કેવી છે BMWની નવી મોટર સાયકલ અને MGની નવી SUV?

0
564

BMW Motorrad 2020 G310 GS ભારતમાં 2.85 લાખ રૂપિયામાં લોન્ચ કરી છે, અને BS 4 મોટરસાયકલની કિંમત રૂપિયા 3.49 લાખ હતી. નવાઈની વાત એ છે કે બાઈક પહેલા કરતા સસ્તી થઇ છે.

Photo Courtesy: indianautosblog.com

G310 GS 313cc, BS6 એન્જીન 34hp and 28Nm ટૉર્ક હવે બાઈક ને વધારે રિફાઇન બનાવે છે જે બહુ સારી બાબત છે અને G310 GS હવે  ride-by-wire technologyથી ચાલે છે. હવે તમને આ બાઈકમાં પુરા વિશ્વ વેંચાતી બાઈક  ની જેમ જ બધી જ લાઈટ LED જોવા મળશે, જેથી બાઈક વધારે આકર્ષક દેખાવા લાગશે અને નવા કલર તમને કેવા ગમે છે, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

G 310 GS ફ્યુઅલ-ઇન્જેક્ટેડ, BS 6 સાથે, 313 CC, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિનથી ચાલે છે, જે સ્લિપર ક્લચ સાથે છ-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. તે 9,500 RPM પર 34 HP અને 7,500 RPM પર 28 NM ટૉર્ક ધરાવે છે જે BS 4 એન્જિન  જેટલું છે. એક નોંધપાત્ર ઉમેરો એ નવી રાઇડ-બાય-વાયર સિસ્ટમ છે.

BMW દાવો કરે છે કે મોટરસાયકલ ફક્ત 2.5 સેકેંડમાં 0-50 kph સ્પીડ પકડી લે છે અને 143kmphની ટોપ સ્પીડ થી રોડ પર દોડવા તૈયાર છે.  G310 GS 3 વર્ષ અને અમર્યાદિત કિલોમીટરની વોરંટી સાથે ઉપલબ્ધ છે. ગ્રાહકો 16,250 રુપિયા ચૂકવીને વોરંટી બે વર્ષ વધારી શકે છે. જે  પ્રથમ 500 ગ્રાહકો માટે  વોરંટીની ખાસ કિંમતથી રૂ. 5,499 પર રાખવામાં આવી છે.

MG Gloster નવી ફ્લેગશિપ SUV છે અને તેને ભારતમાં 28.98 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત * (એક્સ-શોરૂમ, દિલ્હી) સાથે લોન્ચ કરવામાં આવી છે.

Photo Courtesy: autocarindia.com

ગ્લોસ્ટર માટે 24 સપ્ટેમ્બરથી બુકિંગ સ્વીકારવાનું શરૂ કર્યું, બુકિંગની રકમ 1 લાખ રૂપિયા નક્કી કરી. Super, Smart, Sharp અને Savvy ચાર ટ્રીમ લેવલ પર આવે છે. 2.03 લિટરનું  ડીઝલ એન્જિન, 163hp અથવા 218hp સાથે આવે છે.

MG Gloster ના પ્રતિસ્પર્ધીઓમાં ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ચ્યુનર અને મહિન્દ્રા અલ્ટુરસ G4 નો સમાવેશ થાય છે.
સુપર ટ્રીમ જેની કિંમત 28.98 લાખ સાથે પ્રારંભ થાય છે તે ફક્ત સાત-સીટની ગોઠવણી સાથે આવે છે. જેમાં તમને 6 એરબેગ્સ, ESP, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ, ક્રુઝ કંટ્રોલ, ઓટોમેટિક હેડલાઇટ અને વાઇપર્સ,  એડજસ્ટેબલ ડ્રાઇવરની સીટ, 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.

સ્માર્ટ ટ્રીમ (જેની કિંમત 30.98 લાખ) તેમાં સનરૂફ, પેડલ શિફ્ટર્સ, 3-ઝોન ક્લાયમેટ કંટ્રોલ, MGની ‘આઈ-સ્માર્ટ’ કનેક્ટેડ કાર ટેક, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવે છે. તે ફક્ત છ બેઠકોની ગોઠવણીમાં જ હોઈ શકે છે.

શાર્પ  ટ્રીમ જેની કિંમત  33.88લાખ, તે છ-સાત-બેઠકની ગોઠવણીમાં જ આવી શકે  છે. સ્માર્ટ ટ્રીમ પરની કેટલીક મુખ્ય સુવિધાઓ  પેનોરેમિક સનરૂફ, હીટિંગ, વેન્ટિલેશન, મસાજ અને મેમરી ફંક્શન્સવાળી પાવર ડ્રાઇવરની સીટ, 12-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે.

ટોપ-સ્પેક સેવી ટ્રીમ જેની કિંમત 35.38 લાખ છે તે ફક્ત છ સીટર તરીકે હોઈ શકે છે અને ADAS (Advanced Driver Assistance System) સુવિધાઓ સાથે મળી શકે છે, સાથે forward collision warning, autonomous emergency braking, lane-departure warning, adaptive cruise control and hands-free parking. જેવી અદ્યતન સુવિધા સાથે આવશે.

આ ભાવ જોતાં  એન્ટ્રી-લેવલ ગ્લોસ્ટરના ભાવ ફોર્ચ્યુનર કરતા 3.55 લાખ રૂપિયાન ઓછા છે અને એન્ડેવર  1 લાખથી ઓછા  છે. ટોપ-સ્પેક ગ્લોસ્ટર ટોયોટા અને ફોર્ડ કરતા વધારે મોંઘી છે. અલ્ટુરસ G4 બધી રીતે બધા મોડેલ થી સસ્તી છે. હવે જોઈએ આપ સહુ વાચક મિત્રોને કઈ પસંદ આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here