હાલમાં પસાર થયેલા નવા કૃષિ કાયદાના કેટલાક અજાણ્યા ફાયદા!

0
497

આ કાયદાઓને લીધે ખેતી કરવી હવે નફાકારક બનશે.

હાલ ખેતીએ આકર્ષક વ્યવસાય નથી. એક સર્વે પ્રમાણે 42% ખેડૂતો આ વ્યવસાય એટલેકે ખેતી છોડવા માંગે છે. 1970-71 થી 2015-16 સુધીમાં 71 મિલિયન ખેતરોથી વધીને આ સંખ્યા 145 મિલિયન થઇ ગઈ. આમ ખેતરોની સંખ્યા બમણી થઇ ગઈ પરંતુ ખેતરની સાઈઝ 2.28 હેક્ટરથી ઘટીને 1.08 હેક્ટર થઇ ગઈ. આમ ખેતરો નાના થતાં ગયા એથી એમની નફાશક્તિ સ્વાભાવિક ઘટે જ આનું કારણ કુટુંબના ભાગલાઓ અને ખેતરની આવક ઘટતા એનું આશીક વેચાણ કરી મોટી રકમ ભેગી કરી લેવી અથવા દેવું ચુકવવા જમીન વેચવી.

પરંતુ હવે નવા કૃષિ કાયદાથી થનારા સુધારાઓથી ખેડૂતોની ખેતીની આવક નફાકારક થઇ શકશે અને લોકો ખેતીની જમીન લેવા અને ખેતી કરવા ઉત્તેજન મળશે. આ કઈ રીતે એ આ સુધારાઓ જોતા ખ્યાલ આવશે, તો જોઈએ આ સુધારાઓ.

સૌથી પહેલા તો આ સુધારાઓનો વિરોધ એ મુદ્દે થઇ રહ્યો છે કે ખેડૂતોને મીનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) હવે નહિ મળે આ ખોટો ગેરમાર્ગે દોરનારો પ્રચાર છે. સરકારે ખેડૂતો પાસે અનાજ ખરીદવું જ પડશે એના બે કારણો ગરીબોને સસ્તા દરે અનાજનું વિતરણ અને અનાજનો બફર સ્ટોક રાખવા માટે. આ બફર સ્ટોક દુકાળના સમયમાં જો લોકોને અનાજ મળી રહે એ માટે સરકાર રાખે છે આજે આ બફર સ્ટોકમાં ઘણીવાર અનાજ સડી જાય છે કારણકે એનો જરૂર કરતા વધુ ભરાવો થાય છે.

ભાવ ટકાવી રાખવા અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહે એ માટે માત્ર સરકારે જ એ ખરીદવું પડે છે. અહી વચેટીયાઓ વચ્ચે આવે છે આ લોકો સરકાર જો ઓછી ખરીદી કરે તો મીનીમમ સપોર્ટ પ્રાઈઝ કરતા ઓછી કિંમતે અનાજ ખરીદી લે અને ખેડૂતે એ વેચવું જ પડે કારણકે ખેડૂત પાસે એને સ્ટોર કરવાની જગ્ગ્યાનો અભાવ નડે છે. વળી જો પોતાનું અનાજ ન વેચે તો તે સડી જાય અને નુકશાન થાય આમ ખેડૂતોનું શોષણ વચેટીયાઓ કરતા હતા હવે સુધારાઓથી શું ફરક પડશે એ જોઈએ.

હવે ખેડૂતો પોતાનો માલ ગમે ત્યાં આખા દેશમાં વેચી શકશે. આજ સુધી માત્ર એના જીલ્લાના મંડી અથવા APMC માર્કેટમાં જ વેચી શકતા. પણ હવે ખેડૂત ગમે ત્યાં અને ગમે એને એ વેચી શકશે. એથી એ પોતાના કાયમી ગ્રાહકો મેળવી શકશે.

હવે કોન્ટ્રકટ ફાર્મિંગ શક્ય બનશે એનો અર્થ મોટા રીટેઇલ ચેઈનવાળા જેવાકે રિલાયન્સ નેચર્સ બાસ્કેટ જેવા ખેડૂતોને વાવણી પહેલા જ ચોક્કસ ભાવે એ ખરીદી લેવાની બાહેંધરી આપશે એથી ખેડૂતને ઉત્પાદન પર કેટલો નફો થશે એનો અંદાજ આવી જશે. અહી ખેડૂત અમુક ટન કે કિલો આ કોન્ટ્રેકટ હેઠળ વેચશે અને અમુક એથી ઊંચા ભાવે એ શક્ય બનશે. કારણકે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ચોક્કસ કેટલા કિલો અને કઈ કવોલીટીનો માલ કોન્ટ્રકટર ખરીદશે એનું એગ્રીમેન્ટ થશે અને મુજબ ખેડૂત માટે ઉત્પાદન અને વેચાણ કરવું શક્ય બનશે.

આનો બીજો ફાયદો એ થશે કે જેઓની જમીન આમ જ પડી છે જેમકે એકાદ બે એકર હોય તો એ જમીન પણ અન્ય ખેડૂત ભાડે લઇ અને અથવા ઉત્પાદનમાં ભાગ રાખી ખેતી કરી શકશે અને આમ ખેડૂત જે ખેતી કરી જાણે છે એ વધુ ઉત્પાદન કરી કમાણી કરશે અને જેમની જમીન ફાજલ પડીછે એમને ભાડાની આવક થશે.

આ સુધારાઓને લીધે કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉન બાંધવાના ઇન્ડસ્ટ્રીઝ ને વેગ મળશે જે ખેડૂતો પાસે વધુ ઉત્પાદનની ક્ષમતા છે તેઓ પોતાના કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન બાંધશે.

હવે નાના શહેરો અને મોટા ગામડાઓમાં મંડીઓ ઉભી થશે અને ખેડૂતો માટે વિશાળ બજાર ઉપલભ્ધ થશે.

1991માં ઇન્ડસ્ટ્રીઝમાંથી લાયસન્સ એન્ડ ક્વોટા રાજ નાબુદ કરવામાં આવ્યું જે ખેતી અને ખેડૂતો પર આજ સુધી ચાલી આવ્યું હતું અને ખેડૂતોનું શોષણ થતું હતું એ લાયસન્સ એન્ડ ક્વોટા રાજ આ સુધારાઓને લીધે હવે સંપૂર્ણપણે સમાપ્ત થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here