પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો ?

0
308

અહી બે મહત્વના મુદ્દાઓ છે એક નાણાકીય રોકાણ અને બીજું કાનૂની. કાનૂની મુદ્દામાં પ્રોપર્ટીનું ટાઈટલ ક્લીયર છે કે નહિ , જૂની કોઈ જવાબદારીઓ છે કે કેમ, વારસદારો કોણ છે વગેરે મુદ્દાઓ વકીલની સલાહ લઇ તપાસી જવા કોઈ એજન્ટની વાતમાં ફસાવું નહિ એમાં જ તમારી ભલાઈ છે.

બીજો મહત્વનો મુદ્દો છે નાણાકીય રોકાણનો. પ્રોપર્ટીમાં સાધારણપણે મોટી રકમનું રોકાણ થતું હોય છે. ક્યારેક લાંબાગાળાની લોન લેવાની હોય છે, તો આ પૈસા ખર્ચ કરતા પહેલા નાણાકીય વ્યવસ્થા કઈ રીતે કરવી એનું આયોજન કરવાથી પાછળથી તકલીફ ઓછી થાય છે.

તો જોઈએ આ મુદ્દાઓ

સૌ પ્રથમતો તમે કઈ ઉમરમાં તમારી પ્રોપર્ટી ખરીદવા માંગો છો એ મહત્વનું જો નવા નવા નોકરીએ લાગ્યા હોવ અને નોકરીની સલામતી હોય તો પણ જો વધારાના ઘરની જરૂરિયાત ના હોય એટલેકે તમે પરિવાર સાથે રહી શકતા હોવ તમને સ્વતંત્ર બેડરૂમની વ્યવસ્થા હોય તો ઓછામાંઓછા 5 થી 10 વર્ષ ઘર લેવાનું ટાળવું જોઈએ.

ઘર લેવા જે EMI આવે એટલી બચત શેર કે મ્યુચ્યુઅલફંડમાં દર વર્ષે રોકાણ કરતા જવું અહી તમને વાર્ષિક 12% CAGR (ક્યુમ્યુલેટીવ એન્યુઅલ ગોર્થ રેટ ) ના દરે તમારી મૂડી વધશે એથી 5 કે 10 વર્ષમાં તમે પ્રોપર્ટી માટે શરૂઆતમાં જે ડાઉન પેમેન્ટ કરવું પડે જે પ્રોપર્ટીના 20% થી 25% જેટલું હોય એ આસાનીથી ભરી શકશો. અથવા વધુ પણ કરી શકશો જેથી લોનનો ભાર ઓછો થશે.

વળી યુવાનીની શરૂઆતમાં તમે જે ઘર લેવા માંગતા હોવ એનાથી મોટું ઘર લેવાની ક્ષમતા વધશે. હંમેશા મોટા ઘરની વેલ્યુ નાના ઘર કરતા વધુ ઝપડથી વધતી હોય છે વળી તમે લોકેશન પણ યોગ્ય પસંદ કરી શકશો આમ તમને એક ઉમદા ઘર ખરીદવા માટે 5 થી 10 વર્ષનો સમય મળે છે અને વધુ સારો મોકો.

યુવાનીમાં તમે નવા નવા નોકરીએ લાગ્યા હોવ ત્યારે એ સમય તમારા માટે નવું નવું શીખવાનો છે તમારી કેરિયર પર ધ્યાન દેવાનો છે વધુને વધુ અનુભવ લેવાનો છે એથી નોકરી બદલવી કે પ્રગતિ માટે નવી જગ્યાએ જવું વગેરે જ તમારા અનુભવને તીવ્ર બનાવશે. આવા સમયે તમે નવું ઘર લઇ એક EMIના ચક્કરમાં પડી તમારી કારકિર્દી પર કાપ મુકો તો એ સૌથી મોટું નુકશાન છે એથી આવા સમયે તમારે ભાડાના ઘરથી ચલાવી લેવું હિતાવહ છે વળી ભાડું સસ્તું પડે છે.

હવે તો વર્ક ફ્રોમ હોમ પણ શક્ય છે એથી દુનિયાના કોઈપણ ખૂણેથી તમે નોકરી કરી શકો છો તો આવા સમયે ઘર ખરીદવાની ઉતાવળ કરવી મૂર્ખતા છે.

યાદ રહે તમે જયારે EMIથી ઘર ખરીદો છો ત્યારે તમે એક દેવું કરો છો અને આજના રેટ મુજબ આ દેવાનું વ્યાજ ઓછામાંઓછું 8.5% જેટલું હોય છે એટલું જ નહિ જેટલું દેવું ચુકવવા વધુ વર્ષો લાગે એટલો વ્યાજનો ફટકો મોટો લાગે આમ તમે તમારી મહેનત આખી જિંદગી વ્યાજ ચુકવવામાં ગુમાવો છો.

જો દેવું જ કરવું હોય તો તમારું EMI તમારી કુલ આવકના 30% થી 35% થી વધુ ના હોવું જોઈએ જેથી તમને ભાવી બચત અને રોકાણ માટે પણ વાંધો ના આવે. જયારે તમે ભાડું ચૂકવો છો એ પ્રોપર્ટીના કુલ રકમના માંડ 1% કે 2% હોય છે એથી શરૂઆતના વર્ષોમાં જો ભાડું ભરી અને બચત કરી એને 12% એ શેર માં કે મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરવાથી તમારી બચત પર વળતર વધુ મળશે અને ત્યાર બાદ તમારી આ આવકમાંથી તમને પ્રોપર્ટીના હપ્તા ભરવા સરળ થઇ જશે.

પોતાનું ઘર ખરીદવાની યોગ્ય ઉમર છે તમે જયારે પાંત્રીસી વટાવો ત્યારે. ત્યાં સુધીમાં તમે કુટુંબ રચો છો તમે નોકરીમાં કે ધંધામાં સેટ થઇ જાવ છો તમને સારો અનુભવ અને આત્મવિશ્વાસ મેળવો છો અને ભાવી આવક અને કેરિયર અંગે તમે નિશ્ચિત થઇ જાવ છો અને એવા સમયે જો તમે ઘર ખરીદો તો તમને તમારા સપનાનું ઘર ચોક્કસ મળશે અન્યથા તમે ઉતાવળે ભૂલ કરી મોટા દેવામાં ડૂબી જશો જેની અસર તમારા કેરીઅર પર પડશે.

ઘણા એમ વિચારતા હોય છે કે શરૂઆતમાં ઘર લઇ લઈએ અને જો ત્યાં ના રહેવું હોય તો એને ભાડે આપી દઈએ અને સાઈડમાં ભાડાની આવક થતી રહે. પરંતુ અહી ભાડાની આવક તો તમારા EMI ભરવામાં વપરાય જાય છે અને ભાડું પણ યોગ્ય ના પણ મળે અને એની પાછળનો ખર્ચ મેઈન્ટેનન્સનો ખર્ચ માથે પડે છે આજ રકમની બચત કરી એનું રોકાણ કરવામાં આવે તો એ ભાડા કરતા વધુ ઝડપથી વધશે અને તમારી પાસે તગડી મૂડી ભેગી થશે જેથી તમે ભવિષ્યમાં વધુ સારી પ્રોપર્ટી લઇ શકશો.

યાદ રહે પ્રોપર્ટીના ભાવ દરેક જગ્યાએ ખુબ નથી વધતા વળી પ્રોપર્ટીનું લોકેશન અને સાઈઝ પણ મહત્વના છે એના ભાવ ઝડપથી વધવા પરંતુ ગમે એ ગણતરી કરો લાંબાગાળે પ્રોપર્ટીના ભાવ પણ 15% CAGR ના દરથી વધુ દરે વધતા નથી. જયારે શેરમાં રોકાણ હોય તો એ જો મલ્ટીબેગર થવાના ચાન્સ વધુ છે અને એમાં શરૂઆતની મૂડીની જરૂરિયાત પણ નજીવી જ હોય છે તમારા એક લાખ રૂપિયા 20 વર્ષમાં એક કરોડ થવાના ચાન્સ માત્ર ઇક્વિટીમાં જ રોકાણ થી છે અથવા તમે જાતે ધંધો કરો તો શક્ય છે

આમ તારમ્ય એ જ કે યુવાનીના શરૂઆતના વર્ષોમાં બચતનું રોકાણ ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલફંડમાં કરવું ને ૩૫ વર્ષ બાદ પ્રોપર્ટીમાં રોકાણ કરવા અંગે આયોજન કરવું

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here