આયુર્વેદ ને બદનામ કરતા નિતનવા વહેમોથી સાવધાન રહેજો!

54
634
Photo Courtesy: ayurmantra.com

જમાનો ફાસ્ટ થઇ રહ્યો છે આંગળીના ટેરવે જગત આખું આવી ગયું છે પણ મન હજુ એટલું વિકસ્યું નથી. મનના વિકાસની ગોળીઓ શોધાઈ નથી ને વહેમનું ઓસડ નથી, એના તો આખ્ખે આખ્ખા પાઠ આપણે ભણી આવ્યા છીએ. આયુર્વેદ અંગે પણ જમાના મુજબ વહેમો બદલાય છે. વહેમમાં માનનારને વિવેકબુદ્ધિ ન હોવાથી અને સમજાવનાર પ્રત્યે ઘુવડવૃત્તિ (હજારો વરસ અંધારે અમારે ગયા તમે આવા ડાહ્યા ક્યાંથી થયા?) રાખવાથી આ વહેમો સમાજ-વ્યક્તિને સારું એવું નુકસાન કરે છે. આવો માણીએ આયુર્વેદને આડે આવતી નવી બિલાડીઓ…પુસી કેટો યુ નો???

નિતનવી થેરાપીઓ અને તેને આશ્રય આપતા ટ્રસ્ટો/મંદિરો

આજકાલ માલીશથી લઈ ગરમ બેડના મસાજ, ઘઉંના જવારા, માનવમૂત્ર, પાણી-માટીના ઉપચાર, તુલસી ડ્રોપ્સ જેવી પદ્ધતિઓ આશ્રમો, ટ્રસ્ટો, મંદિરોના આશ્રયે ફૂલતીફાલતી જાય છે. તેના બની બેઠેલા ખાસ ભક્તો બેચાર વ્યક્તિગત અનુભવોના આધારે જાત જાતના નુસખા સમાજસેવાના નામે છપાવી ગૌરવ અનુભવે છે. આવી અતિશય સેવા ભાવના અને એના પરિણામો એ બધા એટલા અતિશયોક્તિથી ભરેલા હોય કે એના આધારે આયુર્વેદ બદનામ થાય જ.

એમાય આ બધું કરવાવાળા આયુર્વેદ સ્નાતકો હોતા જ નથી. એક્યુપંચર, એક્યુપ્રેશર, સુજોક, કાયરો, સ્ટોન, જેમ આવી જાતજાતની થેરાપીઓ શિખાઉ લોકો આયુર્વેદ સાથે જોડી આયુર્વેદ બદનામ કરે છે. આ બધી પદ્ધતિઓ ચોક્કસ પરિણામદાયી હોય છે પણ તેની મર્યાદા પણ છે જ.

ટબમાં બેસાડી મસા કાઢવા, પેટ પર કિસ કરી પથરી કાઢવી આ બધું ધુપ્પલ આયુર્વેદના નામે ચાલે છે. અરે ફલાણા બાપુના આશ્રમે જઈએ એટલે બોલવાનું કાઈ નહીં ખાલી નાડી જોઈ બધ્ધું કહી દે.. યાર ગાડીઓની લાઈનો લાગે, ફલાણા નેતા, ઢીકણો હીરો ત્યાં દર પૂનમે આવે છે. બાપુ પૈસા લેતા જ નથી ખાલી દવા લખી આપે. હા એમાં બાપુ 70-80% નફાવાળી દવા પોતાના જ સ્ટોરની 4-5 હજારની ઢસડી નાંખે ને ભક્તો ખુશીખુશી લઇ પણ લે અને આયુર્વેદ કન્સલ્ટન્ટને 200-500 દેવાના થાય તો પેટ કૂટે. એક વાત યાદ રાખજો આયુર્વેદ મફત નથી અને 200-500 રૂપિયા કન્સલ્ટીંગ ફી વગર જ્યાંથી પણ આપ આયુર્વેદનું મફતિયું પ્રિસ્ક્રીપ્શન લો છો એ તદ્દન નાંખી દેવા જેવી કક્ષાનું જ હોય  છે.

મોંઘુ એ સારું અને ચેઈન સીસ્ટમથી વેચાતી દવાઓ

મોંઘામોંઘા ડબ્બા, વટાણાની માત્રામાં વાપરવાની ટુથપેસ્ટ, બધું ખાઈ ખાલી પાવડરનું ડ્રીંક બનાવી વજન ઉતારવાનો ડબ્બો, આખા ઘર માટે ટોનિક આ બધ્ધું ચેઈન સીસ્ટમથી વેચાય છે. એની વેચાણ કિંમતનો દસમો ભાગ એ તેની સાચી કિમત છે. ચેઈન સીસ્ટમમાં અમુક પૈસા ભરી અમુક ડબ્બા લેવાના અને ચેઈનમાં નીચે બીજા ઉલ્લુઓ ઉમેરી માલદાર થવાના સપના બતાવવાના.એ પ્રથમ ઉલ્લુના રસોડા થી લઇ બાથરૂમ સુધી બધે જ એ પ્રોડક્ટ હોય. સગાવ્હાલા, આડોશીપાડોશીને આ “બિઝનેસ” થી ખાસ ઉલ્લુ બનાવવાના. થર્મોકોલ પર તેલનું ટીપું પાડી ઓગળતું થર્મોકોલ બતાવી કહે જોવો આ કેપ્સુલથી ચરબી આમ જ ઓગળી જાય. ટોપા! શરીરની ચરબીને આ થર્મોકોલના બંધારણમાં કોઈ ફેર જ નહીં? અને થર્મોકોલ તો પેટ્રોલથી ઓગળે તો શું પેટ્રોલ પીવાનું?

અમુક મહાનુભાવો એકાદી કેપ્સુલ કે સીરપ કેન્સરથી લઇ એઇડ્સ મટાડે છે એવા દાવા કરે છે. ભાઈ આવી દવા હોય તો નરેન્દ્ર મોદીને બતાવી દે એ રેશન કાર્ડ પર ઘેરઘેર આ સંજીવની પહોંચાડી દેશે. અને પછી આ ફાર્મા ઉદ્યોગ, આ મેડીકલના છોકરાવ ભણાવવાના બધ્ધું બંધ કરી દઈએ બસ તારી કેપ્સુલ જ બધાને વેચવા આપી દઈએ દિયોર…

ફલાણા વિટામીનના અમે ઇન્જેક્શન લઈએ અને અમ્મેરિકાથી લાયેલો ડબ્બો પીએ

કુવામાં હોયતો હવાડામાં આવે, અલ્યા જણનારીમાં જોર ન હોય તો દાકતર વાઢકાપ જ કરે ને? મૂળ પ્રોબ્લેમ ખાવા, પીવા, લાઈફ સ્ટાઈલમાં હોય અને વિટામીનો એ વિશ્વનું અને બ્રહ્માંડનું શરીર તંદુરસ્ત છે એ બતાવનારું ફાઈનલ પેરામીટર નથી કે તું મંડી પડ્યો છે. વિટામીનતો તારા ઇન્જેક્ષનીયા ડોક્ટરમાં પણ ઓછું હોવાનું. ભયલા તારું શરીર કાઈ પ્રયોગશાળા છે? અને આતે કાઈ ડબ્બી છે કે બે ટેબ્લેટ નાખી કે એ વિટામીનથી ડબ્બી ભરાઈ ગઈ? ગમ્મે તેટલું બહારથી નાંખો શરીર પોતાને જોઈતું જ ગ્રહણ કરશે બાકીનું મળ મૂત્ર વાટે બહાર કાઢી નાંખશે. પહેલા તારા શરીરની પોષક તત્વો ગ્રહણ કરવાની શક્તિ સુધાર બાકી આ તારા બધા વિટામીનના ડબ્બાઓ શિવામ્બુ જ બની જશે.

જેમ મેલા કપડા પર રંગ ચડતો નથી એમ એક વાર શરીરને પંચકર્મ કરાવી શુદ્ધ કરો પછી દવા લ્યો તો એ લેખે લાગે.

ઈટ ઈઝ ડર્ટી બેબી એમાં જ્મ્સ હોય યુ નો? ડેટોલવાલી એડ મેં જો કીટાણું બતાતે હૈ વહી… ફિર ઈન્જી લગાની પડેગી

બધ્ધું બેક્ટેરિયાને વાયરસથી જ થાય એના વગર રોગ થાય જ નહીં. ભલે તાપમાં રખડીને આવેલો તાવ હોય કે અતિશય થાકથી આવેલો પણ તાવ તમારા ભઈને વાયરલ જ આવે હોંઓઓ… એન્ટીબાયોટીક વગ્ગર એમનો તાવ ઉતરે જ નઈ. ચણા-મમરાની જેમ કીટાણુંના ભયથી એન્ટીબાયોટીક વપરાય છે. એક પછી એક નવી એન્ટીબાયોટીક અજમાવાતી જાય છે. જૂની એન્ટીબાયોટીક સામે શરીરનું રેઝિસ્ટન્સ આવી ગયું હોવાથીએ કારગત નીવડતી પણ નથી. બોલે તો વાયરસ પછી પહેલા શરીરની પ્રકૃતિ એને ચણા મમરા ગણતી થઇ જાય છે.

ગેસ, એસીડીટી, માથાના દુઃખાવા, વ્હાઈટ ડીસ્ચાર્જ, સારણગાંઠ, ગઠીયો વા જેવા રોગોમાં પણ આ કીટાણુંને સીધી લેવાદેવા ન હોવાથી રિસ્ક શું કામ લેવું જોઈએ? એમ કહીને પણ એન્ટીબાયોટીક વપરાય છે.

આયુર્વેદમાં આવા રોગો ત્રિદોષ, સાતધાતુ કે પંચમહાભૂતની અસમતાથી થયા હોય. એમાં આ તત્વોને સમાન પરિસ્થતિમાં લાવવા કે સાદા આહાર-ઔષધ-પરેજીથી પણ રોગો મટતા જોયા છે.

અમનેતો નાસ્તામાં સ્પ્રાઉટસ બાઉલ ભરીને જોઈએ એન્ડ સેલેડ્સ…યુ નો વી આર હેલ્થ કોન્શિયસ…

શાકાહાર પ્રત્યેનું વલણ દેશ વિદેશમાં વધતું જ જાય છે. કેટલીકવાર તેમાં અતિરેક પણ થતો જોવા મળે છે. માત્ર દેખાદેખી ખાતર લોકો બેફામ શાકભાજી ખાતા હોય છે તો આદિમાનવની જેમ કાચેકાચા પેટમાં પધરાવતા હોય છે. રોગ, ઋતુ, પ્રકૃતિ, દેશ, ઉંમર, પ્રકાર વગેરેને ધ્યાનમાં રાખીને વિવેક વિચાર કરી શાક ખાવા જોઈએ.

વિટામીનવાદિયો , ખનીજતત્વોના ચાહકો જાણી લ્યો કે કાચા શાકો હાડકાને ચીરી નાખે છે, નેત્રને હણે છે. વર્ણ, રક્ત તથા વીર્યનો નાશ કરે છે તેમજ સ્મૃતિ અને ચાલવાની ગતિને ચોક્કસ હણે છે.

અને આ સ્પ્રાઉટસ મળને થોભાવી દેનારા, ભારે, રુક્ષ, અગ્નિ મંદ કરનારા તેમજ વધુ મળ કે અપાન વાયુ (તેજ હવા કા ઝોંકા–એઝ ઇન હમ દિલ દે ચુકે સનમ…) કરનારા છે….એ વિરુદ્ધ આહાર છે.

આપણાં પૂર્વજો પણ આટલોબધો શાકાહાર નહોતા કરતા. તેમના હાડકાની મજબુતાઈ ભીમ-જરાસંધના ઉદાહરણોથી વિખ્યાત છે જ. શાકો ખાઈખાઈને એશ્વર્યાઓ કે કેટરીનાઓ ધોળી થઇ હોય તો આટલા બધા ક્રીમો લગાવવાની જરૂર કેમ??? આંખોની હોસ્પિટલો, હાડકાના દવાખાનાની લાઈનો લાંબી જ હોય છે. વર્તમાન પુરુષોમાં શુક્રાણુંની સંખ્યા દિન-પ્રતિદિન હિરોઈનોના કપડા ની જેમ ઘટતી જ જાય છે. (જેના માટે જો કે બીજા પણ ઘણા કારણો જવાબદાર છે). સ્મૃતિ તો ઘટી જ છે.

શાક/ સ્પ્રાઉટસનો ભારેપણાનો ગુણ દુર કરવા તેમાં હિંગ, જીરાનો વઘાર તલના તેલ માં કરવો. તે પાકી જાય પછી તેમાં સિંધવ, સહેજ ખટાશ તથા હિંગનું પાણી નાખવું. બધા જ શાક આ મુજબ જ વઘારીને ખાવા.

ચોમાસામાં નવા પાણીમાં પાકેલા શાકભાજી ન ખાવા કે નવું અન્ન ન ખાવું.

બસ આયુર્વેદ ના બાકીના નવા વહેમો ફરી ક્યારેક જોઈશું. પરંતુ દોસ્તો ત્યાં સુધી આટલા વહેમોમાંથી તો આજે બહાર આવીશું ને??

ઇતિ શુભમ…

આર્ટિકલનો બીજો ભાગ વાંચવા અહીં ક્લિક કરો.

eછાપું

તમને ગમશે: કોંગ્રેસ હજીપણ મોદીને ભારતના વડાપ્રધાન માનતી નથી એ ફરીવાર સાબિત થઇ ગયું

54 COMMENTS

 1. એ બધું ઠીક પણ આ બિલાડીઓ ને કાઢવા કોઈક તો ડોબરમેન લાવો..
  બાકી લેખ તો સુપર છે..

 2. 100% true Gaurang Bhai.
  We are seeing this kind of patients in our day to day opd practice. If they are successful then give the full marks to an baba or ashram, but if they are fail in this kind of experiment they are blaming on Ayurveda. They are ready to give thousands of rs to this kind of false practising people but not ready to give only 500 rs to Ayurved consultant

 3. Now time has come to show the right face of Ayurveda to public and your article will help a lot. Kindly keep it up.

 4. આપણા લોકોની માનસિકતા જ એવી છે કે પોતાની બુદ્ધિ થી સારા ખરાબ કે સાચા ખોટા નો વિચાર કર્યા વિના બા બાપુ એ આદેશ આપેલ કે વોટ્સેપ ફેસબુક મા આવેલ વાતનો તરત સ્વીકાર કરી લેશે. ભીડ ના પડે ત્યાંસુધી તો ડોક્ટર ની વાત નો પણ સ્વીકાર કરતા નથી અને – એ તો ડોક્ટર છે, બીવડાવે આવી માનસિકતા હોય છે.
  આજના માર્કેટીંગ ના યુગમાં ખોટુ બોલવુ, મોટેથી બોલવુ અને વારંવાર બોલવુ આ નિયમ ને અનુસરીને આવા લેભાગુઓ આયુર્વેદ, હર્બલ અને દેશીના નામે ચરી ખાય છે. એમનો એક જ સિદ્ધાંત હોય છે – કમાણી કરવી. વર મરે કે કન્યા મરે એમને એમના તરભાણા ભરવામાં જ રસ હોય છે. આ તેલ લગાડતી વખતે હાથમોજા પહેરજો બાકી હથેળીમાં વાળ ઉગશે. આવા તૂત ચલાવે છે. લોકોને ખબર નથી કે હથેળીમાં વાળ ઉગે એવી ગ્રંથિ જ નથી, અને આવી જાહેરાત થી અંજાય જાય છે. પછી ટાલમાં ગમે એટલી બોટલ ઘસે તોય એક વાળ ઉગતો નથી. પણ તેલ ની બોટલ વાળાનુ કામ થઈ ગયુ એની બોટલ વેચાય એટલે એની કામ પુરૂ. સીસ્ટમ ના છીંડા એટલા હોય કે કદાચ તમે કાયદાકીય પ્રક્રિયા મા પડો તોય તેના કરતા તમારે હેરાનગતિ વધુ સહન કરવાની આવે.

 5. ખૂબ સરસ ગૌરાંગ…સચોટ ચાબખા સમાજ અને વૈધજગત પર..

 6. અમુક તો slogans આવ્યા છે..
  કાચુ એ સાચુ, રંધાયેલું એ ગંધાયેલું …?

  Khub j Sachi vat 6 Guarnag bhai salute????
  Aa badha same ayurved vala e મોરચો જ કરવો પડશે.

 7. Haju ganu khute che.. samaj ma avu prastapit karava ni jarur Che k ayurved degree vagarana Loko pase thi k baba o na k koi pan medical store par ayurved doctor Ni Salah lidha vagar lidheli dava kyarey Kam na kare.. (kyarey samprapti vigatan na Kari sake).. rahat thay khari pan Rog na mate..

 8. Thank you gurangbhai.amara jeva general practicener dr.ne rojbaroj ni practice ma ak anubhav avo thay tyare am thay k smaj ma degree vagar jo badha treatment kare che tya lino thay che to apne degree levani su jarur hati . Pan anu ak karan apna ayu.jagat ma samp no abhav che apne badhe bhega thai ne ana mate kaydo lavvo joe k degree sivay koi pan dava api na sake k banavi sake.mara clinic ni same degree vagar ayu.dava ni frenchase lidhel che ama total pt.ne samjavva valo staff samanya vyakti che tenu ghanu saru chale tyare am thay k to pachhi degree levani su jarur che .Ana mate apne badhaye kaik karvu joie jaldi jagrut nahi thaie to mane lage chhe k pt ne have dr.ni jarur nahi rahe.panchkarm center pan have non Ayurveda loko kholi rahya che.

  • જરૂર એ દિશા માં સરકાર નક્કર પગલા લે એવું કરીશું જ… આભાર

 9. વેકેશન માં આયુર્વેદ ના ટેન્ટ નાખી દરેક જગ્યા એ દવા વેહચવા આવી જય છે

 10. આયુર્વેદ એટલે કોઈ રસ્તા પર બેસતા “ખાનદાની દવાખાના” વાળા કે ડોસીમાનું વૈદુ માત્ર નથી. એ વાત લોકો સમજે તેવા સક્રિય પ્રયત્નો કરવા બદલ ધન્યવાદ ગૌરાંગ ભાઈ.

 11. Congratulations Vd. Gaurangbhai for this article.
  We can’t directly fight with these types of miracle practices but we can declare that what is miracle practices as well as non aurvedice therapies through news papers.
  We can educate people that what is ayurved therapies & what is kitchen therapies..
  When people will know the difference between Ayurveda & miracle practices (which is not a part of Ayurveda), than automatically we will free from these missunderstandings…
  We must fight against misunderstanding…
  Carry on, we r with u…
  I m at Canada this time, & I will definitely try to write one article on this subject to publish in Guj.Newsline…..
  All the best….
  Vd. SATISH SONI
  +919825851523

 12. ખુબ જ ધારદાર કલમ છે આપની
  આવુ જ લખતા રહો તેવી શુભેચ્છા

 13. જોરદાર ગૌરાંગભાઇ…. હવે તો આવી માનસિકતા બદલવી જ રહી !

 14. જોરદાર ગૌરાંગભાઇ…. હવે તો આવી માનસિકતા બદલવી જ રહી !

 15. અરે લોકો તો મેળા વગેરે મા તમ્બુ નાખી ને બેઠેલા કહેવાતા આયુર્વેદ ધુરંધર પાસેથી 500 500 રુ ના ટીકડા બેજીજક લઈ લે છે. કેમ ના લે 7 દિવસ ને 15 દિવસ ની ગેરન્ટી જો આપે છે. પણ પછી તો તમ્બુ ક્યા ને બાબા ક્યા. બસ પછી તો આયુર્વેદ ને કોસવાનુ.

 16. સરસ રીતે આપે સમજાવ્યુ, છતાં લોકો ની આંખ ના ખુલે તો જ નવાઈ . શુદ્ધ આયુર્વેદ ના બદલે અમુક તત્વો લોકો ને આંજી દઈ પોતાને લાભ થાય એવું કરી રહ્યા છે, એ સરસ સમજાવ્યું .

 17. Exactly! We have to change such a mentalities..
  વધુ માં એક વાત કેવાની કે…લાખો રૂપિયા ખર્ચી અને ૫.૫ થી ૮ વર્ષ બગાડી ને આપડે આયુરવેદાચાર્ય ની ડીગ્રી મેળવી એ છીએ..સાચું ને???
  આજકાલ બધા ન્યૂઝ પેપર માં આવતી વિકલી પૂર્તિ ઓ માં દેસી / ઘર ગથથું ઉપચાર ના નામે ઘણા bams / MD doctors મોટા ભાગ ના રૂટીન રોગો માં ઈલાજ with dose publish કરી દયે છે.. શું એ યોગ્ય છે??? જે લોકો bams કર્યું છે એ લોકોને ખબર જ છે કે.
  આયુર્વેદીક ક્લિનિક સેટ થતાં કેટલી વાર લાગે છે…એમાં બી લોકો પૂર્તિ ઓ માંથી વાચી ને નાના મોટા ઉપચાર જાતે કરી લેશે તો… સામાન્ય (નાનું) આયુર્વેદિક ક્લિનિક ધરાવતો માણસ GP તરફ જ વળસે…so…do something about that…
  આયુર્વેદ ને promote કરતા લેખો આપો…publish કરતા નહી…

  • Ha ena maate Sarkar and Gujarat ayurved registration board ne action leva letter lakhya che but result is 0..

 18. આયુર્વેદ મફત નથી. આપની આ વાત સાથે સહમતછું. આ માટે અષ્ટાંગહ્રદયને ટાંકી શકાય. સુત્રસ્થાન – ચિકિત્સાના ચતુસ્પાદ- આઢ્યોરોગી: રોગી ધન ખર્ચી શકે તેવો હોવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here