વર્લ્ડ ચેમ્પિયન પી. વી. સિંધુએ કોઈને જાણ કર્યા વગર ભારત કેમ છોડ્યું?

0
263
Photo Courtesy: hindustantimes.com

કોરોના કાળમાં રમત-ગમત ક્ષેત્રે અને ખાસ કરીને ખેલાડીઓને ગંભીર અસર પહોંચી છે. ખેલાડીઓને રોજ પોતાની રમત સાથે સમય વિતાવીને હમેશા શારીરિક અને માનસિક ચુસ્ત રહેવું પડે, એની જગ્યાએ લોકડાઉનના લીધે ઘણા ખેલાડીઓ ઘરમાં જ  ભરાઈ રહેતા શારીરિક તો ખરા, પરંતુ માનસિક ઘણી માઠી અસર પહોંચી છે. જે અત્યારે મીડિયા દ્વારા લોકો કોઈને કોઈ રીતે જાણી શકે છે.

પુસરલા વેંકટા સિંધુ એટલે કે પી.વી. સિંધુ એ ભારતીય પ્રોફેશનલ બેડમિન્ટન પ્લેયર છે, જેણે 2009માં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

પી. વી. સિંધુએ દેશ માટે ઘણા મેડલ્સ જીત્યા છે. જેમાં તેઓ દેશના પ્રથમ મહિલા ખેલાડી તરીકે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન રહ્યા છે, તથા પ્રથમ મહિલા ખેલાડી કે જેમણે ઓલિમ્પિક સિલ્વર મેડલ જીત્યો હોય.

આ વર્લ્ડ ચેમ્પિયને બેડમિન્ટન જગતમાં, તેમના ચાહકો માટે તેમજ રમતપ્રેમીઓ માટે ઓચિંતા અને ચોંકાવનારા સમાચાર આપ્યા છે.

ઓલિમ્પિક માટે નેશનલ બેડમિન્ટન કેમ્પ છોડીને પી. વી. સિંધુ યુરોપ પહોંચી ગયા છે, અને આ વાતની જાણ તેમણે તેમના પરિવારજનો પણ કરી નહોતી.

નેશનલ કેમ્પને અધવચ્ચે છોડીને 25 વર્ષીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી પહેલી વાર પોતાના માતા-પિતા સિવાય એકલા સફર કરીને UKના લંડન ખાતે પહોંચ્યા હતા.

સૂત્રો દ્વારા કહેવું છે કે, ગેટોરેડ સ્પોર્ટ્સ સાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ (GSSI)માં રેબેકા રાંદેલ હેઠળ નિષ્ણાતોની ટીમ દ્વારા તેઓ દેખરેખમાં રાખવામાં આવેલ છે. અને આગામી 2 મહિનાઓ સુધી ત્યાં જ રહેશે તેવા અનુમાન છે.

ગઇકાલે, સોમવારે આ ખેલાડીના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ જોવા મળી હતી, જેમાં કહ્યું હતું કે, તેઓ રિકવરી અને ન્યૂટ્રિશન માટે લંડન ગયા છે.

હૈદરાબાદ છોડ્યા પહેલા પી. વી. સિંધુએ પુલ્લેલા ગોપીચંદ એકૈડમીના કોચને જાણ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આગામી 8 થી 10 અઠવાડિયા સુધી લંડનમાં જ રહેશે.

સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું હતું કે, લોકડાઉનના લીધે સતત પરિવાર સાથે રહેવાથી મોકળાશ માટે ખેલાડીએ રીસમાં આવીને આ પગલું ભર્યું છે.

જોકે, સોશિયલ મીડિયા પરની પોસ્ટ બાદ ખેલાડીના હેતુ સ્પષ્ટ થયા છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખેલાડીના રમતના પર્ફોમન્સને લઈને કોઈ મુશ્કેલી ના આવે તે હેતુસર તેઓ લંડનમાં જ ટીમ સાથે પ્રૅક્ટિસ ચાલુ કરી દેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here