ઓટો ક્ષેત્રે મોટું નામ ધરાવતી હ્યુન્ડાઇ કંપનીનો અનોખો રેકોર્ડ

0
293
Photo Courtesy: The Economic Times

એક સર્વે પ્રમાણે આંકડાઓ સામે આવ્યા છે કે, કોરોનાકાળમાં વધુ લોકોએ 4-વ્હીલર સાધનો વસાવ્યા છે. ઘણી કાર કંપનીઓએ આ સમય દરમિયાન અધધ નફો કમાયો છે. દેશની અગ્રણી મોટર કંપનીઓએ તેમની દેશમાં જ બનેલી કાર બહાર એક્સપોર્ટ કરીને આગવું મહત્વ ઊભું કર્યું છે.

આ કોમ્પેક્ટ SUV ક્રેટાનું વેચાણ 2015માં શરૂ કરવામાં આવ્યું હતું.

CY 2019માં, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ(HMIL) એ દેશની વિશિષ્ટ પસંદગી અને માંગ અનુસાર 792 કસ્ટમાઇઝ્ડ વેરિએન્ટ્સ સાથે 1,81,200 આ SUV એકમોની નિકાસ કરી હતી.

ભારત તરફથી પેસેન્જર કારની નિકાસમાં CY 2019 દરમિયાન કંપનીનો નિકાસ હિસ્સો 26% હતો.

કંપનીએ તકને જોતાં અને લોકો દ્વારા પેસેંજર કારની વધુ માંગને જોતાં આ વર્ષમાં લગભગ 2 લાખ કારનું વેચાણ કર્યું છે.

ગુરુવારે સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રાઇવને મહત્વ આપતા કંપનીએ કહ્યું હતું કે, તેણે ‘મેડ ઇન ઈન્ડિયા’ કોમ્પેક્ટ SUV ક્રેટાના બે લાખ યુનિટની નિકાસ કરી છે.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના MD અને CEO એસ. એસ. કિમે જણાવ્યું હતું કે, ક્રેટા દ્વારા પ્રાપ્ત કરાયેલ 2,00,000 યુનિટ્સ નિકાસનો મહત્તમ લક્ષ્ય હ્યુન્ડાઇના ‘મેક ઇન ઈન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ પ્રત્યે અવિશ્વસનીય મહત્વ અને પ્રતિબદ્ધતાની સાક્ષી છે.

તેમણે આ સફળતા પર ગર્વ કરતાં કહ્યું હતું કે,

તમિલનાડુમાં હ્યુન્ડાઇનો અદ્યતન પ્લાન્ટ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદકોનું ઉત્પાદન કરે છે અને અમારા ગ્રાહકોને સુખી જીવન જીવવા માટે ગુણવત્તાયુક્ત સમય પૂરો પાડવા સક્ષમ છે.

આ ઉપરાંત, હ્યુન્ડાઇએ 2020ની શરૂઆતમાં 88 દેશોમાં કંપનીની કારની નિકાસ કરતા ત્રણ મિલિયન વાહનના લક્ષ્યને પણ વટાવી દીધી છે.

હાલમાં, કંપની મુખ્ય 10 મોડેલ્સની નિકાસ કરી રહી છે.

  1. Atos (Santro)
  2. Grand i10
  3. Xcent
  4. Grand i10 (Nios)
  5. Grand i10 (Aura)
  6. i20 Elite
  7. i20 Active
  8. Accent (Verna)
  9. Venue
  10. All new Creta.

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનું પણ કહેવું છે કે,

અમે હવે ઉત્પાદન વધારવા પર ધ્યાન આપીએ છીએ અને તહેવારની સિઝનમાં અને ડિસેમ્બર બાદ પણ માંગમાં વધારો જોવા મળશે એવી આશા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here