ભારતીય ખગોળશાસ્ત્ર આજે આખા વિશ્વમાં ચર્ચાઇ રહ્યું છે. અનેક ખગોળીય સફળતાઓ આજે ઇતિહાસના ચોપડે લખાઈ છે, જેણે વિશ્વ સામે ભારતીય ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોની ધરખમ ક્ષમતાઓ દર્શાવી છે.
દેશના ઉત્તરીય ભાગમાં અને વર્તમાન ભારત-ચીન વચ્ચે થતાં સંઘર્ષીય વિસ્તારોથી નજીક, એક ભારતીય ટેલિસ્કોપ આ અઠવાડિયે એક મહત્વપૂર્ણ 20 વર્ષીય ઐતિહાસિક ઘટનાનો ભાગ બન્યું હતું.
લદ્દાખ ખાતે ‘ઇંડિયન એસ્ટ્રોનૉમિકલ ઓબ્સર્વેટરી’ ની અંદર સ્થિત ‘હિમાલયન ચંદ્ર’ ટેલિસ્કોપે, 26-27 સપ્ટેમ્બરની મધ્યરાત્રી દરમ્યાન તેના કાર્યશીલ થયાના 20 વર્ષ પૂર્ણ કર્યા હતાં.
બે દાયકાઓથી, હાઇ અલ્ટીટ્યુડ IIA ખાતે આ 2 મીટર વ્યાસનું ઓપ્ટિકલ-ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ વિવિધ ખગોળીય પદાર્થો અને ઘટનાઓની શોધમાં રાત્રિ આકાશને સ્કેન કરી રહ્યું છે અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનોમાં મદદ કરે છે.
‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ’ (IIA) ના પ્રભારી પ્રોફેસર ડૉ. અનુપમા જી. સી. કહે છે કે, “20 વર્ષ પહેલા પ્રથમ વખત તેણે પ્રકાશ જોઈ અને સિગ્નલ શોધી કાઢ્યું હતું.”
ડૉ. અનુપમાએ ઉમેર્યું હતું કે, “આ ટેલિસ્કોપના કાર્ય પ્રમાણે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાના ક્ષેત્રોમાં એક એ ક્ષણિક ખગોળીય ઘટનાઓ છે.”
ક્ષણિક ખગોળીય ઘટનાઓ એટલે કે, બ્રહ્માંડમાં બનેલી ઘટનાઓ જે આત્યંતિક અને અલ્પજીવી હોય છે. તેવી ઘટનાઓ જેટલી ઝડપથી ઉભરી આવે, એટલી જ ઝડપથી મરી જાય છે/અદ્રશ્ય બની જાય છે.
આવી ક્ષણોનું એક ઉદાહરણ છે, સુપરનોવા. જે કોઈપણ તારાની અંતિમ શ્વાસ કહેવાતી વિષ્ફોટક ઘટના છે, જ્યારે તે નાશ પામતો હોય છે.
‘હિમાલયન ચંદ્ર’ ટેલિસ્કોપ આવી અલ્પજીવી અને તેજસ્વી ઘટનાઓની શોધમાં કાર્યરત છે, જે સંક્ષિપ્તમાં પણ જ્યાં થતી હોય છે તે સ્થાનિક તારામંડળને પણ શોધી કાઢવામાં મદદ કરે છે.
આ ટેલિસ્કોપનો ઉપયોગ ‘એક્સ્ટ્રાસોલાર ગ્રહો’ના અવલોકનો કરવા માટે આવે છે, એવા ગ્રહો કે જે આપણા સૂર્ય સિવાય અન્ય તારાઓની આસપાસ ભ્રમણ કરે છે.
નજીકના અવકાશીય ઘર માટે આપણા સૌરમંડળમાં ધૂમકેતુઓ અને એસ્ટરોઇડ્સની તપાસ કરે છે.
તેનો ઉપયોગ ગુરુત્વાકર્ષણ તરંગોના ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રતિરૂપોને ઓળખવા માટે પણ થાય છે, જેનાં અવલોકનો બ્લેક હોલ મર્જરની 2015માં થયેલી પહેલી તપાસ પછી વધુ થવા માંડ્યા છે.
આ અવલોકનો માટે સંશોધનકર્તાઓને લદ્દાખ જવું જરૂરી નથી. તેઓ કર્ણાટકના હોસ્કોટમાં એક નિયંત્રણ કેન્દ્રથી આટલા દૂર રહેલા ટેલિસ્કોપને સંચાલન કરી ચલાવે છે.
જોકે, IIA ના કેરટેકર એન્જિનિયર્સમાનું એક નાનુ જુથ આ ઓબ્સર્વેટરીની દેખભાળ માટે લદાખના હેનલેમાં વર્ષભર રહેતું હોય છે.
હેનલે એ 4000 મીટરની ઉંચાઈએ આવેલ એકદમ ઠંડુ અને શુષ્ક રણ છે, અને આ વિસ્તારમાં બહુ જ ઓછા લોકો વસે છે.
અહીના હવામાન પ્રમાણે વાદળ વગરનું આકાશ અને નીચું વાતાવરણીય વરાળ સ્તર બ્રહ્માંડમાં સંશોધનીય ચકાસણી માટે ઉત્તમ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે.
આટલા વર્ષોથી ટેલિસ્કોપના સંશોધન આઉટપુટમાં લગભગ 20 PhD થીસિસ અને ઓછામાં ઓછા 280 શૈક્ષણિક આર્ટિક્લ પેપર્સ પ્રકાશિત થયા છે.
અવકાશીય ઘટનાઓ, સંશોધનો કે જેની પાછળ આ ટેલિસ્કોપ કાર્યશીલ રહે છે, એવી જ ઘટનાઓ જેવુ તેજસ્વી કામ આપતું રહ્યું છે અને આગળ પણ એમ જ આપશે એટલું તે સક્ષમ રહ્યું છે.
ભારતીય ખગોળશાસ્ત્રનો મોહતાજ કે રત્ન કહેવાતા ‘હિમાલયન ચંદ્ર’ પર આપણને સહુને ગર્વ છે.
eછાપું