IPL 2020 | M 5 | કોલકાતા નાઈટ રાઈડર્સ હજી IPL માટે તૈયાર નથી!

0
322

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જ્યારે પણ IPLમાં મેચ હોય ત્યારે તેમાં આતશબાજી થવાની પૂરેપૂરી શક્યતા હોય છે પરંતુ આ મેચ તેમાં અપવાદરૂપ બની રહી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ એટલેકે KKR 2013થી ક્યારેય સિઝનની પોતાની પહેલી મેચ હાર્યા નથી. પરંતુ આ મેચમાં જાણેકે તેઓ હજી IPL રમવા માટે તૈયાર જ ન હોય એવું લાગી રહ્યું હતું. મેચની આગલી રાત્રીએ દુબઈના પ્રખ્યાત બુર્જ ખલીફા પર KKRનું ખાસ પ્રમોશન કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે “અમે આવી ગયા છીએ!” પરંતુ આ મેચ જોતી વખતે આવું બિલકુલ ન લાગ્યું.

પહેલા તો KKRના શિવમ માવીને છોડીને તમામ બોલર્સની એકદમ દિશાવિહીન બોલિંગ, ત્યારબાદ ફિલ્ડીંગમાં આળસ અને પછી 20 ઓવર પૂરી કરવા લગાડેલા લગભગ 2 કલાક! આ બધાએ જ સાબિત કરી દીધું કે KKR હજી સુધી ‘match ready’ નથી. કોલકાતાના આ થાકનો પૂરો લાભ મુંબઈ ઇન્ડિયન્સ એટલેકે MIએ  લીધો હતો. રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવે KKRની નબળી બોલિંગની યોગ્ય રીતે જ ખબર લઇ લીધી હતી.

તેમ છતાં પહેલી મેચની જેમ જ લગભગ 12 ઓવર બાદ મુંબઈ ઇન્ડિયન્સ પોતાનો માર્ગ ભૂલી ગયા હતા અને એક સમયે 205+ જેટલો સ્કોર શક્ય લાગતો હતો તેની બદલે તેઓ ફક્ત 195 રન જ કરી શક્યા. તેમ છતાં આ સ્કોર જરાય નાનો તો ન જ હતો. KKRની બેટિંગ લાઈનઅપ જોતાં પણ એવું લાગી રહ્યું હતું કે મેચનો અંત રોમાંચક રહી શકે તેમ છે પરંતુ ફરીથી KKRના બેટ્સમેન પણ તેમના બોલરોની જેમ જ તેમના પર રાખવામાં આવેલી અપેક્ષા પર સફળ ન થઇ શક્યા અને પહેલા કેપ્ટન દિનેશ કાર્તિકે સારી બેટિંગ કરી અને બાદમાં પેટ કમિન્સે KKRનું નાક સાચવતા થોડી ફટકાબાજી દેખાડી હતી.

ઓવરઓલ કોલકાતા નાઈટ રાઈડર્સે હવે ખૂબ મહેનત કરવાની જરૂર છે. તમામ ટીમો પણ એક જ સરખા વાતાવરણનો સામનો કરીને IPL રમવા ઉતરી છે પરંતુ KKR જેવું નબળું અને થાકેલું પરફોર્મન્સ અત્યારસુધી બાકીની 7 માંથી એક પણ ટીમે નથી દેખાડ્યું એ હકીકત છે. આ મેચના ખરાબ પરફોર્મન્સથી તેઓ નેટ રન રેટમાં ઓલરેડી પાછળ થઇ ગયા છે એ પણ નોંધવા જેવી બાબત છે.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 5 | KKR vs MI

શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુધાબી

ટોસ: કોલકાતા નાઈટ રાઈડર્સ (બોલિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 195/5 (20) રન રેટ: 9.75

રોહિત શર્મા 80 (54) | શિવમ માવી 2/32 (4)

સુર્યકુમાર યાદવ 47 (28) | સુનિલ નારાયણ 1/22 (4)

કોલકાતા નાઈટ રાઈડર્સ 146/9 (20) રન રેટ: 7.30

પેટ કમિન્સ 33 (12) | જેમ્સ પેટીનસન 2/25 (4)

દિનેશ કાર્તિક 30 (23) | રાહુલ ચાહર 2/26 (4)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સનો 49 રને વિજય

મેન ઓફ ધ મેચ: રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: ક્રિસ ગેફની અને એસ રવિ | વિરેન્દર શર્મા (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મન્નુ નૈયર

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here