ઇન્જેક્શન નહીં પરંતુ નાકથી જ અપાશે મેઈડ ઇન ઇન્ડિયા એન્ટી-કોવીડ વેક્સીન

0
288

ગયા અઠવાડિયે દેશના આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆત સુધીમાં ભારતીય COVID-19 વેક્સિન ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ જશે. લોકોને ઘણા રાહતના સમાચાર મળ્યા હતા. આજે ફરી આરોગ્ય પ્રધાને એક જરૂરી અને વધુ રાહતપૂર્ણ જાહેરાત કરી છે.

દેશભરમાં કોરોના સામે લડતનો સિલસિલો હજુ અકબંધ છે. લોકો હજુ આ કપરી પરિસ્થિતિ સામે જીવનગુજારો કરવા ધીરે ધીરે બેઠા થઈ રહ્યા છે.

અન્ય વિવિધ દેશોના કોરોના સામેની રસીના પરીક્ષણોની જાહેરાત થતાં સામાન્ય જન ખૂબ જ રાહત અનુભવી રહ્યો છે.

છતાંપણ, હજુ બધી જ વેક્સિનના પરીક્ષણો જ ચાલુ હોવાથી લોકોએ રાહ જોવી એ ખૂબ જ અનિવાર્ય છે.

દેશમાં સરકારે પહેલેથી જ ભારતમાં વિકસિત રસી બનાવવાનો આગ્રહ રાખ્યો હતો, જેના આજે હકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે.

પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા આવતા મહિનામાં ઇન્ટ્રાનોઝલ COVID-19 રસીના છેલ્લા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણો શરૂ કરવામાં આવશે.

જાહેરાત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન દ્વારા કરવામાં આવી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, મોડા-તબક્કાના આ પરીક્ષણમાં 30,000થી 40,000 જેટલા સહભાગીઓ શામેલ થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ હાલમાં જે આંતરરાષ્ટ્રીય રસીકરણ પરીક્ષણો ચાલી રહ્યા છે, તે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.

અને એ જોતાં, આવી નાક વડે સીધી આપવામાં આવતી રસીના પરીક્ષણો એ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે.

જો આ ભારતમાં વિકસિત રસી કે જે નાક વડે જ આપવામાં આવશે, એના પરીક્ષણો સફળ થશે તો આરોગ્ય ક્ષેત્રે તેમજ આ મહામારીના સમયમાં દેશનું આગવું મહત્વ ઊભું થશે.

આ ઉપરાંત, સરકારે રશિયન સ્પુટનિક-V COVID-19 રસીના અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ ભારતમાં પણ આગળ વધાર્યા છે.

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) દ્વારા આ રસી વિકસાવવામાં આવી છે અને તેના ટ્રાયલ્સ ભારતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવશે.

બહુવિધ રસીઓ અને તે બધાના પરીક્ષણોનો વિકાસ આખા વિશ્વમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here