આજના દિવસનું મહત્વ: વિશ્વ વિદ્યાર્થી દિવસ કેમ મનાવવામાં આવે છે!

0
796
Photo Courtesy: Hindi Ki Duniya

ભારતીય મહાનુભાવોની યાદી જોવા જઈએ તો ક્યારેય પૂરી ના થાય એવી છે. અસંખ્ય મહાનુભાવોએ આ ભૂમિને તેમના કર્મો થકી દિવ્ય બનાવી છે. અને આ મહાનુભવોમાં પણ મોખરાનું સ્થાન ધરાવતા તેમજ યૂથ માટેના પ્રેરણાસ્ત્રોત એવા ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનો આજે 89મો જન્મદિવસ છે.  

ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે 2002થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, જેઓ ભારતના ‘મિસાઇલ મેન’ તરીકે જાણીતા છે, તેઓ એક પ્રખર શિક્ષક પણ હતા.

તેમણે દેશ ભ્રમણ કર્યું હતું અને ઘણી શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મળ્યા હતા અને આ પરથી વિદ્યાર્થીઓ અને તેમના માટે નવીન યોજનાઓ પ્રત્યેની તેમની બહુમૂલ્ય રુચિ હોય તે સમજી શકાય છે.

શિક્ષણપ્રેમી, અબ્દુલ કલામનો વિદ્યાર્થીઓના જીવનમાં ફાળો દર્શાવવા માટે દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ, તેમના જન્મદિવસ નિમિતે વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ડૉ. કલામના સન્માનમાં વર્ષ 2010માં સૌ પ્રથમ આ ઉજવણી કરવામાં આવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિએ તેમના જીવનમાં દેશ માટે ઘણી ભૂમિકાઓ નિભાવી હતી પરંતુ તેઓ એક શિક્ષક તરીકે ખૂબ જ પ્રિય વ્યક્તિત્વ હતા.

તેમણે સંશોધન કેન્દ્રો, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ખાતે શિક્ષણ અને પ્રેરણાદાયક મદદ કાયમ ચાલુ રાખી હતી.

ગયા વર્ષે, વિશ્વ વિદ્યાર્થી દિવસ માટેની થીમ ‘લોકો, આ ગ્રહ, સમૃદ્ધિ અને શાંતિ માટે શીખવું’ હતી.

જો કે; આ વર્ષે COVID-19 રોગચાળાને લીધે, વિદ્યાર્થીઓ શાળાઓમાં ભેગા થઈને દિવસની ઉજવણી કરી શકતા નથી. પરંતુ તેઓ આજે પણ ડૉ. કલામના સંદેશાઓને યાદ કરી શકે છે અને તેમના જીવનમાં કંઈક સારું કરવા પ્રેરણા લઈ શકે છે.

‘મિસાઇલ મેન’ તરફથી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં રસ લેવાનું ચાલુ રહ્યું હતું અને ઘણીવાર ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું કે, યુવાધન દેશનું ભવિષ્ય છે. જે ખરેખરમાં આજે હકીકત છે.

તેમણે વિદ્યાર્થીઓની વૃદ્ધિ માટે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવુ હમેંશા આવશ્યક માન્યુ હતું.

ડૉ. કલામે એકવાર કહ્યું હતું કે,

વિદ્યાર્થીની ખૂબ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાં એક એ પ્રશ્ન પૂછવા છે. વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા દો.

કલામ સામાન્ય રીતે વિદ્યાર્થીઓના સંગઠનમાં જોવા મળતા, તેમના વિચારો સાંભળતા અને તેમને પ્રતિસાદ પૂરો પાડતા હતા.

આ મહાનુભાવનું અવસાન પણ તેઓના જીવનના ખૂબ પ્રિય કર્મ કરતાં થયું હતું.

2015માં, જ્યારે તેઓ ત્યારે શિલોન્ગના ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં એક પ્રવચન આપી રહ્યા હતા અને તેમને કાર્ડિયાક અરેસ્ટ આવતા નિધન પામ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર એ કલામનો જન્મદિવસ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કર્યો નથી, છતાંપણ, લોકો ભારતમાં આ દિવસ તેમના સન્માન માટે મનાવે છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here