ગયા મહિને ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા ટેક્સને લઈને કરવામાં આવેલા ફેરફારો બાદ, ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઓનલાઇન ટ્રાન્ઝએકશનને લઈને કરવામાં આવેલા જરૂરી ફેરફારો અકબંધ રાખીને, આજે RBI એ નવા નિયમો જાહેર કર્યા છે.
મોટા ભંડોળના સીમલેસ ઓનલાઇન ટ્રાન્સફર માટે, ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બરથી રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) ચુકવણી પ્રણાલીને 24×7 ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય લીધો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે, ઓનલાઇન ભંડોળ ટ્રાન્સફર સરળ બનાવવા માટે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) ચુકવણી સિસ્ટમ ડિસેમ્બર 2020થી ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.
આ ફેરફારો દેશના ધંધાદારીઓને ખૂબ ઉપયોગી નીવડે એમ છે.
RTGS વિશે માહિતી:
- રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) એ મોટા ફંડ ટ્રાન્સફર માટે વધુ સલામત સિસ્ટમ છે.
- આ ચુકવણી સિસ્ટમમાં કોઈ પ્રકારની રકમ પર કેપ નથી.
- ફંડને લાગતી તમામ માહિતી ભારતીય રિઝર્વ બેંકમાં રેકોર્ડ થાય છે. તેથી, આ ચુકવણીમાં કોઈપણ ફેરફારો અંતિમ અને બદલી ન શકાય તેમ છે.
- હમણાં સુધી, RTGS એ 24×7 સિસ્ટમ નહોતી.
- ગ્રાહક વ્યવહારો માટે RTGS સેવા, કામકાજના દિવસે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી બેન્કોમાં ઉપલબ્ધ હતી. જો કે, બેન્કો આ માટે જે સમયનું પાલન કરે છે તે અલગ અલગ હોઈ શકે છે.
- RTGS સિસ્ટમ મુખ્યત્વે મોટા મૂલ્યના વ્યવહારો માટે છે.
- RTGS દ્વારા મોકલવાની ઓછામાં ઓછી રકમ 2,00,000 રૂપિયા છે, જેની ઉપરની અથવા મહત્તમ કોઈ કેપ નથી.
- NEFT એ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે કે, જેમાં ચોક્કસ સમય સુધી પ્રાપ્ત થયેલા વ્યવહારોની પ્રક્રિયા બેચીસમાં કરવામાં આવે છે.
- આની વિરુદ્ધ, RTGSમાં ટ્રાન્ઝેક્શન પર RTGSના વ્યવસાયના કલાકો દરમિયાન થતા ટ્રાન્ઝેક્શનના આધારે સતત પ્રક્રિયા કરવામાં આવે છે.
eછાપું