રાજકારણમાં લેફ્ટ અને રાઇટ બંને બાજુ રહેલા રામવિલાસ પાસવાન

0
341

અત્યંત ઓચિંતી અને અવિસ્મરણીય ઘટનાઓના પૂર સમાન આ વર્ષ 2020માં મૃત્યુ, અપમૃત્યુ જાણે બહુ જ સહજ રીતે સ્વીકારવાની ઘટના બની રહી છે. એક યા બીજી રીતે ઘણા મહાનુભાવો આ દુનિયા છોડીને સ્વર્ગસ્થ થયા છે. ગઇકાલે, 8 ઓક્ટોબરે સાંજે દેશમાં અગ્રણી સામાજિક કાર્યકર્તા તેમજ ભારતીય રાજકારણમાં આગવું નેતૃત્વ ધરાવતા નેતાના દુખદ અવસાનના આઘાતજનક સમાચાર મળ્યા હતા.

રાજકારણમાં તમે જેમને સમર્થન આપતા હોવ છો તેઓ તમને ક્યારેક ભૂલી પણ જાય છે, પરંતુ જો તમે કોઈ સમુદાય વિરુદ્ધ રહો છો, તો તેઓ તમને ક્યારેય ભૂલશે નહીં અને માફ કરશે નહીં.

રામવિલાસ પાસવાને એક વખત અનૌપચારિક રીતે મળેલી બેઠક સમયે આમ કહ્યું હતું કે, જ્યારે કોઈએ તેમને વિરોધાભાસી વૈચારિક વાતાવરણ અને સમુદાયોના પક્ષોમાં રહેવા છતાં એક ગૂડવીલ અને હૂંફાળી લાગણીઓવાળા વ્યક્તિ તરીકે રહેતા પ્રદર્શનને નોંધતા ટકોર કરી હતી.

આ પ્રકારનુ રાજકીય તત્વજ્ઞાન ધરાવતા રામવિલાસ પાસવાનની વ્યાખ્યા કરવામાં આવી હતી કે,  જે કદાચ ક્યારેય રાજા ન રહ્યા પરંતુ એક સર્વોચ્ચ કિંગમેકર તરીકે પાંચ દાયકાથી વધુની તેમની કારકીર્દિમાં ઘણા રાજાઓને બનાવ્યા હતા.

આવા પીઢ દલિત નેતાનું ગુરુવારે 74 વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં બીમારી સામેની લાંબી લડત બાદ નિધન થયું હતું, જ્યાં તાજેતરમાં જ તેમનું હાર્ટ ઓપરેશન થયું હતું.

પોલીસ અધિકારી તરીકેની નોકરી છોડી દીધા બાદ કોંગ્રેસ વિરોધી મોરચાના સભ્ય તરીકે 1969માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા, અને તે સમયાંતરે ધીરે ધીરે પોતાનુ રાજકીય કદ વધારતા અને લોકચાહના મેળવતા વિવિધ સમાજવાદી પક્ષોમાંથી આગળ વધ્યા અને દલિત વર્ગના ચહેરો સમાન અગ્રણી બન્યા.

1946માં બિહારના ખાગરીયામાં જન્મેલા રામ વિલાસ પાસવાન આઠ વખત લોકસભા માટે ચૂંટાયા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સભ્ય હતા.

જનતા દળ યુનાઇટેડના કે. સી. ત્યાગી કે, જે વર્ષોથી ચરણસિંહની આગેવાની હેઠળના લોક દળમાં રામવિલાસ પાસવાન સાથે હતા અને 45 વર્ષથી પણ વધુના સમાજવાદી સાથીદાર તરીકે વર્ણવતા તેમણે કહ્યું હતું કે, લોક જનશક્તિ પાર્ટીના સ્થાપકે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેમણે ઉત્તર ભારતમાં દલિતોને એકીકૃત કરવાનું અને તેમનો અવાજ બનવાનું કામ કર્યું હતું.

શ્રી રામ વિલાસ પાસવાનની સાદગી અને નિષ્ઠા દાખલારૂપ રહેશે, એમ શ્રી ત્યાગીએ જણાવ્યું હતું.

1989માં તેમણે લોકસભાની ચૂંટણી વર્લ્ડ રેકોર્ડ માર્જીનથી જીતી હતી. તેમનો આ રેકોર્ડ વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. અ ચૂંટણી બાદ સત્તા પર આવી ચૂકેલા વી. પી. સિંઘ સરકારના તેઓ મહત્ત્વના પ્રધાનોમાંના એક હતા અને તેમણે અન્ય પછાત વર્ગો ખાસ કરીને હિન્દીભાષી રાજ્યો જેવા કે બિહાર અને ઉત્તરપ્રદેશ માટે અનામતની ભલામણ કરતા મંડલ કમિશનના અહેવાલને લાગુ કરવા દબાણ કર્યું હતું.

તેમના રાજકારણના એક ઉચ્ચ વલણના લીધે કે જે સામાજિક કે રાજકીય વિભાગોમાં પુલ બનાવવા માટે માનતા હતા, તેથી તેઓ ઉચ્ચ જાતિના લોકોમાં પણ સૌથી વધુ પસંદ કરેલા રાજ્યના નેતાઓમાંના એક હતા.

તેમણે મોટાભાગે દલિતોનું સમર્થન લીધું હતું, જ્યારે તે જૂથમાં સંખ્યાબંધ સામાજિક અને રાજકીય કારણોસર અન્ય વિકસિત સમુદાયો સાથે વિરોધી સંબંધો હતા.

રાજકારણી તરીકેની તેમની અપ્રતિમ યોગ્યતા કે જેથી, કોંગ્રેસ અને ભાજપ બંનેની વિચારધારામાં વિરોધાભાસી હોવાને કારણે તેમની અતિ સ્વીકૃતિને પણ શ્રદ્ધાંજલિ મળી રહી છે.

અટલ બિહારી વાજપેયી અને સોનિયા ગાંધી જેવા સમાન હરીફો દ્વારા તેમને સંભાળવામાં આવ્યા હતા અને દેશમાં ભાજપના નેતૃત્વમાં NDA તેમજ કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારોમાં મહત્ત્વના પ્રધાન તરીકે સેવા આપી હતી. 

જ્યારે જમણેરી પક્ષ સાથેના તેમના વધતા મતભેદોને કારણે તેમણે વાજપેયી સરકાર છોડી દીધી હતી, તે જ સમયે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.

પરંતુ જ્યારે તેમણે 2014માં મોદીની આગેવાની હેઠળના ભાજપ સાથે હાથ મિલાવ્યો અને ટૂંક સમયમાં જ તેઓ વડા પ્રધાનના વિશ્વાસપાત્ર સાથી બન્યા, ખાસ કરીને દલિત મુદ્દાઓ પર.

ચૂંટણી પછી સત્તામાં જે સરકાર આવે તેમાં જોડાઈ જવાના તેમના માર્ગને શોધવાની કુશળતા માટે ટીકાકારોએ તેને ‘મૌસમ વૈજ્ઞાનિક’ પણ ગણાવ્યા હતા.

તેમના મૃત્યુ બાદ હવે તેમના 37-વર્ષના પુત્ર ચિરાગ પાસવાન પિતા દ્વારા 2000માં સ્થપાયેલ પાર્ટીની આગેવાની કરશે.

બિહારમાં સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણમાં હવે ચિરાગ પાસવાન મુખ્ય પ્રધાન નીતીશ કુમારની JDU ની સાથે વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન લઈ રહ્યા છે અને આ પ્રકારના કટોકટીઓને ચપળતાપૂર્વક સમજવાના તેમના પિતાના અનુભવને તેઓ ચૂકશે નહીં.

રામવિલાસ પાસવાનના અવસાનથી તેમના પક્ષના સમર્થક અને સહાનુભૂતિ કરનારાઓમાં તેમજ તેમના વંશના સમર્થનમાં વધારો થશે.

6 વડા પ્રધાનો સાથે કામ કર્યા બાદ પાસવાનનું અંગત જીવન પણ રસપ્રદ હતું. તેમના બે લગ્ન થયા હતા. પ્રથમ લગ્ન 14 વર્ષની ઉંમરે રાજકુમારી દેવી સાથે થયા હતા, જેઓ ગ્રામીણ પૃષ્ઠભૂમિના હતા.

જો કે, 1981માં, પાસવાને રાજકુમારીને છૂટાછેડા આપી દીધા અને રીના શર્મા નામક પંજાબી એર હૉસ્ટેસ સાથે ફરીથી લગ્ન કર્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here