રણવીર સિંહ અને રોહિત શેટ્ટી બંને સાથે ફરી એકવાર મોટા પડદે

0
243

કોરોનાને લીધે ફિલ્મજગતને મોટો આંચકો મળ્યો હતો. ભીડવાળી બધી જ જગ્યાઓ બંધ થઈ હતી જેમાં થિએટર્સ પણ સામેલ હતા. આ કારણસર ફિલ્મો રિલીઝ પણ થઈ નહોતી. આખરે લોકડાઉન ધીરે ધીરે ખૂલ્યા બાદ હવે ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે અને નવી નવી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે.

મુંબઈ: 19 ઓક્ટોબરે બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી સાથે કોમેડી ફિલ્મ “સર્કસ”  (Cirkus) માટે જોડાવાની જાહેરાત કરી હસ્તાક્ષર કર્યા હતા.

આ ફિલ્મ વિલિયમ શેક્સપીયરના ક્લાસિક નાટક “ધ કોમેડી ઓફ એરર્સ” પર આધારિત છે, જે જન્મજાત આકસ્મિક રીતે અલગ થઈ ગયેલા સમાન જોડિયા ભાઈના બે કેરેક્ટરની આસપાસ ફરતી સ્ટોરી છે.

રણવીર સિંહ અને શેટ્ટીના મૂવી તેમના 2018ની એક્શન બ્લોકબસ્ટર “સિમ્બા” અને આગામી “સૂર્યવંશી” પછી એક સાથે ત્રીજા પ્રોજેક્ટને ચિહ્નિત કરે છે, જેમાં આ સુપરસ્ટાર અભિનેતાનો ખાસ દેખાવ રહેવાનો છે.

નિર્માતાઓ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના સહયોગથી T-સિરીઝના ભૂષણ કુમાર દ્વારા “સર્કસ” રજૂ કરવામાં આવશે.

આ ફિલ્મમાં પૂજા હેગડે, જેક્લીન ફર્નાન્ડીઝ, વરૂણ શર્મા, સિદ્ધાર્થ જાધવ, જોની લિવર, સંજય મિશ્રા, વ્રજેશ હિરજી, વિજય પાટકર, સુલભા આર્ય, મુકેશ તિવારી, અનિલ ચરણજિત, અશ્વિની કલસેકર અને મુરલી શર્મા પણ છે.

સર્કસનું શુટિંગ આવતા મહિને મુંબઈ, ઊટી અને ગોવામાં થશે. ફિલ્મના નિર્માતાઓ આગામી શિયાળામાં 2021માં ફિલ્મ રિલીઝ કરવાની નજર રાખી રહ્યા છે.

રોહિત શેટ્ટી માત્ર ફિલ્મનું દિગ્દર્શન જ નથી કરી રહ્યા, સાથે સાથે ફિલ્મના નિર્માતા પણ છે.

રણવીર સિંહ હાલમાં તેમના કબીર ખાન દિગ્દર્શિત “83” અને યશરાજ ફિલ્મ્સના “જયેશભાઇ જોરદાર”ની રિલીઝની રાહમાં છે.

શેટ્ટી તેની બહુ અપેક્ષિત ફિલ્મ “સૂર્યવંશી”ના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. જેમાં રણવીર સિંહ સાથે અજય દેવગણ અને અક્ષય કુમાર તેમજ કેટરિના કૈફ છે અને તે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે રિલીઝ થાય તેવી સંભાવના છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here