નવું પ્લાસ્ટિક મની?: PayTM દ્વારા ક્રેડિટ કાર્ડ શરુ કરવામાં આવશે

0
309

વર્ષ 2010થી દેશમાં ઈ-કોમર્સ વેબસાઇટ તરીકે લોંચ થયેલ PayTM અત્યારે ઘણી મહત્વની ડિજિટલ કંપનીઓમાંથી એક છે. દેશના 10માંથી 5 વ્યક્તિઓના ફોનમાં PayTM એપ્લિકેશન હોય છે. આ કંપની છેલ્લા 2 વર્ષથી PayTM બેન્ક શરૂ કર્યા બાદ તાજેતરમાં નવી જાહેરાત લાવી છે.

PayTM બેન્કની સુવિધા સંપૂર્ણપણે ઓનલાઇન છે. આ બેન્કમાં બચત ખાતા, પ્રોવિશનલ ફંડ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

તાજેતરમાં જ, અગ્રણી ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ PayTM દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બેન્ક દ્વારા ક્રેડિટ કાર્ડની સુવિધા પણ તેના વપરાશકર્તાઓને મળશે.

PayTM પર ક્રેડિટ સ્કોર અને વપરાશકર્તાની ખરીદી પેટર્ન એમ બંનેના આધારે આ ક્રેડિટ કાર્ડ જારી કરવાની યોજના ધરાવે છે.

PayTM એ સોમવારે કહ્યું હતું કે, તે વિવિધ કાર્ડ આપનારાઓ સાથે સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ રજૂ કરવા માટે ભાગીદારી કરશે અને આગામી 12-18 મહિનામાં 20 લાખ કાર્ડ ઇશ્યૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

કંપનીએ કહ્યું કે, આ પગલાનો હેતુ ક્રેડિટ બજારમાં પરિવર્તન લાવવાનો હેતુ છે. જે વપરાશકર્તાઓને ડિજિટલ અર્થવ્યવસ્થામાં જોડાવા માટે સક્ષમ કરશે.

ભાવેશ ગુપ્તાએ, CEO – PayTM લેન્ડિંગ, એક નિવેદનમાં જણાવ્યું હતું કે,

આપણા દેશમાં, ક્રેડિટ કાર્ડ્સ હજી પણ સમાજના સમૃદ્ધ વર્ગ માટેની ઉપયોગીતા માનવામાં આવે છે અને દરેક જણ તેનો લાભ મેળવી શકતા નથી. PayTM પર અમારું ઉદ્દેશ ક્રેડિટ કાર્ડ પ્રદાન કરવાનું છે કે, જે ભારતના મહત્વાકાંક્ષી યુવાનો અને વિકસિત વ્યાવસાયિકોને લાભ આપે.

બેંકિંગ, પાક દસ્તાવેજીકરણ અને લાંબા સમય સુધી પ્રોસેસિંગના સમયગાળાની મર્યાદિત એક્સેસ જોતાં, US જેવા દેશ કરતા ભારતમાં ક્રેડિટ કાર્ડનો વપરાશ 320%ની સરખામણીએ માત્ર 3% જ છે.

PayTM એ કહ્યું હતું કે, તે તેની એપ્લિકેશન પર એક નવીન ડિજિટલ અનુભવ માટે ડિઝાઇન કરી રહ્યું છે, જેનાથી વપરાશકર્તાઓ તેમના એકંદર ખર્ચનો સંચાલન સરળતાથી કરી શકશે અને કાર્ડના વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકશે.

ડિજિટલ પેમેન્ટ કંપનીએ એમ પણ કહ્યું હતું કે, તેનું ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓના નાણાંની સુરક્ષા માટે કપટભર્યા વ્યવહાર સામે વીમા સુરક્ષા પણ આપશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here