાનું પણ કહ્યું હતું.

જો કે, ‘ચાઇનીઝ નેશનલ હેલ્થ કમિશન’, ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ અને ‘યુનિવર્સિટી ઓફ હોંગકોંગે’ યાનના દાવાઓને નકાર્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here