સ્પેશિયલ કિસાન: ટ્રેન વડાપ્રધાનનું આ સ્વપ્ન ખેડૂતો માટે સમૃદ્ધિ લઇ આવશે!

0
361

છેલ્લા મહિનાથી ચાલુ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં ઘણા જરૂરી એવા દેશહિત અને જનહિત માટે કાયદાઓ પસાર થયા છે. ખેડૂતો અને કૃષિને લઈને ગયા અઠવાડિયાથી કોઈ ને કોઈ દેખાવો અને ચર્ચા-વિચારણાઓ ચાલી રહ્યા છે. આ વચ્ચે, પસાર થયેલા કાયદાઓ દેશમાં ચાલી રહેલા કૃષિ સુધારણા પર અસર દેખાડવા માંડ્યા છે.

આ વર્ષના બજેટમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતો માટે સ્પેશિયલ કિસાન ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

5મી જૂને આંતરરાષ્ટ્રીય કૃષિ-વ્યવસાયને મંજૂરી આપતા વટહુકમના પગલે આ પ્રક્રિયાએ વેગ પકડ્યો છે.

પ્રથમ કિસાન ટ્રેન 7 ઓગસ્ટથી સાપ્તાહિક રીતે મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર સુધી શરૂ થઈ છે.

ખેડૂત અને ગ્રાહક બજારો વચ્ચે કિસાન ટ્રેનો ચલાવવાની પહેલ બાદ કોમોડિટી બજારોનું વલણ બદલાવા લાગ્યું છે.

આંતરરાજ્ય વ્યવસાય શરૂ કરવાનો ફાયદો અ રીતે ખેડૂત અને ગ્રાહકોને મળ્યો છે. ખેડૂતોને તેમની પેદાશની કિંમત મળી રહે છે. સાથે સાથે ગ્રાહકો ફુગાવામાંથી મુક્તિ મેળવી રહ્યા છે.

આ કિસાન ટ્રેન ચાલુ થયા બાદ તેની સીધી અસર દિલ્હીના બજારમાં જોવા મળી શકે છે, જ્યાં 2 કિસાન ટ્રેનમાં 500 ટનથી વધુ ટામેટાં આવતા તેણે દિલ્લીના કૃષિબજારને બદલી નાખ્યું છે.

ખેડૂતોને તેમની પેદાશની ઉચ્ચ કિંમત મળી હતી, અને ગ્રાહકોને પણ સસ્તા દરે ટામેટાં મળી રહ્યા હતા. જ્યારે ટામેટાના ભાવ બજારમાં પ્રતિ કિલો 80 રૂપિયા પર પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ, કિસાન ટ્રેનોમાંથી આવતા ઉત્પાદનોને કારણે બજારમાં ભાવો નીચે આવી રહ્યા છે અને ડુંગળીના ભાવ પણ હાલ નિયંત્રણમાં છે.

ખેડૂતોની ખાસ માંગને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનના આવન-જાવન સમયગાળાને અઠવાડિયામાં ત્રણ વખત કરવામાં આવ્યો છે અને ટ્રેનને બિહારના મુઝફ્ફરપુર સુધી લંબાવવામાં આવી હતી.

એટલું જ નહીં, સરકારે તેની સફળતાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને મહારાષ્ટ્ર સાથે જોડી દીધી છે અને લિન્ક ટ્રેન જોડી સોલાપુર નજીક આવેલા અંગોલા અને પૂનાથી શરૂ કરવામાં આવી હતી.

બીજી ટ્રેન 9 સપ્ટેમ્બર, 2020ના રોજ અનંતપુર, ન્યૂ આદર્શનગર અને દિલ્હી વચ્ચે દોડી હતી.

આની અસર એ થઈ હતી કે, જે ઉત્પાદનો બજારમાં ઊંચા ભાવે વેચાઇ રહ્યા હતા, તેમના ભાવ નીચે આવવા લાગ્યા છે. કારણ કે, બજારમાં મધ્યમ બનીને ઉત્પાદનોનો સંગ્રહ કરતાં લોકોએ બજારમાં ભાવો વધારીને રાખ્યા હતા.

કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં, જ્યાં કૃષિનો વ્યવસાય વિશાળ હતો, ત્યાં કિસાન ટ્રેનના લીધે ખેડૂતોને વાજબી ભાવો મળ્યા છે. અને હાલમાં, આ ટ્રેનોની કામગીરીને જોતા ઘણા રાજ્યોએ કિસાન ટ્રેનો ચલાવવાની માંગ કરી છે.

અત્યારે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રથી લઈને દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી દાડમ, કેળા, નારંગી, ડુંગળી, કોબી, ઇંડા, બરફમાં સાચવેલી માછલી, લીંબુ, મશરૂમ, આદુ, કેપ્સિકમ સહિત અનેક શાકભાજી અને ખોરાકની અવરજવર થઈ રહી છે.

ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, બંગાળથી પણ ખેડૂતોએ આ ટ્રેનો ચલાવવાની માંગ કરી છે.

હાલમાં, નાગપુર અને દિલ્હી વચ્ચે નારંગી માટે કિસાન ટ્રેન ચલાવવાની યોજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ઓક્ટોબરના બીજા અઠવાડિયાથી કાર્યરત થઈ જશે.

જ્યારે દેશમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના રાજ્યો વચ્ચેની વધુ કિસાન ટ્રેનો ટૂંક સમયમાં ચલાવવામાં આવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here