હેલ્થ: 6 ખરાબ આદતો, જે તમારી ઉંમર ખૂબ ઝડપથી વધારી દે છે

ટેક્નોલોજી સાથે સતત વિકસતા અને પર્યાવરણીય ફેરફારોમાંથી ગુજરતા આ યુગમાં માનવ પોતાના શરીર પ્રત્યેની તકેદારી યોગ્ય રીતે રાખે તે જરૂરી છે. અહી જણાવેલ અમારા હેલ્થ ગૂડનેસ બ્લોગની માહિતીથી તમને ફક્ત યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપવા પ્રયત્ન કરેલ છે.

0
407

તંદુરસ્ત, સ્ફૂર્તિલી જીવનશૈલી તમને લાંબુ જીવન જીવવા માટે જ નહીં, પણ તમારા જુવાન દેખાવા માટે પણ જવાબદાર છે.
આપણામાંના મોટાભાગના લોકો ખૂબ જ ઇચ્છા સાથે રીતે, શરીરના દેખાવ મુજબ વય/ઉંમર હોવાનો મોહ રાખે છે. અથવા તો, ઓછી ઉંમરે ખરેખર ઉંમર કરતાં વૃદ્ધ નથી લાગતા કે અનુભવતા તેનું ધ્યાન રાખતા હોય છે.

તમને ખબર હશે કે, બધું જ જીનેટિક્સ પર આધારિત છે. પરંતુ ખરેખર રીતે, ચોક્કસ શિસ્ત અને સારી ટેવોના પાલનથી આપણી મનધારી ઈચ્છા પ્રાપ્ત થઈ શકે છે.

જાણો, એવી મુખ્ય 6 ખરાબ બાબતો જેને જીવનમાંથી દૂર કરતાં તે તમને જલ્દીથી વૃદ્ધ થતાં રોકી શકે છે તથા તમને સ્વસ્થ, સુંદર અને ખીલેલી ત્વચા આપી શકે છે. આ બધું પામવા માટે નીચે આપેલી 6 ખરાબ આદતોને શક્ય તેટલી  ટાળવાનો પ્રયાસ કરો.

1. ધૂમ્રપાન (Smoking)

• આપણા સૌ માટે પહેલાથી જ આ એક જાણીતી હકીકત છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ પુરવાર થયેલ છે કે, ધૂમ્રપાન કરવાથી શરીરના તમામ અવયવોને અસર થાય છે.
• આ અસરોમાં ઓછી પરંતુ ગંભીર આડઅસર એ છે કે, તે ત્વચાની સામાન્ય વૃદ્ધત્વ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. જે પરિણામે અનિચ્છિત કરચલીઓ બનાવે છે.
• ધૂમ્રપાન કરવાથી ફેફસામાં આવેલા અવયવો કે જેમની સપાટી પરથી શરીરમાં ઓક્સિજનની આપ-લે થતી હોય એ ખૂબ જ નુકસાન પામે છે. જેથી શરીરમાં ઓક્સિજન ખૂટે છે.
• આ કારણોસર શરીરમાં બળતરા વધે છે, જેનાથી ત્વચાના કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનને નુકસાન થાય છે.
• આમ ત્વચા નાની ઉંમરે ઢીલી અને કરચલીઓવાળી થાય છે.
• ધૂમ્રપાન છોડવું એકંદરે તમારા સંપૂર્ણ આરોગ્યને લાભ કરશે.

2. તાણ (Stress)

• તણાવ કે તાણ કહેવાતી આ આદત શરીરમાં અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અને ‘અલ્ઝાઈમર’ રોગ જેવી ઘણી ગંભીર બિમારીઓનું કારણ બને છે.
• ઘણા લોકો નથી જાણતા કે, તાણ તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાને વેગ આપી શકે છે. તમને શારીરિક રીતે પણ કમજોર બનાવી શકે છે.
• તાણથી શરીરમાં લોહી પરિભ્રમણમાં ફેરફારો થાય છે. જે ડાયાબિટીસ, લો અને હાઇ બ્લડપ્રેશર જેવી બીમારી પણ આપી શકે છે.
• આ કુટેવથી પણ શરીરમાં બળતરા થાય છે, જે ત્વચાના તંતુઓ સહિત શરીરના વિવિધ ભાગોને નુકસાન પહોંચાડે છે. તેનાથી ત્વચા નિસ્તેજ અને નિર્જીવ લાગે છે.
• તણાવ શરીરના કોષોને પણ નુકસાન પહોંચાડે છે, જે શરીરના અકાળે વૃદ્ધત્વનું કારણ બને છે.
• તમે તમારા તણાવને દૂર કરવા માટે મેડિટેશન કરી શકો છો. યોગનો અભ્યાસ કરી શકો છો અથવા કોઈ તમારી ગમતી મનોરંજન પ્રવૃત્તિ કરી શકો છો.

3. સીધો તડકો (Direct Sun heat)

• સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં ત્વચાનું લાંબો સમય સતત સંપર્કમાં આવવું એ ત્વચાના રેસાઓને નુકસાન પહોંચાડે છે.
• ત્વચાના સ્થિતિસ્થાપક રેસાઓ ત્વચાને દ્રઢ બનાવવામાં મદદ કરે છે. જ્યારે તેઓ ક્ષતિગ્રસ્ત થાય છે, ત્યારે ત્વચા કરચલીયુક્ત અને ઢીલી થવા લાગે છે.
• સૂર્યપ્રકાશના સતત સંપર્કમાં ચહેરા, હાથ અને અન્ય શરીરના ખુલ્લા ભાગ આવતા ચામડી પર ફોલ્લીઓ થાય છે. જે ચામડીના સ્વાસ્થ્યને નુકસાન કરે છે.
• તડકામાં નિકળતાં પહેલાં તમારે તમારા હાથ અને ચહેરા પર સનસ્ક્રીન લગાવવું જ જોઇએ.
• શરીરને વધારે ખુલ્લુ ના રાખતા, કોટન કપડાથી મો અને હાથ ઢાંકેલા રાખવા જોઈએ.

4. ઓછી ઊંઘ (Lack of required sleep)

• આપણામાંના ઘણા લોકો અનુભવતા હશે કે, ઊંઘવાના સમય દરમિયાન જાગ્યા બાદ આંખો આજુબાજુ ઘેરા, શ્યામ વર્તુળો રચાય છે.
• નિંદ્રાની સતત અછત માત્ર ડાર્ક સર્કલ જ નહીં પણ વૃદ્ધત્વના અન્ય ચિહ્નો પણ અપેક્ષા કરતા ખૂબ વહેલા આપી શકે છે.
• કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જલસના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે; એક રાતની અપૂરતી ઊંઘ પણ પુખ્ત વયની ઉમરના મતલબ કે 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના વયસ્કોના કિસ્સામાં શરીરના ઉંમરના કોષોની વૃદ્ધિ ઝડપી બનાવી શકે છે.
• ઊંઘની અવગણનાથી ત્વચા અકાળે વૃદ્ધ થાય છે. સાથે સાથે સૂર્યના હાનિકારક કિરણો સામે લડવાની ત્વચાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે.
• પૂરતી ઊંઘ શરીરના કોષોને એમની જરૂરિયાત મુજબ ઝડપથી સાજા થવામાં મદદ કરે છે.
• શરીરને અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 6 થી 7 કલાક સૂવું જોઈએ.

5. કસરતનો અભાવ (No excersice)

• નિયમિત વ્યાયામ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે, આથી ત્વચા તેજસ્વી દેખાય છે.
• વિવિધ સંશોધનોએ સાબિત કર્યું છે કે, નિયમિત કસરત કરવાથી લોકો ધીરે ધીરે વધતી વય સાથે તંદુરસ્ત અને વધુ મહેનતુ જીવન જીવે છે.
• UKની બર્મિંગહામ યુનિવર્સિટીએ વર્ષ 2018માં એક અભ્યાસ હાથ ધર્યો હતો.
• જેમાં તેઓએ વૃદ્ધ લોકો કે જેમણે પોતાના જીવનમાં સતત, નિયમિતપણે કસરત કરી હોય તેમને તેમના જેટલી જ અને તેમનાથી જુવાન લોકો કે જેમણે કસરત નથી કરી હોતી એમની સાથે સરખાવ્યા.
• અભ્યાસમાં તારણ નીકયું છે કે; જે લોકો નિયમિતપણે કસરત કરે છે, તેઓમાં અન્ય બે જૂથોની તુલનામાં વૃદ્ધત્વના ઓછા ચિહ્નો દર્શાવ્યા હતા.
• ડોકટરોનું પણ માનવું છે કે, દિવસમાં પરસેવો થાય અને હાંફ ચડે એમ ફક્ત અડધો કલાક કસરત કરવી એ તમારા શરીરને તંદુરસ્ત અને આરોગ્યપ્રદ રાખવામાં પૂરતું છે.

6. દારૂનો નશો (Alchoholism)

• આલ્કોહોલ શરીરમાં ડિહાઇડ્રેશનનું (પાણીના અભાવનું) કારણ બને છે અને તેને વિટામિન A પણ ઘટાડે છે, જે વિટામિન ત્વચાને તંદુરસ્ત અને જુવાન રાખવા માટે જરૂરી છે.
• આલ્કોહોલનું સેવન તમારા શરીરમાં માત્ર ટ્રાઇગ્લાઇસેરાઇડ્સના સ્તરમાં (ચરબીના સ્તરમાં) વધારો કરે છે.
• વધુ પડતાં આલ્કોહોલ સેવનથી નાની ઉંમરે પણ અનિચ્છિત રેખાઓ અને કરચલીઓ બનાવે છે.
• આલ્કોહોલનું સેવન સમયની સાથે વૃદ્ધત્વના આ સંકેતોને સ્પષ્ઠ બનાવે છે.
• આલ્કોહોલ ત્વચાને શુષ્ક બનાવે છે, આથી તે નિસ્તેજ અને નિર્જીવ દેખાય છે.
• આ અસરોને ટાળવા માટે તમારી વધતી ઉંમરની સાથે સાથે આલ્કોહોલનું સેવન પણ ઓછું કરવું જરૂરી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here