વિવાદ: Twitter માટે હવે જમ્મુ અને કાશ્મીર ચીનનો અંતરંગ ભાગ છે!

0
322

એક વરિષ્ઠ રક્ષા નિષ્ણાતની Tweetમાં જમ્મુ અને કાશ્મીરને ભારતનો નહીં પરંતુ ચીનનો અંતરંગ ભાગ દર્શાવવામાં આવતાં Twitter પર ઘમાસાણ મચી ગયું હતું.

ગઈકાલે લોકપ્રિય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Twitter પર હોબાળો મચી ગયો હતો. રક્ષાને લગતા મામલાઓના વરિષ્ઠ નિષ્ણાત નીતિન ગોખલેએ ગઈકાલે લેહથી એક વિડીયો બ્રોડકાસ્ટ લાઈવ કર્યું હતું જેમાં જમ્મુ કાશ્મીરને ચીનનો અંતરંગ ભાગ દર્શાવવામાં આવ્યો હતો.

નીતિન ગોખલેના જણાવ્યા અનુસાર જ્યારે તેમણે Twitterના Hall of fame સેક્શનમાંથી લાઈવ સેશન શરુ કરવાની કોશિશ કરી હતી ત્યારે તેમાં “Jammu and Kashmir, People’s Republic of China” તરીકે તેમનું લોકેશન દર્શાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ નીતિન ગોખલેએ એ બ્રોડકાસ્ટ બંધ કરીને ફરીથી લાઈવ થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના બીજા પ્રયાસમાં પણ લોકેશન તરીકે “Jammu and Kashmir, People’s Republic of China” જ આવી રહ્યું હતું.

નીતિન ગોખલેએ આ અંગે Twitterને ફરિયાદ પણ કરી હતી. પરંતુ આ તમામ ઘટનાક્રમ દરમ્યાન Twitter યુઝર્સમાં ખળભળાટ મચી ગયો હતો અને તેમણે એક સૂરમાં આ માઈક્રો બ્લોગીંગ વેબસાઈટની ટીકા કરી હતી.

આટલું જ નહીં નીતિન ગોખલેની Tweet બાદ અન્ય યુઝર્સે પણ ફરિયાદ કરી હતી કે તેમને પણ આ જ રીતે “Jammu and Kashmir, People’s Republic of China” પ્રકારનું જ લોકેશન દેખાડે છે જ્યારે તેઓ આ વિસ્તારમાં હોય છે.

અગાઉ પણ Twitter દ્વારા જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાન અથવાતો ચીનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો હોય તેવી અનેક ઘટનાઓ બની છે, પરંતુ આ અંગે ફરિયાદ કરવામાં આવતાં Twitter દ્વારા કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા હોય એવું જાણવામાં આવ્યું નથી.

થોડા જ દિવસો અગાઉ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ પણ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની વાપસી માટે ચીનની મદદ લેવાનું વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here