નવરાત્રીથી દિવાળી સુધીની સંપૂર્ણ ગાઈડલાઈન્સ જાહેર થઇ

0
653
Photo Courtesy: laughspark.info

નવરાત્રીથી દિવાળી સુધી રાજ્ય સરકારે કોરોનાને ધ્યાનમાં લઈને કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે જાણીએ તેની વિગતો.

ગાંધીનગર: છેવટે ગુજરાત સરકાર દ્વારા આવનારા તહેવારોની સિઝન માટે કોરોનાની બીમારીને ધ્યાનમાં લઈને  સંપૂર્ણ અને વિગતવાર ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન્સ જોતાં નવરાત્રીમાં ગરબા રમવા માટે ઉત્સાહી ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળે તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ તાજી ગાઈડલાઈન્સનો અમલ આવનારી 16 ઓક્ટોબરથી કરવામાં આવશે.

ચાલો જાણીએ આવનારા તહેવારો માટે રાજ્ય સરકારે જે ગાઈડલાઈન્સ જાહેર કરી છે તે શું છે.

  • આ નવરાત્રી દરમ્યાન જાહેર ગરબા આયોજીત નહીં થઇ શકે.
  • નવરાત્રી દરમ્યાન જાહેરમાં ગરબી અથવાતો મૂર્તિની સ્થાપના સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લીધા બાદ થઇ શકશે.
  • ફોટા કે મૂર્તિને ચરણસ્પર્શ નહીં થઇ શકે કે પછી પ્રસાદનું વિતરણ નહીં કરી શકાય.
  • આ પ્રકારના સમારંભમાં 200થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં અને અને આ સમગ્ર કાર્યક્રમ વધુમાં વધુ એક કલાકનો જ રહેશે.
  • રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલા SOPનું કડકપણે પાલન કરવાનું રહેશે.
  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ અને શરદપૂર્ણિમાના કાર્યક્રમો ઘરે કુટુંબ સાથે બેસીને જ ઉજવવાની સલાહ આપવામાં આવી છે.
  • રામલીલા અને રાવણ દહનને મંજૂરી આપવામાં નહીં આવે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here