ઓનલાઇન વિશ્વકોષ કહેવાતા વિકીપીડિયા વેબસાઇટના રંગરૂપ બદલાશે!

0
362

90’s ના છેલ્લા દાયકાઓથી ઇન્ટરનેટ અને મોબાઈલને લઈને વિશ્વભરમાં મોટી ક્રાંતિ પ્રસરી હતી. માહિતી પ્રસારણનો જે યુગ શરુ થયો હતો, તે હાલના સમયમાં તેની ટોચ પર લાગે છે. આ માહિતી પ્રસારણ યુગમાં ગૂગલ જેવા જૂજ પ્લૅટફોર્મ્સ હતા કે જેમણે આજે પણ ટેક્નોલોજીથી ચાલતી દુનિયામાં પોતાનું નામ ટોપ પર જાળવી રાખ્યું છે.

15 જાન્યુઆરી, 2001ના દિવસે લેરી સેંગર અને જીમ્મી વેલ્સ દ્વારા આ ઓનલાઇન વિશ્વકોષ લોકો સમક્ષ પદાર્પણ કરવામાં આવ્યો હતો.

વિકિપીડિયા ખરેખરમાં ‘નુપીડિયા’ (Nupedia) નામના બીજા એક ઓનલાઇન વિશ્વકોષ ઉપર ફેરફારો કરીને બનાવવામાં આવેલો પ્રોજેક્ટ છે. આ નુપીડિયા પણ જીમ્મી વેલ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેના કો-એડિટર લેરી સેંગર હતા.

છેલ્લા 20 વર્ષમાં વિકિપીડિયા પર 54 મિલિયન આર્ટિકલ્સ મૂકવામાં આવ્યા છે અને દર મહિને સરેરાશ 1.5 બિલિયન વાચકોને આવકારે છે.

અત્યારે હાલના સમયમાં વિકિપીડિયા એ ‘વિકિમીડિયા ફાઉંડેશન’ દ્વારા સંચાલન કરવામાં આવે છે અને કુલ 285 ભાષાઓ સાથે પ્રકાશિત છે.

વિકિપીડિયા છેલ્લા બે દાયકાથી ઘણી ચર્ચા-વિચારણાની માહિતીનું સતત સ્ત્રોત રહ્યું છે.

‘90 ના દાયકામાં ઉછરેલા યુવાધન દ્વારા વિકિપીડિયા એ સૌથી વધુ સર્ચ કરેલી વેબસાઇટ્સમાંની એક હતી.

આજે પણ વિકિપીડિયા એટલું જ મહત્વ ધરાવે છે પરંતુ તે તેના વેબસાઇટના ક્લાસિક લુકને ઘણી વખત ચર્ચામાં રહ્યું છે.

આખરે તેનું ઇન્ટરફેસ બદલવા અંગેની બિન-લાભકારી માહિતી સ્રોતે જાહેરાત કરી છે કે, તે તેની ડેસ્કટોપ સાઇટની જૂની ડિઝાઇનને અપડેટ કરવા પર કામ કરી રહ્યું છે અને તેને હાયપર-કનેક્ટેડ તેમજ મોબાઇલ ટેક્નોલોજી સાથે ઝડપી બનાવવામાં આવશે.

નવી ડિઝાઇન પ્રમાણે વેબસાઇટ પરની સુવિધાઓ;

  • પાનાની ઉપર-ડાબા ખૂણા પર નવા ગોઠવેલા લોગો,
  • પાના પર વધારાની માહિતીને ઘટાડવા માટે સંપૂર્ણ સંકેલી શકાય તેવું સાઇડબાર,
  • વાંચવાની ક્ષમતા સુધારવા માટે ફૉન્ટમાં અને પેરેગ્રાફમાં ફેરફારો,
  • નવું સર્ચ બાર,
  • ઝડપી અને સરળ સર્ચ કરવા સુધારેલ કન્ટેન્ટ,
  • સીમલેસ એક ક્લિકથી ભાષા બદલી શકવી,
  • લોકપ્રિય ‘ડાર્ક મોડ’ સહિત વપરાશકર્તા મેનૂ,
  • આર્ટિકલ્સ માટે ‘વધુ માહિતી’ બતાવતું ટેબ, વગેરે.

આમાંની દરેક સુવિધા લોકોને વધુ પહોંચવા યોગ્ય વેબસાઇટ બનાવવાનું લક્ષ્ય રહેશે.

વિકિમિડિયા ફાઉન્ડેશનના મુખ્ય પ્રોડક્ટ મેનેજર ઓલ્ગા વાસિલેવા જણાવે છે કે,

જ્યારે વિકિપીડિયા પરનુ કન્ટેન્ટ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, ત્યારે તેની સાથે અમારું ઇન્ટરફેસ ઝડપી રહ્યું નથી. અમને ગર્વ છે કે; અમારી વેબસાઇટ બાકીના ઇન્ટરનેટ કરતા વધુ સીધી, સરળ અને જાહેરાત મુક્ત છે. તેમ છતાં, ડેસ્કટોપ વિકિપીડિયા અને અન્ય વિકિમીડિયા ફાઉન્ડેશન પ્રોજેક્ટ્સની ડિઝાઇનમાં છેલ્લા 10 વર્ષથી કોઈ નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું નથી, જેના કારણે સાઇટના કેટલાક ભાગ અણઘડ લાગ્યાં છે અને તે વાચકો અને સંપાદકો માટે ખૂબ જ જરૂરી છે, જેનો મુખ્ય હેતુ નવું સર્જન કરવાનો, શીખવાનો છે. જે અમે નવી ડિઝાઇન દ્વારા બદલીશુ.

વસિલેવા કહે છે કે, નવી ડેસ્કટોપ સાઇટ ડિઝાઇન મોટા સ્ક્રીનના કદની વિશાળ શ્રેણીને અનુરૂપ થવા માટે પણ પ્રતિભાવ આપવા માટે સુયોજિત બની રહેશે.

લગભગ બે દાયકા પહેલા રચાયેલ, વિકિપીડિયાની હાલની ડિઝાઇન હજી પણ ફક્ત ડેસ્કટોપ ઇન્ટરનેટ યુગ પર આધારિત છે. જેને હવે મોબાઈલ ફ્રેન્ડલી બનાવવા ઉપર ખાસ ભાર આપવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here