ચીનની ઘૂસણખોરી અને જબરદસ્તી સામે જવાબ આપવા ભારતની શાણી બુદ્ધિ

0
329

DRDO (ડિફેન્સ રિસર્ચ એંડ ડેવેલોપેમેન્ટ ઓર્ગનાઇઝેશન) પ્રોજેક્ટ્ સાથે સંકળાયેલા મિસાઇલ નિષ્ણાતે જણાવ્યું હતું કે; DRDOને શાંતિથી પરંતુ ઝડપી રીતે તેના મિસાઇલ પ્રોગ્રામ્સને પૂર્ણ કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ભારત સરકારને સરહદ પર શાંતિ માટે ચીનની પ્રતિબદ્ધતા અંગે શંકા છે.

ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ આ વર્ષે 5 મેના રોજ લદ્દાખના પેંગોંગ ત્સો લેકની ઉત્તરી કાંઠે ભારતીય સૈનિકો સાથે પ્રથમ વખત અથડામણ કરી હતી અને એક સ્ટેન્ડ-ઓફ ઊભું કર્યું હતું, જે ઝડપથી પૂર્વ લદાખમાં અન્ય ચાર સરહદી સ્થળો પર પણ વિસ્તર્યું હતું.

જૂન મહિનામાં લોહિયાળ અથડામણમાં આગળ વધતાં બંને પક્ષના સૈનિકો માર્યા ગયા હતા. ચાર દાયકા વિત્યા બાદ પ્રથમ વખત આ સરહદ પર બંને દેશો વચ્ચે અથડામણ થઈ અને બંને સેનાઓએ તેમના સૈનિકો ગુમાવ્યા હતા.

થોડા દિવસો બાદ, જ્યારે ભારતીય સૈનિકોએ 700 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ મીઠા પાણીના તળાવની ઉત્તર કાંઠે ભારતીય સીમામાં ઊંચાઈ પર કબજો કર્યો ત્યારે પણ તેમના પર ચીની સૈનિકો દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી.

શાંતિ લાવવા બંને દેશો વચ્ચે રાજદ્વારીઓ, સૈન્ય અધિકારીઓ અને મંત્રીઓના સ્તરે અસંખ્ય વાટાઘાટો કરવામાં આવી છે. જેનો બીજો રાઉન્ડ સોમવારે સુનિશ્ચિત થયેલ છે.

પરંતુ ખોટી રીતે LAC (લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ) માં ઘૂસણખોરી કરી બેઠેલા અને પીછેહઠ કરવાના ઇનકાર કરી રહેલા ચીન સામે ભારતે પણ જડબેસલાક જવાબ આપીને વિરોધ પ્રદર્શન કર્યો છે.

એકબાજુ દેશની આંતરિક પરિસ્થિતિ લોકો દ્વારા નાજુક બની રહી છે, જ્યારે બીજી બાજુ દેશની સરહદો પર ખાસ નજર રાખીને સરકારે મહત્વના નિર્ણયો લીધા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સ્ટેન્ડઓફના શરૂઆતના દિવસોમાં જ સંરક્ષણ પ્રણાલીને અપગ્રેડ કરવા પર ભાર મૂક્યો હતો.

ખાસ રીતે ‘મેડ ઇન ઈન્ડિયા’ ને વ્યૂહાત્મક રીતે મહત્વ આપીને પરમાણુ અને જરૂરી મિસાઇલોના વિકાસનો DRDO એ પ્રયાસ કર્યા છે.

DRDO આગામી સપ્તાહની શરૂઆતમાં 800 કિલોમીટરની રેન્જ ધરાવતા નિર્ભય સબ-સોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ ચલાવશે, જે સૈન્ય અને નૌકાદળમાં ઔપચારિક સમાવેશ કરવામાં આવશે.

છેલ્લા 40-45 દિવસમાં ભારતની અગ્રણી સંરક્ષણ સંશોધન સંગઠન દ્વારા તે 10મું મિસાઇલ પરીક્ષણ કરવામાં આવશે. લગભગ એક મહિનામાં દર ચાર દિવસે એક મિસાઇલ ચલાવવામાં આવ્યું છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • હાયપરસોનિક ટેકનોલોજી ડેમોનસ્ટ્રેશન વેહિકલ (HSTDV) – 7 સપ્ટેમ્બર
  • ‘અભ્યાસ’: હાઇ સ્પીડ એક્સપેંડેબલ એરિયલ ટાર્ગેટ – 22 સપ્ટેમ્બર
  • લેસર ગાઇડેડ એંડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ – 22 સપ્ટેમ્બર
  • ‘પૃથ્વી 2’ વ્યૂહાત્મક મિસાઇલની નાઇટ ટ્રાયલ (300 કિલોમીટર રેન્જ) – 23 સપ્ટેમ્બર
  • સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ‘બ્રહ્મોસ’ (400 કિલોમીટર રેન્જ) – 30 સપ્ટેમ્બર
  • લેસર ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ – 1 ઓક્ટોબર
  • સુપરસોનિક શૌર્ય સ્ટ્રેટજિક મિસાઇલ – 3 ઓક્ટોબર
  • સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીસ ઓફ ટોરપિડો – 5 ઓક્ટોબર
  • એન્ટિ રેડિએશન મિસાઇલ – 9 ઓક્ટોબર

USના વિદેશ સચિવ માઇક પોમ્પેઓએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારતની સરહદ પરની આક્રમકતાને ચીની સામ્યવાદી પક્ષના ખૂબ જ ખરાબ વર્તનના ઉદાહરણ તરીકે નોંધ કરી હતી. USAના અંદાજીત આંકડાઓ પ્રમાણે ચીને લદ્દાખમાં આશરે 60,000 સૈનિકોને એકઠા કર્યા છે.

એક અધિકારીએ એમ પણ કહ્યું હતુ કે, શૌર્ય મિસાઇલ કે જે લગભગ 200 કિલો વજનવાળા પરમાણુ હથિયાર વહન કરી શકે છે અને તે દર સેકન્ડમાં 2.4 કિલોમીટરની ઉડાન ભરે છે તેને સરકારે લશ્કરમાં સમાવિષ્ટ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ઇંડિયન સ્ટ્રેટજિક ફોર્સિસ કમાંડ દ્વારા નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના માર્ગદર્શન હેઠળ તેની જમાવટની જગ્યાઓ નક્કી કરવામાં આવશે.

આ રીતે ચીનના બળવાખોર વલણ સામે શાંત રહીને શાણી બુદ્ધિથી દેશની સેના અને સરકારે ચીનની ભાષામાં જ ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયારી દર્શાવી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here