ડંખ: રિપબ્લિક ટીવીના સ્ટિંગમાં કોંગ્રેસ અને મહારાષ્ટ્ર સરકાર સપડાયા

0
347

રિપબ્લિક ટીવી અને મુંબઈ પોલીસ વચ્ચેના યુદ્ધમાં હવે મહારાષ્ટ્ર સરકાર પણ ફસાઈ શકે છે તેમ રિપબ્લિક ટીવી દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશન દ્વારા લાગી રહ્યું છે.

મુંબઈ: TRP સ્કેમ મામલે રિપબ્લિક ટીવી અને મુંબઈ પોલીસ વચ્ચેની ખેંચતાણ હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના હેડક્વાર્ટર સુધી પહોંચી છે અને હવે મહારાષ્ટ્ર સરકાર પણ તેમાં ખેંચાઈ ગઈ છે. રિપબ્લિક ટીવીએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે જે અનુસાર એવું લાગી રહ્યું છે કે મહાઆઘાડી સરકાર દ્વારા એક સુનિશ્ચિત યોજના અંતર્ગત રિપબ્લિક ટીવીને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.

આ સ્ટિંગ ઓપરેશનના વિડીયોમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રાઘવેન્દ્ર શુક્લા નજરે પડે છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા રિપબ્લિક ટીવી પર પ્રતિબંધ મુકવાના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય બાબત એ છે કે રાઘવેન્દ્ર શુક્લા આ વાત મહારાષ્ટ્ર કોંગ્રેસના હેડક્વાર્ટરમાં બેસીને કરી રહ્યા છે.

આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન હાલમાં રિપબ્લિક ટીવી પર પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ સ્ટિંગના વિડીયોમાં એક સમયે રાઘવેન્દ્ર શુક્લા મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરી રહ્યા છે અને બાદમાં ભારપૂર્વક કહી રહ્યા છે કે રિપબ્લિક પર પ્રતિબંધ જરૂર આવશે અને ચેનલને કોઈજ બચાવી નહીં શકે.

બાદમાં શુક્લા એવો ખુલાસો કરે છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પોલીસ અધિકારીઓ અને નોકરશાહોની એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે જેમને એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમણે બીજું કશું જ કામ નથી કરવાનું ફક્ત રિપબ્લિકની પાછળ જ પડી જવાનું છે કારણકે તેને (અર્નબ ગોસ્વામીને) ખ્યાલ આવવો જોઈએ કે તે શું બોલી રહ્યો છે.

શુક્લા આગળ કહે છે કે અર્નબ ગોસ્વામીના સ્વભાવને કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કારણકે અર્નબ કોઈની વાત સમજવા માટે તૈયાર જ નથી. ઉદ્ધવ આજે રાજ્યના મુખ્યમંત્રી છે તો તેમનામાં કોઈ કાબેલિયત હશે તો બન્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here