નવા iPhones શું આવ્યા, જુના મોડલ્સના તો ભાવ જ ઘટી ગયા!!

0
384
Photo Courtesy: cnet.com

એક જમાનો હતો કે, આખાય ઘર માટે એક જ કીપેડવાળો ફોન હતો અને આજના સમયમાં ટેલિસ્કોપમાં વપરાતી સિસ્ટમ ધરાવતા એવા અત્યંત આધુનિક ફોન ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ થઈ ગયા છે. રોજ કોઈ ને કોઈ અપડેટ્સ સાથે નવા-નવા ફોન આવતા રહે છે અને એ જ કંપનીઓના એક સમયે અતિમૂલ્ય રહેલા ફોન સાવ નજીવી કિંમતના થઈ જતાં હોય છે.

એપલે 13 ઓક્ટોબરના રોજ એક ભવ્ય વર્ચ્યુઅલ ઇવેન્ટમાં તેના નવા ફલેગશીપ મોબાઈલ ફોનને લોંચ કર્યો છે.

એપલના ચાહકો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહેલી iPhone 12 સિરીઝ લોન્ચ કરી હતી, જેમાં iPhone 12 મીની, iPhone 12, iPhone 12 પ્રો, અને iPhone 12 પ્રો મેક્સ સામેલ છે.

હવે જ્યારે નવીનતમ iPhone બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે એપલે જૂના iPhonesની કિંમત ઘટાડી દીધી છે.

ભારતમાં કિંમતોમાં ઘટાડા પછીના iPhone મોડેલ્સના ભાવ નીચે પ્રમાણે છે.

iPhone મોડેલ્સ મેમરી (GBમાં) જૂના ભાવ (રૂપિયામાં) નવા ભાવ (રૂપિયામાં)
iPhone SE(2020) 64 42,500/- 39,900/-
iPhone SE(2020) 128 47,800/- 44,900/-
iPhone SE(2020) 256 58,300/- 54,900/-
iPhone XR 64 52,500/- 47,900/-
iPhone XR 128 57,800/- 52,900/-
iPhone 11 64 68,300/- 54,900/-
iPhone 11 128 73,600/- 59,900/-
iPhone 11 256 84,100/- 69,900/-

 

ઉત્સાહીઓ કે જેઓ iPhone 12 મીની, iPhone 12, iPhone 12 પ્રો, અને iPhone 12 પ્રો મેક્સ ખરીદવા માંગે છે, ભારતમાં તે વેરિએન્ટ્સની કિંમત અને તે સંબંધિત વિગતો અહીં નીચે પ્રમાણે છે.

iPhone મોડેલ્સ મેમરી (GBમાં) ભાવ (રૂપિયામાં)
iPhone 12 mini 64 69,900/-
iPhone 12 mini 128 74,900/-
iPhone 12 mini 256 89,900/-
iPhone 12 64 79,900/-
iPhone 12 128 84,900/-
iPhone 12 256 94,900/-
iPhone 12 Pro   128 1,19,900/-
iPhone 12 Pro 256 1,29,900/-
iPhone 12 Pro 512 1,49,900/-
iPhone 12 Pro Max   128 1,29,900/-
iPhone 12 Pro Max 256 1,39,900/-
iPhone 12 Pro Max 512 1,59,900/-

 

  • iPhone 12 મીની અને iPhone 12 બ્લેક, બ્લુ, ગ્રીન, રેડ અને વ્હાઇટ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.
  • iPhone 12 પ્રો અને iPhone 12 પ્રો મેક્સ ગોલ્ડ, ગ્રેફાઇટ, પેસિફિક બ્લુ અને સિલ્વરમાં ઉપલબ્ધ હશે.
  • ભારતમાં iPhone 12નું વેચાણ 30 ઓક્ટોબરથી થશે.
  • અને ભારતમાં આઇફોન 12 સિવાયના તમામ મોડેલોની ઉપલબ્ધતા હજી ઘોષિત નથી.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here