શ્રીદેવી ની એ દસ બોલીવુડ ફિલ્મો જે તમે ક્યારેય નહિ ભૂલી શકો

0
682
Photo Courtesy: asridevi.blogspot.in

શ્રીદેવી  ભલે અવસાન પામ્યા હોય પણ તેમણે બોલિવુડ તેમજ અન્ય ભાષા જેવી કે તમિલ, તેલુગુ , મલયાલમ  ફિલ્મોમાં નીભાવેલા કિરદાર એમને હંમેશા આપણી વચ્ચે જીવંત રાખશે .  એક બાળકલાકાર તરીકે ફક્ત ૪ વર્ષની ઉમરમાં તેમણે તેમનું ફિલ્મી કેરિયર શરૂ કર્યું હતું. તેમના ઘણા મુવીમાંથી મને આ થોડાક બોલીવુડ મુવી અને તેમાં તેમણે બોલેલા ડાયલોગ હંમેશા યાદ રહેશે .

Sadma (1983)

આમાં શ્રીદેવીના ભોળપણ દર્શાવતા દમદાર અભિનયને હંમેશા લોકો યાદ રાખશે  અને આજે જ્યારે શ્રીદેવી આપણી વચ્ચે નથી ત્યારે આ મુવી નું એ ગીત હંમેશા યાદ આવશે “ એય જીદગી ગલે લગા લે…” કદાચ શ્રીદેવીની કારકિર્દીનો આ શ્રેષ્ઠ અભિનય હતો.

Nagina (1986)

તમે ગમે તેટલી ટીવી સિરિયલો કે મુવી  માં નાગિન જોઈ લો પરંતુ ‘નાગિન’ શબ્દ જ્યારે તમારા મગજમાં આવે ત્યારે તમારા મગજ માં ફોટો તો નગીનાની શ્રીદેવી નો જ આવશે. એ સમયે એક અલગ જ કોન્સેપ્ટ પર બનેલી આ ફિલ્મ નું નાગિન નું પાત્ર એટલે શ્રીદેવી જ એવી છાપ છોડી ગયું હતું . જેનો બીજો ભાગ પણ ‘નિગાહે’ (1989) માં રજુ થયો હતો . આજે પણ અંતાક્ષરી રમવા બેસો અને ‘’મ’’ આવે ત્યારે મૈ તેરી દુશ્મન દુશ્મન તું મેરા મૈ નાગિન તું સપેરા ગીત હંમેશા યાદ આવશે આ ગીતમાં શ્રીદેવીનું પરફોર્મન્સ જોરદાર હતું.

Mr India (1987)

શ્રીદેવીનું ફિલ્મનું ચયન હંમેશા જોરદાર રહ્યું છે સદમા , નાગિન અને એના પછી Mr India (1987)  આ ફિલ્માં “હવા હવાઈ” અને “કાટે નહીં કટતે એ દિન યે રાત” એ વખતે તો આવું બોલ્ડ સોગ કરવું ખુબ અઘરું હતું મોટા ભાગે આપણને ગીત જ યાદ રહે છે એનો વિડીયો યાદ રહેતો નથી પણ આ એવા ગીત હતા કે જે શ્રીદેવીનાં કારણે વિડીયો પણ યાદ રહેતા હતા. એ વખતે નાગિન અને મિસ્ટર ઇન્ડીયા માટે શ્રીદેવી ને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળેલો.

તમને ગમશે: સોશિયલ મિડિયા હવે બની ચૂક્યું છે ‘સો સ્પેશિયલ મિડિયા’

ChalBaaz (1989)

જ્યારે મુવીમાં રજનીકાંત અને સની દેઓલ જેવા બે જોરદાર એક્ટર હોય તેમ છતાં આ મુવી માટે નોધ તો ફક્ત શ્રીદેવીના જોરદાર અભિનયની જ લેવાઈ હતી ડબલરોલ માં શ્રીદેવી અંજુ અને મંજુ છવાઈ ગઈ હતી. “ના જાને કહા સે આઈ હૈ ના જાને કહા કો જાયેગી દિવાના કિસે બનાએગી યે લડકી” આ ગીતથી શ્રીદેવી એ લોકોને દિવાના બનાવી દીધા હતા . 1990માં આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એક બાજુ ઈનોસન્ટ અને બીજી બાજુ તોફાની એવા અંજુ અને મંજુ નાં જોરદાર અભિનય હમેશા લોકો ને યાદ રહી ગયો છે આ ફિલ્મ ની આજે પણ રીપીટ વેલ્યુ છે .

Chandni (1989)

“રંગ ભરે બાદલ સે તેરે નૈનો કે કાજલ સે મેને ઇસ દિલ પે લિખ દિયા તેરા નામ ‘’ચાંદની’’ ઓ મેરી ચાંદની” આ મુવી નું નામ આવે એટલે  શ્રીદેવી  નો ચાંદની તરીકે નો ચહેરો તમારી સામે આવીને ઉભો રહી જાય . આ સોંગ શ્રીદેવીએ પહેલીવાર  Jolly Mukherjee સાથે ગાયુ હતું .

Lamhe (1991)

Photo Courtesy: asridevi.blogspot.in

માં અને દિકરી બન્ને નાં કિરદાર એક જ મુવીમાં શ્રીદેવીએ નિભાવ્યા હતા . ટૂંકમાં ચાલબાઝ મુવી પછી બે રોલ પણ આ ફિલ્મમાં શ્રીદેવીએ એક એજેડ મહિલાનો અને એક યંગ છોકરીનો રોલ બખૂબી ભજવીને પોતે ખરા અર્થમાં વર્સેટાઈલ એક્ટ્રેસ હતા એ સાબિત કરી આપ્યું હતું.

Khuda Gawah (1992)

સુપર સ્ટાર અમિતાબ બચ્ચન જોડે હોવા છતાં આ ફિલ્મ માં શ્રીદેવી એ પોતાના અભિનય થી લોકો નાં દિલ જીત્યા હતા અને અહીં પણ યુવાન અને વૃદ્ધ એમ બે પ્રકારના રોલ કરીને પોતાની સમર્થતા ફરીથી પ્રસ્થાપિત કરી હતી.

Judai (1997)

એક મેરીડ મિડલ ક્લાસ સ્ત્ર ની પૈસાદાર થવાની ઘેલછા અને પૈસાદાર થયા પછી ફરીવાર પ્રેમ અને પરિવાર ને પામવાની ઈચ્છા વચ્ચે જોલા ખાતી સ્ત્રી નું જોરદાર ચિત્રણ શ્રીદેવી એ પોતાના અભિનય થી કર્યું હતું .

English Vinglish (2012)

લોકો કહે છે કે આ તેમનું કમબેક મુવી હતું પણ શ્રીદેવી તો ક્યારેય તેમના ચાહકો નાં દિલમાંથી ગયા જ નથી . “મેરે ફેવરેટ સબ્જેક્ટ મેં ફેલ હોકે દુસરે સબ્જેક્ટમેં પાસ હોને કા ક્યા ફાયદા ?”

Mom (2017)

શ્રીદેવી  અંગે અગાઉ કીધું એમ કે તેઓ એકલા હાથે મુવી ખેચવાની તાકાત રાખે છે જોરદાર થ્રીલીગ મુવી અને એવો જ જોરદાર અભિનય શ્રીદેવી દ્રારા “ભગવાન હર જગહ નહીં પહોચ સકતા ઉસી લિયે ઉસને મા કો બનાયા હૈ” જેવા દમદાર ડાયલોગ હંમેશા યાદ રહેશે.

આમ તો શ્રીદેવી ની બેસ્ટ  દસ હિન્દી ફિલ્મોનું સિલેકશન કરવું અઘરું છે કેમકે એવી ઘણી મુવી છે જેમાં એમનો અભિનય બેસ્ટ રહ્યો છે.  શ્રીદેવીનું ફિલ્મ અને રોલ સિલેકશન કમાલનું હતું દરેક ફિલ્મ માં એક અલગ જ ભૂમિકામાં જોવા મળે અને ટિપિકલ બોલીવુડ એકટ્રેસ ની જેમ મુવીમાં શો પીસ નહીં પણ પોતાના ખભા પર મુવી અને થીયેટર સુધી ઓડિયન્સ ખેચવાની તાકાત એમને અલગ બનાવતી હતી. તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો આ એક પ્રયાસ માત્ર છે બાકી તેઓ પોતાના અભિનય થી આપણા દિલો માં હમેશાં જીવંત રહેવાના છે .

ॐ શાંતિ…

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી ..

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here