RBI દ્વારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની નવી ગાઈડલાઈન્સ

0
451
Photo Courtesy: inc42.com

ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત અને સલામત બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે (RBI) 1 ઓક્ટોબર, 2020થી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગને લગતી ઘણી નવી માર્ગદર્શિકા બનાવી છે.

ગયા મહિને ભારતીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચીમાં ટેક્સેશન અને કર ચુકવણી સુરક્ષા અંગે ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.

જેને જોતાં ઘણી નેશનલ સંસ્થાઓ અને સેવાઓ પણ તેમના લોકો માટેના નિયમોમાં અને લોકોના હિત માટે ફેરફારો કર્યા છે.

દેશની તમામ બેન્કોના નિયમન પર નજર રાખતી સર્વોચ્ચ બેંક એવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ આ અંગે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે.

લોકોના હિત માટે કરેલા ફેરફારો સાથે બેન્કે ટ્રાન્ઝેક્શન ને લઈને આંતરિક સુરક્ષા વધારવા પણ ફેરફારો લાવ્યા છે.

RBI એ તમામ બેંકોને નિર્દેશ આપ્યો છે કે, જ્યાં સુધી ગ્રાહક પોતે માંગ ન કરે ત્યાં સુધી ગ્રાહકોના કાર્ડને બિનજરૂરી રીતે આંતરરાષ્ટ્રીય સુવિધા નહીં આપે.

આ પગલું ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને બનાવટી વ્યવહારને વધારતો અટકાવવાનો છે.

RBI કહે છે કે, કેન્દ્રીય બેંકની જાહેર જાગૃતિ પહેલ ગ્રાહકોને નાણાકીય નુકસાનને રોકવા માટે ATM કાર્ડના ત્રણ નિયમોનું પાલન કેવી રીતે કરી શકે તે અંગે ચેતવણી જારી કરી છે.

RBI સૂચન કરે છે કે ત્રણ નિયમો મુજબ તમારે નીચે પ્રમાણેની વાતો અનુસરવાની જરૂર છે.

  • તમારા ટ્રાન્ઝેક્સન વ્યવહારની દૈનિક મર્યાદા સેટ કરો
  • ઘરેલું/આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્સન મર્યાદા સેટ કરો
  • આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્સન મર્યાદાને ચાલુ કરો અથવા બંધ કરો

ડેબિટ કાર્ડ્સ, જેને ATM કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ ATMમાંથી રોકડ ઉપાડવા, પોઇન્ટ્સ ઓફ સેલ (PoS) ટર્મિનલ્સ અથવા ઇ-કોમર્સ (ઓનલાઇન ખરીદી) માટે નાણાં ઉપાડવા થઈ શકે છે.

ડેબિટ કાર્ડનો ઘરેલુ ઉપયોગ કરી શકાય છે, પરંતુ કાર્ડ ધારક દ્વારા વિનંતી કરવામાં આવે તો ડેબિટ કાર્ડ તરીકે આંતરરાષ્ટ્રીય વપરાશની પણ મંજૂરી મળી શકે છે.

તેનો ઉપયોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ઘરેલું ટ્રાન્ઝેક્સન અને એ પણ નિયત મર્યાદા અને શરતો સાથે સ્થાનાંતરિત કરવા માટે પણ થઈ શકે છે.

નવી માર્ગદર્શિકા મુજબ; ગ્રાહકોને ઓનલાઇન વ્યવહાર, આંતરરાષ્ટ્રીય વ્યવહારો અને સંપર્ક વિનાના વ્યવહારો માટેની પસંદગીઓ જેમ કે ઓપ્ટ-ઇન અથવા ઓપ્ટ-આઉટ સેવાઓ, ખર્ચ મર્યાદા અને અન્ય સેવાઓ માટે નોંધણી કરવાનો વિકલ્પ હવેથી મળી રહેશે.

ડેબિટ અને ક્રેડિટ બંને ધારકોને હવે ટ્રાન્ઝેક્સનની મર્યાદા સેટ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આમ આ નવી ગાઈડલાઈન્સ દ્વારા RBIએ એક તરફ બેન્કોને ડેબીટ અને ક્રેડીટ કાર્ડ્સના અનુસંધાનમાં ગ્રાહકલક્ષી બનવાનું જણાવ્યું છે તો ગ્રાહકોને પણ ડેબીટ અને ક્રેડીટ કાર્ડ્સને સમજી વિચારીને ઉપયોગમાં લેવાની સલાહ પણ આપી છે જેથી છેવટે ફાયદો તેમનો જ થાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here