સ્વ. અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન BRO એ દસ વર્ષની તનતોડ મહેનતથી સાકાર કર્યું

0
367

લોકો અને ખાસ કરીને ઇંડિયન આર્મીના વાહન-વ્યવહાર માટે હિમાલયના પહાડો અને ખીણ વચ્ચે આવેલા મુશ્કેલીભર્યા રસ્તાઓને સાચવવાનું અને તેને સરળ બનાવવાનું કામ કરી રહેલા ‘બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન’ (BRO) એ એક ઐતિહાસિક અને ખૂબ જ જરૂરી કામ હાથ પાડ્યું છે.

વિશ્વમાં મોટી અજાયબી ગણાતા હિમાલયમાં ભારતના ચીન અને પાકિસ્તાન બંને વચ્ચેના તીવ્ર સરહદ તણાવ વચ્ચે રહીને માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ખાસ પ્રોત્સાહન આપી રોહતાંગ પાસ હાઇવે ટનલના આશ્ચર્યજનક કામને પૂર્ણ કરવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીનું આ સ્વપ્ન હતું અને તેમના નિધન થયાના 2 વર્ષ બાદ જ આ કામ પૂરું પાડવામાં આવ્યું છે, જેના પાછળ છેલ્લા 10 વર્ષથી મહેનત થઈ રહી હતી.

તેમના નામ પરથી રોહતાંગ ટનલનું ઉદઘાટન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમની 3 ઓક્ટોબરના રોજની આખા દિવસીય મુલાકાત દરમિયાન કરવામાં આવશે.

અધિકારીઓ કહે છે કે, હવે કેન્દ્રિય શાસિત લદ્દાખના વિસ્તારોમાંના સશસ્ત્ર દળોના આવન-જાવન માટે 13.5 કિલોમીટર લાંબી ‘શિંકુ લા ટનલ’ ને સૌથી ટૂંકી, સૌથી સલામત અને એક જરૂરી વૈકલ્પિક કોરિડોર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વિશ્વમાં સૌપ્રથમ વખત દરિયાની સપાટીથી 3000 મીટરથી વધુની ઊંચાઈએ બનેલી ઘોડાની નાળના આકારની સિંગલ ટ્યુબ અને  ટુ-લેન ધરાવતી ટનલ એ સંરક્ષણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ મહત્વપુર્ણ પ્રયાસોમાંનુ એક પગલું છે.

આ ટનલ સાથે કુલ 475 કિલોમીટર લાંબા મનાલી-કેલોંગ-લેહ હાઈવે પૂર્ણ થાય છે, જે મુખ્યત્વે ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ચીન અને પાકિસ્તાનની સરહદથી જોડાયેલા લદ્દાખના આગળના વિસ્તારોમાં પહોંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા કુલ 3200 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 10 વર્ષોની સખત મહેનત બાદ આ ટનલ પૂર્ણ કરવામાં આવી છે.

જોકે, આ ટનલ સાથે અન્ય રોડ વ્યવસ્થાપનની માંગ કરતાં, આંતરરાષ્ટ્રીય સરહદ પર રસ્તાઓ બનાવતા BROના એક અધિકારીએ જણાવ્યું હતું કે,

આ રોહતાંગ ટનલ ફક્ત મનાલી-કેલોંગ-લેહ ત્રણેને જોડતી કડી તરીકે બધી જ ઋતુઓ માટે પૂરતી નથી, કારણ કે બરફવર્ષા જેવા સમયે આ ટનલ ફક્ત કેલોંગના નાગરિકોને મદદ કરશે. કેલોંગ અને લેહની વચ્ચે આવેલા અન્ય ત્રણ વધુ ઉંચાઇવાળા પર્વતો વર્ષમાં ઓછામાં ઓછા છ મહિના સુધી બરફના પહાડ બની રહે છે, જે હાઈવેને સંપૂર્ણ રીતે સ્થિર કરે છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, સમગ્ર વર્ષ દરમિયાન અવર-જવર રાખવા માટે 475 કિલોમીટર લાંબા મનાલી-લેહ ઓલ-વેધર રસ્તા પર રોહતાંગ પાસ જેવા ટનલની વધુ જરૂર પડે એમ છે.

મનાલીથી લગભગ 170 કિલોમીટર દૂર લાહૌલ-સ્પીતીના જિલ્લા મથક, કેલોંગથી દાર્ચા થઈને લેહ સુધી આ રસ્તો જાય છે.

દાર્ચાથી કે જ્યાં BRO એ હમણાં જ બનાવેલા સૌથી લાંબા 360 મીટરના સ્ટીલ ટ્રસ બ્રિજનું કાર્ય પૂર્ણ કર્યું છે, ત્યાંથી એક રસ્તો શિંકુ લા પાસ તરફ જતો ટૂંકો માર્ગ છે, કે જે લેહથી 30 કિલોમીટર દૂર ઝાંસ્કર વિસ્તારને જોડે છે અને બીજો રસ્તો મુશ્કેલીભર્યા મનાલી-લેહ હાઇવેને જોડાય છે.

પાકિસ્તાન અને ચીન તરફથી રહેલા ખતરાના પગલે, 297 કિલોમીટર લાંબા દરચા-નિમ્મુ-પદમ માર્ગ લદ્દાખને જોડતો ત્રીજો સૌથી જરૂરી વ્યૂહાત્મક વિકલ્પ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ડબલ લેન રોડનુ નિર્માણ કામ ચાલુ છે અને 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

BRO મુશ્કેલીભર્યા માર્ગને ટાળવા માટે રોહતાંગ ટનલની જેમ જ બરફ આચ્છાદિત રહેતા શિંકુ લા નીચે ટનલ બનાવવાની શક્યતાનો પણ અભ્યાસ કરી રહી છે.

એક અધિકારીએ IANS ને જણાવ્યું છે કે, શિંકુ લા નીચેની ટનલ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ખૂબ ઘટાડશે.

મનાલી-લેહ માર્ગ 475 કિમી છે, જ્યારે મનાલી-દરચા-પદમ-લેહ માર્ગ 444 કિમી થઈ જશે.

હાલમાં, ‘નેશનલ હાઈવે એંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ’ શિંકુ લા ટનલનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહી છે, જે હિમાચલ પ્રદેશને લદ્દાખ સાથે જોડશે.

અધિકારીઓએ એ સ્વીકાર્યું હતું કે; રોહતાંગ પાસ ટનલના નિર્માણ સાથે, ભારત સરકાર હવે લિંગાખ સુધીના ત્રીજા વ્યૂહાત્મક માર્ગના મહત્વને કારણે શિન્કુ લા ટનલના નિર્માણ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

હાલમાં લદ્દાખ તરફ જવા માટે જવાનો પાસે ફક્ત બે માર્ગ છે; એક 434 કિલોમીટર લાંબા શ્રીનગર-કારગિલ-લેહથી ઝોજીલા પાસ અને બીજો 475 કિલોમીટર લાંબા મનાલી-લેહ હાઇવે જે રોહતાંગ પાસમાંથી પસાર થાય છે. પરંતુ ભારે હિમવર્ષાને કારણે તેઓ છ મહિનાથી વધુ સમય સુધી દેશથી કોઈ વ્યવહાર વિના દૂર રહે છે.

કારગિલ માટે, મનાલીથી સૈન્યની ચળવળ લેહ થઈને 700 કિલોમીટર લાંબી છે.

શિંચુ લા ટનલ દ્વારા દાર્ચા-નિમ્મૂ-પદમ માર્ગના નિર્માણની સાથે મનાલી અને કારગિલ વચ્ચેનું અંતર 522 કિ.મી. થઈ જશે.

શિંકુ લા ટનલના નિર્માણ થતાં મનાલી-કારગિલ હાઇવે આખા વર્ષ દરમિયાન ખુલ્લો રહેશે, તેમ માર્ગ વ્યવહાર અને હાઇવે મંત્રાલયે ગયા અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

મનાલી-લેહ જોડતી કડીનું વ્યૂહાત્મક મહત્વ સરકાર દ્વારા ત્યારે સમજાયું, જ્યારે 1999માં કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને શ્રીનગર-લેહ રસ્તો કાપવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે; મનાલી બાજુથી લદ્દાખના આગળના વિસ્તારોમાં સશસ્ત્ર દળોની હિલચાલ, જે પાકિસ્તાની સેનાની ફાયરિંગ રેન્જમાં આવતી નથી, તે ફક્ત જૂનથી ડિસેમ્બરના મધ્યમાં જ શક્ય છે.

રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે; આદિજાતિ વિસ્તારો સાથે વર્ષ દરમિયાન માર્ગ જોડાણ સાથે આ ક્ષેત્રમાં માત્ર પ્રકૃતિ આધારિત પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ પ્રાચીન બૌદ્ધ મઠોની મુલાકાત લેવા માટે આવતા પ્રવાસીઓનો મોટો ધસારો પણ જોવા મળશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here