આશ્ચર્ય: લોકડાઉને સોનાના સ્મગલિંગને પણ હેરાન કરી દીધું છે!

0
320

કોરોના જેવી જીવલેણ રોગચાળા મહામારીથી બચવા ભારતમાં વર્ષ 2020ના માર્ચ મહિનાથી જૂન સુધી રાખવામાં આવેલ લોકડાઉન એ વિશ્વનું સૌથી લાંબો સમય ચાલેલું લોકડાઉન માનવામાં આવે છે. આ સમયમાં માનવજીવન અને વ્યવહારો ઠપ થઈ ગયા હતા. અનેક નાના-મોટા વ્યવસાયો પર માઠી અસર પહોંચી હતી. રિપોર્ટ્સ અનુસાર દાણચોરી મામલે થયેલા નુકસાનના આંકડા પણ સામે આવી રહ્યા છે.

વિશ્વમાં ચીન પછી બીજા નંબરે સોનાનો વપરાશકર્તા દેશ એ ભારત દેશ છે.

ભારતમાં દર વર્ષે સરેરાશ 849 મેટ્રિક ટન સોનાનો વપરાશ થાય છે, જ્યારે ચીનમાં 984 મેટ્રિક ટન સોનું વપરાશમાં લેવામાં આવે છે.

મોટાભાગનું સોનું દેશમાં દાણચોરીના માર્ગે લાવવામાં આવતું હોય છે. જે ભારતની જમીન સીમા, હવાઈ સીમા અને જળ સીમા દ્વારા આવતું હોય છે.

દાણચોરી કરાવવામાં ભારતના પાડોશી દેશો નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ સામેલ છે.

વિમાન દ્વારા કરવામાં આવતા દાણચોરીના આંકડાઓ અન્ય રીતે થતાં દાણચોરી કરતાં વધુ જોવા મળ્યા છે.

લોકડાઉનના લીધે આંતરરાષ્ટ્રીય હવાઈજહાજોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગતાં વિમાન દ્વારા થતાં સોનાની દાણચોરીમાં જબરદસ્ત ઘટાડો થયો છે.

‘વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ’ના અહેવાલ પ્રમાણે; ગયા વર્ષે થયેલા સોનાના ગેરકાયદેસર શિપમેન્ટમાં કુલ 120 ટન સોનું દાણચોરી અર્થે દેશમાં આવ્યું હતું, જે દેશની વાર્ષિક સરેરાશ માંગના 17% હતું.

લોકડાઉન થયા બાદ આ આંકડાઓમાં ધરખમ ઘટાડો થયો હતો. આ વર્ષે ફક્ત 25 ટન સોનું જ દાણચોરી અર્થે દેશમાં આવ્યું હતું.

‘ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ’ના ચેરમેન શ્રી એન. અનંત પદ્મનાભને વધુમાં જણાવ્યું હતું કે,

છેલ્લા છ મહિનામાં કોઈ ફ્લાઇટ્સની અવર-જવર રહી નહોતી અને તેથી સોનાની તસ્કરીનો નજીવો જથ્થો દેશમાં આવ્યો છે. આથી જે પણ દાણચોરી થઈ રહી છે તે નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની સીમાથી આવી રહી છે. એરપોર્ટથી ઘણી ઓછી દાણચોરી થઇ છે.

કોરોના સંક્રમણમાં US પછી બીજા નંબરે રહેલા ભારત દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનથી ત્રણ મહિનામાં જ દેશના અર્થતંત્રમાં લગભગ પોણા ભાગ જેટલો ઘટાડો થતાં સોનાની માંગમાં પણ મોટો ધક્કો લાગ્યો છે.

એપ્રિલથી શરૂ થયેલા વર્ષમાં ભારતીય વિમાનમથકો પર પકડાયેલા દાણચોરીનું સોનું માસિક સરેરાશ 6 વર્ષના તળિયે 20.6 કિલોગ્રામ જેટલું થયું છે.

સોનાના દાણચોરોએ નોંધપાત્ર ઊંચા ભાવો અને 12.5% આયાત કરનો લાભ મેળવ્યો છે, જે ભારતમાં ધાતુના નિકાસ અને વધારાના સ્થાનિક ટેક્સ સાથે થતી ગેરકાયદેસર ખરીદીને સસ્તી બનાવે છે.

સોનાની ગેરકાયદેસર આયાતને ઘટાડવા અને આ આયાતને કાયદેસર બનાવવા માટે ઝવેરીઓ આયાત વેરામાં ઓછામાં ઓછા 50% જેટલો ઘટાડો માંગે છે.

એકવાર ફ્લાઇટ્સ પૂરજોશમાં શરૂ થશે પછી સોનાની તસ્કરી ફરી વધી શકે છે.

અનંત પદ્મનાભને વધુમાં જણાવ્યું છે કે,

“આ મહિને શ્રીલંકા દ્વારા સોના પરની આયાત ડ્યૂટી હટાવવાથી ભારતમાં દાણચોરી પણ વધી શકે છે. શ્રીલંકાથી ફક્ત 45 મિનિટમાં બોટ દ્વારા ભારતના દક્ષિણ છેડે આવી શકાય છે અને તેઓ આ કામ ખૂબ જ ઝડપથી કરતાં હોય છે.”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here