કોરોના મહામારીને લીધે ભારત સરકારે છેલ્લા 3 મહિનાથી જનહિતને ધ્યાનમાં લઈને ભીડભાડ રહેતી જગ્યાઓ અને જાહેર સ્થળો પર લોકો માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. કોરોનાની હયાતી સામે લાચાર રહીને જનજીવન સાવચેતી સાથે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે સરકાર હસ્તક એક પછી એક પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યા છે.
આજે, 6 ઓક્ટોબરે, ઇન્ફોર્મેશન એંડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી દ્વારા સિનેમા હોલ તેમજ મલ્ટીપ્લેક્સ ફરીથી ખોલવા અંગેના નિયમો દર્શાવતા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (SOP) જાહેર કરવામાં આવ્યા છે.
દેશના આર્થિક વ્યવહારનો ખાસ હિસ્સો ગણાતા સિનેમા જગતને ધ્યાનમાં લેતા ભારત સરકારે આખરે 15 ઑક્ટોબરથી દેશમાં સિનેમા/થિએટર્સ/મલ્ટીપ્લેક્સ ખોલવા અંગે આદેશ આપ્યા છે.
સરકારે સિનેમા/થિએટર્સ/મલ્ટીપ્લેક્સ ખોલવા મંજૂરી આપી છે, પરંતુ સાથે સાથે કડક નિયમો સાથેની સૂચિ પણ અમલમાં લાવી છે.
આ નિયમોનું સિનેમા/થિએટર્સ/મલ્ટીપ્લેક્સના માલિકોએ તેમજ તેનો વપરાશ કરનાર લોકોએ પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સરકારે આપેલ ગાઇડલાઇન અને નિયમોની સૂચિ
- ઓડિટોરિયમની ક્ષમતા પ્રમાણે 50% થી વધુ દર્શકોને પ્રવેશ ન હોવો જોઈએ.
- ચોક્કસ શારીરિક અંતર રાખીને બેઠક જાળવવી.
- સોશિયલ ડિસ્ટન્સીન્ગ પ્રમાણે “નોટ ટુ બી ઓકયુપાઈડ” જેવી બેઠકો અલગથી ફાળવેલી હશે.
- દર્શકોને હેન્ડ વોશ અને હેન્ડ સેનિટાઈઝરની સુવિધા આપવી ફરજીયાત.
- આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ દરેક વ્યક્તિ દ્વારા કરાવવામાં આવશે.
- થર્મલ સ્ક્રીનિંગ દ્વારા દરેકનું તાપમાન તપાસવામાં આવશે અને બિલકુલ પણ લક્ષણ ન ધરાવતા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે.
- લોકોએ પણ તેમના અને અન્ય લોકોના સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખીને, સહેજ પણ બીમારી જેવા લક્ષણો જણાય તો ઓથોરિટીને જાણ કરવાની રહેશે.
- અલગ અલગ સ્ક્રીન ધરાવતા થિએટરોમાં શો ટાયમિંગ લોકોની ભીડ ના રહે એમ ગોઠવવામાં આવશે.
- કોઈપણ જાતના પેમેન્ટ ઓનલાઇન પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે.
- બોક્સ ઓફિસ અને થિએટરના અન્ય એવા ભાગોનું નિયમિત પણે ઇન્ફેકશન રહિત કરવા થતાં ચેકિંગ અને સાફ-સફાઇ થશે.
- બોક્સ ઓફિસ પર વધુ લોકોની ભીડ ન થાય તે હેતુસર જરૂરી પ્રમાણમાં વધુ કાઉન્ટર રાખવામાં આવશે.
- બોક્સ ઓફિસ પર થતી લાઇન માટે શારીરિક અંતર જાળવવા જમીન પર ચોક્કસ માર્કર કરીને બનાવેલ ચૉકઠાઓ હશે.
- સંપૂર્ણ દિવસ દરમિયાન ટિકિટબારી ટિકિટ લેવા ખુલ્લી રહેશે. તેમજ, એડવાંસ બૂકિંગ દ્વારા ટિકિટ લેવા પણ વધુ મહત્વ આપવામાં આવશે.
- સિનેમાના વચ્ચે મળતા બ્રેક/ઇન્ટરમિશન વખતે લોકોએ વધુ અવર-જવર ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
- થૂકવા પર સંપૂર્ણ અને કડક રીતે પ્રતિબંધ હશે.
- શ્વાસોછ્વાસ અંગે લોકોએ સંપૂર્ણ શિષ્ઠાચાર જાળવવાનો રહેશે.
- ફક્ત પેકેજવાળા ખાલી-પાણી જ માન્ય રાખવામાં આવશે. કોઈપણ પ્રકારે બહારથી ડીલીવરી થતાં ફૂડ માન્ય રાખવામાં નહીં આવે.
- ખાણી-પીણીના વધુ કાઉન્ટર ઉપલબ્ધ થશે.
- સ્ટાફ માટે હેન્ડગ્લોવ્સ, બૂટ્સ, માસ્ક, PPE કીટ, વગેરે જેવા સંશાધનો પૂરા પાડવામાં આવશે.
- લોકોના કોન્ટેક્ટ નંબર લેવામાં આવશે.
- ઓડિટોરિયમમાં ACમાં 24 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીનું જ તાપમાન જાળવવામાં આવશે.
- મૂવી શરૂ થાય એ પહેલા, પછી અને ઇન્ટરમિશન દરમિયાન જાહેર રીતે માસ્ક પહેરવા, શારીરિક અંતર જાળવવા અને હાથની સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપવામાં આવશે.
- COVID-19 ને લઈને કોઈપણ નિયમોનું ચોક્કસ અને શિસ્તપણે પાલન કરવામાં આવશે.
eછાપું