રેસિપી: મેથી મટર મલાઈ અને ફલાફલ મખની કેવી રીતે બને?

0
689

હેલો ફ્રેન્ડસ! ફૂડ મૂડની નવી સીઝનની શરૂઆત એક મસ્ત વાર્તાથી કરીએ…

આ વાર્તા છે 50નાં દાયકાની. કુંદનલાલ ગુજરાલ નામની એક વ્યક્તિ, દિલ્હીમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચલાવે. તેમની મુખ્ય આવક પનીરની પંજાબી સબ્જી અને જાત જાતના ટીક્કા ઉપર આધારિત. હવે એ જમાનામાં બનાવીને તૈયાર રાખેલા ટીક્કા, તંદૂરની પાસે કે કિચનમાં એમ જ પડ્યા પડ્યા સૂકા પડી જતા હતા. હજુ ઘરો તો ઠીક, રેસ્ટોરન્ટ અને હોટેલોમાં પણ રેફ્રીજરેટર આવ્યા નહોતા, પરિણામે રોજ દિવસના અંતે બધા જ સૂકાયેલા ટીક્કા ફેંકી દેવા પડતા અને ભારે નુકસાન સહન કરવું પડતું.

આ સમસ્યાના ઉકેલ તરીકે કુંદનલાલે એક રસ્તો વિચાર્યો, અમુકથી વધુ સમય સુધી આમ જ પડી રહેલા ટુકડાઓને બટર અથવા માખણમાં સાંતળેલા ટામેટા-ડુંગળીની ગ્રેવીમાં પકવીને એક નવી જ વાનગી તરીકે પીરસવી. વાનગીને નામ આપ્યું મખની, એટલેકે જો ગ્રેવીમાં પનીરના ટુકડા પકવ્યા હોય તો પનીર મખની અને ચિકનના ટુકડા નાખીને પકવ્યા હોય તો બટર ચીકન, એવી જ રીતે જો એમાં આખા અડદ નાખીને ધીમી આંચે લાંબા સમય સુધી પકવે તો દાલ મખની.

સમય પસાર થતા આજે આ ગ્રેવી આખા ભારત અને વિશ્વમાં એટલી પ્રખ્યાત થઇ છે કે ભાગ્યે જ કોઈ નોર્થ ઇન્ડિયન ક્વિઝીન આપતી રેસ્ટોરન્ટ હશે જ્યાં તમને મખની ગ્રેવી ધરાવતી વાનગી ના મળે.

આમ જોઈએ તો સૌથી સહેલી રીતે તૈયાર થી જતી ગ્રેવી છે. અને એટલે જ આજે આ ગ્રેવીનો ઉપયોગ કરીને કેટલીક વાનગીઓ બનાવીશું.

મેથી મટર મલાઈ

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

મેથીને સાંતળવા માટે:

1 ટેબલસ્પૂન ઘી

3 કપ મેથી (ધોઈને સમારેલી)

મીઠું સ્વાદમુજબ

મખની ગ્રેવી માટે:

1 ટેબલસ્પૂન ઘી

3-4 મધ્યમ કદની ડુંગળી (સમારેલી)

લસણની કળી 8-10 નંગ

1 ઇંચ આદુનો ટુકડો

1-2 નંગ લીલા મરચાં

2 મધ્યમ કદ ટામેટાં (સમારેલા)

8-10 નંગ કાજુ

આશરે 200 મિલી પાણી

અન્ય સામગ્રી:

1 ટેબલસ્પૂન ઘી

ખડા મસાલા:

 1. 1 ટીસ્પૂન જીરું
 2. 1 ઇંચ તજ
 3. 1-2 નંગ લીલી એલચી
 4. 1-2 નંગ તમાલપત્ર

1 ટીસ્પૂન  ધાણા પાવડર

1 કપ બાફેલા લીલા વટાણા

100 મિલી પાણી

મીઠું સ્વાદમુજબ

½ કપ ફ્રેશ ક્રીમ/મલાઈ

1 ટીસ્પૂન ગરમ મસાલા

રીત:

 1. મધ્યમ તાપ પર એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં  મેથીના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી, બરાબર મિક્સ કરી 8-10 મિનિટ માટે સાંતળો. પછીથી ઉપયોગમાં લેવા માટે બાજુ પર રાખો.
 2. બીજી એક કડાઈમાં મધ્યમ તાપે ઘી ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી, ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
 3. લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરો, ટામેટાં અને કાજુ ઉમેરીને 2 મિનિટ માટે પકવો.
 4. પાણી ઉમેરી, કડાઈને ઢાંકીને 4-5 મિનિટ માટે રંધાવા દો.
 5. તૈયાર મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ગ્રાઈન્ડરમાં ફેરવીને તેની પ્યુરી તૈયાર કરો.
 6. ટામેટા-ડુંગળીને સાંતળવા માટે વાપરેલી કડાઈમાં ફરી ઘી ગરમ કરો. તેમાં ખડા મસાલા ઉમેરી, લગભગ એકાદ મિનીટ માટે સાંતળો.
 7. હવે તેમાં તૈયાર કરેલી પ્યુરી અને ધાણા પાઉડર ઉમેરી 1-2 મિનીટ માટે સાંતળો.
 8. તેમાં વટાણા અને મેથી ઉમેરી બરાબર મિક્સ કરો અને જરૂર લાગે તો પાણી અને મીઠું ઉમેરીને ગ્રેવીને સરખી કરો.
 9. કડાઈને ઢાંકીને 4-5 મિનીટ માટે પકવવા દો, વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હલાવતા રહો.
 10. ફ્રેશ ક્રીમ અને ગરમ મસાલો ઉમેરી બીજી 1-2 મિનીટ સુધી પકવો.
 11. ગરમાગરમ પરાઠા કે રોટી સાથે પીરસો.

ફલાફલ મખની

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

ફલાફલ માટે:

250 ગ્રામ કાબુલી ચણા (6-7 કલાક પલાળેલા)

1 મધ્યમ કદની ડુંગળી, ઝીણી સમારેલી

4-5 કળી લસણ

¼ કપ કોથમીર, ઝીણી સમારેલી

1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર

¼ ટીસ્પૂન લાલ મરચું પાઉડર

1 ટેબલસ્પૂન કોર્નફલોર

મીઠું સ્વાદમુજબ

તળવા માટે તેલ

મખની ગ્રેવી માટે:

1 ટેબલસ્પૂન ઘી

3-4 મધ્યમ કદની ડુંગળી (સમારેલી)

લસણની કળી 8-10 નંગ

1 ઇંચ આદુનો ટુકડો

1-2 નંગ લીલા મરચાં

2 મધ્યમ કદ ટામેટાં (સમારેલા)

8-10 નંગ કાજુ

આશરે 200 મિલી પાણી

અન્ય સામગ્રી:

1 ટેબલસ્પૂન ઘી

ખડા મસાલા:

 1. 1 ટીસ્પૂન જીરું
 2. 1 ઇંચ તજ
 3. 1-2 નંગ લીલી એલચી
 4. 1-2 નંગ તમાલપત્ર

1 ટીસ્પૂન  ધાણા પાવડર

100 મિલી પાણી

મીઠું સ્વાદમુજબ

½ કપ ફ્રેશ ક્રીમ/મલાઈ

1 ટીસ્પૂન ગરમ મસાલા

રીત:

 1. ધોઈને પલાળેલા કાબુલી ચણાને પ્રેશર કૂકરમાં 3-4 વ્હીસ્લથી બાફી લો. કૂકર ઠંડું પડે એટલે ચણાનું પાણી નીતારી લગભગ એકાદ કલાક માટે બાજુમાં રહેવા દો.
 2. ત્યારબાદ ફૂડ પ્રોસેસરમાં ચણા, ડુંગળી, લસણ, ધાણાજીરું, લાલ મરચું,મીઠું, કોથમીર અને કોર્નફલોર ઉમેરી કકરું વાટી લો.
 3. મિશ્રણને 15-20 મિનીટ માટે ઢાંકીને રહેવા દો, જેથી મસાલા ભળી જાય.
 4. હવે મિશ્રણના લગભગ એકાદ ઇંચના ગોળા વાળી ફ્રીજમાં અડધો કલાક સેટ થવા દો.
 5. અડધો કલાક બાદ તૈયાર કોફતાને તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો.
 6. બીજી એક કડાઈમાં મધ્યમ તાપે ઘી ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી, ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
 7. લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરો, ટામેટાં અને કાજુ ઉમેરીને 2 મિનિટ માટે પકવો.
 8. પાણી ઉમેરી, કડાઈને ઢાંકીને 4-5 મિનિટ માટે રંધાવા દો.
 9. તૈયાર મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ગ્રાઈન્ડરમાં ફેરવીને તેની પ્યુરી તૈયાર કરો.
 10. ટામેટા-ડુંગળીને સાંતળવા માટે વાપરેલી કડાઈમાં ફરી ઘી ગરમ કરો. તેમાં ખડા મસાલા ઉમેરી, લગભગ એકાદ મિનીટ માટે સાંતળો.
 11. હવે તેમાં તૈયાર કરેલી પ્યુરી અને ધાણા પાઉડર ઉમેરી 1-2 મિનીટ માટે સાંતળો.
 12. કડાઈને ઢાંકીને 4-5 મિનીટ માટે પકવવા દો, વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હલાવતા રહો.
 13. ફ્રેશ ક્રીમ અને ગરમ મસાલો ઉમેરી બીજી 1-2 મિનીટ સુધી પકવો.
 14. ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં જરૂર જેટલા તળેલા ફલાફલ કોફતા ઉમેરો
 15. ગરમાગરમ પરાઠા કે રોટી સાથે પીરસો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here