કેવી રીતે જંગલો અને વૃક્ષો આપણને એક થેરાપીસ્ટની જેમ મદદ કરે છે?

0
400

ટોકિયોના પ્રોફેસર ડો. કિંગ લી દ્વારા તેમની બૂક “FOREST BATHING” માં મુદ્દો ચર્ચવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જંગલો અને વૃક્ષો આપણને એક થેરાપીસ્ટની જેમ મદદ કરે છે.

“વૃક્ષો પ્રાકૃતિક તેલને મુક્ત કરે છે જેને ફાયટોનાઈડ્સ કહેવાય છે, જે માનવ રોગપ્રતિકારક તંત્ર માટે પણ ખૂબ ફાયદાકારક છે તેવું ડૉ લી જણાવે છે. તેમણે એ પણ શોધ્યું છે કે વૃક્ષોના સ્નાનથી ચિંતા અને ડિપ્રેશનની સારવારમાં મદદરૂપ થઈ શકે છે. તેના વિષે વધુ જાણીએ તો જાપાનીઝ માં તેને “Shinrin-yoku” એટલે કે “જંગલો(Forest)” અને “નાહવું (Bathing)” અર્થ થાય છે.

આપણી રોજબરોજની જીંદગીમાં આપણે માનસિક તાણ અનુભવતા હોઈએ છીએ. ફોરેસ્ટબાથીંગનો સીધો સાદો અર્થ થાય છે જંગલોમાં સ્નાન કરવું . તમને લાગશે આ વળી શું છે? પણ શું ક્યારેય તમે જંગલમાં જઈ વૃક્ષને આલિંગન આપ્યું છે? તમને ખબર છે આ વાત સાયન્ટીફીક રીતે સાબિત થયેલ છે કે વૃક્ષો આપણા અંદરના ઝાખ્મોને રૂઝવે છે. જેમ શરીરની ઉપર ઘાવ થયેલા હોય તે દવા લગાડવાથી રૂઝાય જતા હોય છે. પણ આપણા મનના ઘાવનું શું ? આપણી અંદર જે નકારાત્મકતા હોય છે, તેનું શું ?

એવું તો ક્યારેય હોતું જ નથી કે તમે જીંદગીમાં ક્યારેય કઈ ગુમાવ્યું ન હોય, તમને ક્યારેય માનસિક થાક ન લાગ્યો હોય, તમે ક્યારેય એકની એક રૂટીન જીંદગીથી કંટાળ્યા ન હોવ, તમારામાં કોઈ નકારાત્મક લાગણી જ ન હોય, તમારું મન ક્યારેય દુભાયું જ ન હોય – તો આનો ઉપાય શું? હા યોગ અને મેડીટેશનથી ઘણો ફેર પડે છે. પણ તોય તમારું મન અંદરથી સતત શાંતિ ઝંખતું હોય છે.

ક્યાંક નોકરીમાં પ્રોબ્લેમ, ક્યાંક ઘરમાં પ્રોબ્લેમ, કોઈને છોકરી નથી મળતી, કોઈને ઘરમાં કોઈ સમજતું નથી, કોઈને આર્થિક મુશ્કેલી, કોઈને શારીરિક મુશ્કેલી- શારીરિક મુશ્કેલીમાં પણ તમે માનસિક રીતેતો થાકી જ જાવ છો જો કોઈ બીમારી લાંબો સમય તમારા શરીરમાં ઘર કરી જાય તો… આ બધી બાબતો અને મુશ્કેલીઓ આપણી રોજીંદી જીવાતી જીંદગીમાં જોવા મળે છે. શું તમે ક્યારેય તમારા મનનું ધ્યાન રાખ્યું? જેટલું આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ. શું ક્યારેય વિચાર્યું કે આપણે આપણા મન પર માનસિક તાણ લઇ ને કેટલો અત્યાચાર કરીએ છીએ?

આપણું નિર્માણ કુદરત દ્વારા થયેલું છે એટલે ક્યાંક ને ક્યાંક આપણને કુદરત સાથે સમય વિતાવવો ગમતો હોય છે. ક્યાંક અંદરથી કુદરત સાથે સંકળાવવું આપણને ગમે છે. કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા હોવ તો સુર્યાસ્ત જોવો ગમતો હોય છે…ક્યારેય વિચાર્યું કેમ? કેમ કે એ કુદરત સાથે જોડાયેલી ઘટના છે. તમે પોતે જ વિચારો તમને સ્વીમીંગ પુલમાં નાહવું ગમે કે ઝરણા કે નદીમાં? ઘરની ડોલમાં પગ પલાળી ને બેસવું અને ઝરણામાં પગ પલાળવા બંને માં કેટલો તફાવત !!

2000ના દાયકાની શરૂઆતમાં જાપાન માં , કેટલીક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને તબીબી સંશોધન કેન્દ્રોએ ખરેખર વૃક્ષો ની આસપાસ સમય વિતાવવાથી કેટલી મદદ મળે – તે શોધવા માટે પ્રયોગો હાથ ધરવાનું શરૂ કર્યું. વર્ષોથી હાથ ધરવામાં આવેલા વિવિધ અભ્યાસોમાંથી પરિણામો સર્વસંમતિથી હકારાત્મક રહ્યા છે. વૃક્ષોની આસપાસ સમય પસાર કરવાથી તણાવ ઓછો થાય છે, મૂડ્સમાં વધારો થાય છે, નીચલા પલ્સ રેટ્સ અને બ્લડ પ્રેશરમાં ઉપયોગી  છે, એકાગ્રતા અને સર્જનાત્મકતામાં વધારો થાય છે, આપણા રોગપ્રતિકારક તંત્રને વેગ મળે છે, અને આપણને  વધુ સારી રીતે ઊંઘવામાં પણ મદદ કરે છે. વધુ કાવ્યાત્મક રીતે કહીએ તો  વૃક્ષો આપણને સાજા કરી શકે છે.

મોટાભાગની વસ્તી હવે ખૂબ ભીડવાળા શહેરોમાં રહે છે, અને તે ઝડપથી સ્પષ્ટ થઈ ગયું છે કે કુદરતી રીતે સમય કાઢીને સક્રિયપણે આપણી પોતાની  માનસિક અને શારીરિક સુખાકારી માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. કુદરતમાં સમય પસાર કરવો એ તમને આરામ કરવામાં મદદરૂપ સાબિત થાય છે, તે અમુલ્ય છે. વિચાર કરીને મગજને વધારે હેરાન ન કરતા અને હવે પછીની એક ટ્રીપ જંગલોમાં ગોઠવજો. શરત માત્ર એક જ કે ત્યાં મોબાઈલનો ટાવર પકડાવવો ન જોઈએ!!!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here