નવા મજૂર કાયદાઓ: ફાયદો મજૂરોનો અને ઉદ્યોગપતિઓનો પણ!

0
534

દેશની સંસદે મજૂરો માટે અગાઉના 29 કાયદાઓને રદ્દ કરીને 3 નવા કાયદાઓ પસાર કર્યા છે. આ ત્રણેય કાયદાઓ ફક્ત મજૂરો માટે જ નહીં પરંતુ ઉદ્યોગપતિઓ માટે પણ કેમ ફાયદાકારક છે તે જાણીએ.

મજુર કાયદાઓ અંગે નવા ત્રણ કાયદાઓ હાલમાં જ સંસદમાં પસાર થયા. આ અગાઉ 2019માં મજુરોના પગારધોરણો અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આમ હવે પહેલાના મજુરોને લગતા 29 કાયદાઓ રદ કરી હવે માત્ર ચાર કાયદાઓ જ રહેશે જે ખુબ જ મોટું સરળીકરણ દર્શાવે છે. હવે આપણે આ નવા કાયદાઓથી ઉદ્યોગધંધા પર શું અસર થશે એ ટૂંકમાં જોઈએ.

સૌથી પહેલા તો 29 કાયદાઓને ચાર કાયદામાં સમાવિષ્ઠ કરવાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઉદ્યોગ ધંધા ચલાવનારા ખાસ તો નાના નાના ફેક્ટરી ધરાવનારા 20 થી વધુ કામગારો રાખનારાઓને ખુબ જ રાહત થશે એમને બાબુશાહીની હેરાનગતિમાંથી મુક્તિ મળશે.

હવે જે કંપનીઓમાં ત્રણસોથી વધુ કર્મચારીઓ હોય એમણે જ કોઈપણ કર્મચારીને કાઢી મુકવો હોય તો સરકારની પરવાનગી લેવાની રહેશે આ મર્યાદા પહેલાં 100 કર્મચારીઓની હતી એથી મધ્યમકક્ષાના ઉદ્યોગોને વિકાસની સરળતા રહેશે અને એમનો વિકાસ ઝડપી થશે.

યુનિયન હવે ફ્લેશ હડતાલ પર નહિ જઈ શકે એમણે હડતાલ જેવા પગલા લેતા પહેલા માલિકને પુરતા સમયની નોટીસ આપવી પડશે એમની જોડે વાટાઘાટો કરવી પડશે અને હડતાલ એ હવે છેલ્લો ઉપાય રહેશે. આમ ઉદ્યોગ સાહસિકોને આકસ્મિક નુકશાન થતું અટકશે. આ અચાનક હડતાલ પર જવાની રીત મોટાભાગે યુનિયન લીડરો ઉદ્યોગપતિનું નાક દબાવવા ઉપયોગ કરતા હતા.

આમ યુનિયનની દાદાગીરી પર અંકુશ આવશે જેથી યુનિયન લીડરો પોતાની મનમાની કરતા હતા એને બદલે મજૂરોની સાચી માંગણીઓ પર વિચાર કરશે અને અહી પહેલા વાટાઘાટો થવાથી માલિક કેટલી બાંધછોડ કરવા તૈયાર છે અને અમુક માંગણીઓ કેમ સંતોષી ના શકાય તેના કારણો મજુરોને જણાવવાનો સમય મળશે અને યુનિયન હવે બંધબારણે જોડતોડ કરતા દસ વાર વિચાર કરશે એથી મજુર ચળવળ તંદુરસ્ત અને લોકશાહી ઢબે થવાની શક્યતાઓ શક્ય બનશે આમ માલિક અને મજુર બનેના હિત શેમાં છે અને માલિકો કેટલા ઉદાર કે શોષક છે એની જાણ મજુરોને વહેલી થશે અને યુનિયન એમને ગેરમાર્ગે નહિ દોરી શકે.

આ કાયદાઓ કેન્દ્ર સરકારે કર્યા છે જે કેન્દ્ર સરકારના મજુરોને લાગુ પડશે અને રાજ્ય સરકારો એને પગલે પોતાના રાજ્યના મજુરોને આ કાયદાઓ લાગુ કરવાના રહેશે. હવે રાજ્યો હરીફાઈના યુગમાં અન્ય રાજ્યોમાંથી ઉદ્યોગો ખેચવા કે નવા ઉદ્યોગપતિઓને આકર્ષવા વધુ ઉદાર કાયદા કરે એવી સંભાવનાઓ વધુ છે.

હવે કામદારોને ચોક્કસ સમય માટે તમે રાખી શકશો એવા કોન્ટ્રાક્ટ શક્ય બનશે. આજ સુધી જો તમે અમુક સમય સુધી નોકરીએ રાખો તો એ કર્મચારીને તમારે કાયમી કરવો પડતો હતો જે હવે જરૂરી નહિ રહે. એથી જયારે સમયની માંગ હોય વધુ પડતા ઓર્ડર હોય ત્યારે વધારાના કર્મચારીઓ માલિકો રાખી શકશે અને મંદીમાં ઘટાડી શકશે આમ મજુરી ઉત્પાદન સાથે સાંકળી લેવામાં આવી હોવાથી અને હાયર એન્ડ ફાયર વધુ સરળ કરવાથી ખાઈબદેલા આળસુ થઈ ગયેલાઓ માટે હવે કાયમી રહેવું મુશ્કેલ બનશે જેથી કંપનીમાંથી સડો દુર થશે અને જેઓ કામ કરે છે એમને પ્રોત્સાહન મળશે એમની બઢતીની તકો વધશે. ટૂંકમાં હવે તમામ કર્મચારીઓને એપોઇન્ટમેન્ટ લેટર મળશે.

આ કાયદાઓ હેઠળ સોશિયલ સિક્યુરીટી માટે બધાજ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે. કાયમી તથા હંગામી કોન્ટ્રાક્ટ પર કામ કરતા ફ્રીલાન્સ કામ કરતા વગેરે તમામ અરે હવે ઇન્ફોર્મલ સેક્ટર અને સંગઠિત સેક્ટર તમામને સોશિયલ સિક્યોરિટી મળશે. એથી પ્રોવિડંડ ફંડ ઇન્સ્યુરન્સ જેવા લાભો તમામ કર્મચારીઓને મળશે એથી હવે નોકરી મળતા જ સોસીયલ સિક્યુરીટીના લાભ મળવાથી હવે જોબ સિક્યુરીટીની ચિંતા નહિ રહે અને એ ડર નહિ રહે કે મારી નોકરી જશે તો કુટુંબનું શું થશે.

આમ આ કાયદાઓ પોતાનો ધંધો કરવા ઈચ્છતા સાહસિકો માટે પ્રોત્સાહક છે એ તમને ધંધામાં ઝંપલાવવા માટેના સૌથી મોટો બાધારૂપ મજુર પ્રશ્ન હલ કરે છે. એથી સેલ્ફ એમ્પ્લોઇડ થવા અંગેની અડચણો દુર થશે અને તમે ગમેત્યારે ધંધામાં ઝંપલાવી શકશો. બસ તમારે એટલું જ જોવાનું કે તમે શરૂઆતમાં ત્રણસો મજુરોની જરૂર તો નથી ને? અને જેને જરૂર હોય તેઓ મજૂરોની માંગણીઓ અને કાયદા મુજબના લાભો આપવાની ક્ષમતા ધરાવતા જ હોય.

તો આમ ઈઝ ઓફ ડુઈંગ બીસ્નેસમાં વધુ એક કલગી ઉમેરાઈ જે ધંધા ઉદ્યોગ વ્યવસાય શરુ કરવા સૌથી મોટી અડચણ હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here