TRP સ્કેમ: રિપબ્લિક અને ઇન્ડિયા ટૂડે બંનેના પોતે સાચા હોવાના દાવા

0
417

TRP માટે જરૂરી એવા Bare-o-meter સાથે ચેડાં કરીને વધુ TRP મેળવવાનો ગંભીર આરોપ અર્નબ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક પર મુકવામાં આવ્યો છે તો રિપબ્લિકે પોતાના હરીફ ઇન્ડિયા ટૂડે પર આ જ પ્રકારનો આરોપ મૂક્યો છે.

અમદાવાદ: ગઈકાલે મુંબઈ શહેર પોલીસ કમિશનર પરમબીર સિંગની પ્રેસ કોન્ફરન્સ બાદ સમગ્ર ડિજીટલ મિડિયામાં જાણેકે એક મોટો ધડાકો થયો હોય તેવું વર્તાઈ રહ્યું છે. પરમબીર સિંગે જણાવ્યું હતું કે પોતાના TRP વધારવા માટે અર્નબ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક દ્વારા સામાન્ય TRP પદ્ધતિ સાથે છેડછાડ કરી છે.

પરમબીર સિંગે એમ પણ જણાવ્યું હતું કે આ અંગે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી દીધી છે અને બહુ જલ્દીથી રિપબ્લિક ટીવીના મોટા માથાંઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પરંતુ ત્યારબાદ રાત્રે રિપબ્લિક ટીવીના પ્રાઈમ ટાઈમ કાર્યક્રમમાં મુંબઈ પોલીસની FIRની કોપી જાહેર કરવામાં આવી હતી જે અંગે રિપબ્લિક ટીવીએ દાવો કર્યો હતો કે આ સમગ્ર FIRમાં ઇન્ડિયા ટૂડેનું નામ આપવામાં આવ્યું છે પરંતુ પોતાનું નામ ક્યાંય નથી.

ત્યારબાદ ઇન્ડિયા ટૂડેના એડિટર ઇન ચીફ રાજદીપ સરદેસાઈએ મુંબઈના જોઈન્ટ કમિશનર મિલિન્દ ભારંબે સાથે ચર્ચા કરી હતી જેમાં ભારંબે એ કહ્યું હતું કે FIRમાં ભલે ઇન્ડિયા ટૂડેનું નામ હોય પરંતુ મુખ્ય આરોપીએ ફક્ત ત્રણ ન્યૂઝ ચેનલો જેમાં રિપબ્લિક ટીવી પણ સામેલ છે તેમનું જ નામ લીધું છે અને હાલમાં તે આરોપ પર જ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

તો ઓપઇન્ડિયા વેબસાઈટમાં પ્રકાશિત એક આર્ટીકલમાં રિપબ્લિક ટીવીના પત્રકાર દ્વારા એક દર્શક સાથેની ફોન પર થયેલી વાતચીતનો ઓડિયો પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ઓડિયોમાં દર્શકે એવો દાવો કર્યો છે કે તેમના સંતાનોને મુંબઈ પોલીસે જેની ધરપકડ કરી છે તે આરોપીએ માત્ર ઇન્ડિયા ટૂડે જ સતત જોતાં રહેવાની સૂચના આપી હતી.


જો કે રિપબ્લિક ટીવી દ્વારા એવી કોઈજ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે તેમના પત્રકાર દ્વારા જે દર્શકનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે તેનું રેકોર્ડીંગ કરતા અગાઉ તેણે દર્શકની લેખિત અથવા તો મૌખિક મંજૂરી લીધી હતી કે નહીં,

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here