એક સરખા ફરાળ ખાવાથી કંટાળ્યા છો? તો આ રહી નવી રેસિપીઝ

0
357

કહે છે કે જીવનની એકસરખી ઘટમાળથી બચવા અને પોતાને સૌથી વધુ અક્કલ ધરાવતા પ્રાણી તરીકે સાબિત કરવા માનવીએ તેની જિંદગીમાં તહેવારના દિવસો ગોઠવી દીધા.

હવે બધા તહેવારને એક મોજ મસ્તીનો માહોલ આપી દઈએ તો નવી પેઢી પાસે ધર્મનું શું જ્ઞાન રહે?- આવું કદાચ એ વખતે કોઈક એ વિચાર્યું હશે, એટલે જ ઘણા ખરા તહેવારોની ભેગા એને લગતા વ્રત કે ઉપવાસ પણ આવી જ જાય છે. જે એક રીતે સારું છે. ફક્ત ધાર્મિક જ નહિ પણ આરોગ્યની રીતે વિચારીએ તો જે હાથમાં આવ્યું તે પેટમાં ગયું જેવી આપણી મેન્ટાલીટી, તહેવારની મજાને સજામાં બદલી શકે છે. પરિણામે આ વ્રત કે ઉપવાસથી આપણે એ સજામાંથી બચી શકીએ છીએ.

આમ પણ અત્યારના હવામાનને અને આજુબાજુ રોજ ઉઠી રહેલા નવા નવા રોગોને જોઈને લાગે કે હા, ખરેખર ઉપવાસની જરૂર તો છે. પણ પછી જે લોકો ઉપવાસ નથી કરી શકતા એને માટે ઉપવાસ એક બહુ દુઃખદાયી સમય બની જાય છે. એટલે જાત જાતના ફરાળી વ્યંજનથી રૂટીન ભોજન કરતા પણ વધારે ખાઈ લઈએ છીએ.

હવે જેને રૂટીન ઘરેડ થી છૂટવું હોય એ તો આમ પણ રોજીંદા ચીલાચાલુ ભુજાનથી છુટકારો મેળવવા ઈચ્છે છે, એમાં પણ જો સળંગ બે દિવસથી વધારે ફરાળી ખાવાનો – એટલે કે બીજા શબ્દોમાં ઉપવાસ કરવાનો – વારો આવે એને બીજે દિવસે બપોરથી જ રાજગરાની પૂરી અને સાબુદાણાની ખીચડીથી દૂર ભાગવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. એવા લોકો માટે જ આજે હું બતાવીશ કેટલીક અવનવી ફરાળી વાનગી, ખાસ કરીને જેમને ગુજરાતી ઘરોમાં બનતા રૂટીન ફરાળથી છૂટવું છે એ લોકો માટે, સ્વીટ પટેટો એન્ડ વોલનટ સૂપ, આલુ કોફતા, વોલનટ હલવો અને મખાણા ખીર

સ્વીટ પટેટો એન્ડ વોલનટ સૂપ:

સામગ્રી:

 • 1 ½ કપ શક્કરિયું – છોલીને ટુકડા કરેલ
 • 4-5 કપ પાણી
 • 1 ટેસ્પૂન ઘી
 • 1 તજ
 • 3-4 લવિંગ
 • 1 કપ ક્રશ્ડ અખરોટ
 • 1 ટેસ્પૂન લીલા મરચાની પેસ્ટ (અથવા સ્વાદ મુજબ)
 • મીઠું, કાળા મરી સ્વાદ મુજબ
 • સજાવટ માટે તાજું ક્રીમ

રીત:

 1. એક પેનમાં આશરે બે કપ પાણી લો અને તેને ઉકળવા દો.
 2. તેમાં શક્કરીયાના ટુકડા નાખો અને તે નરમ થાય ત્યાંસુધી તેને પકવો.
 3. શક્કરિયું નરમ થાય એટલે પેનને ગેસ પરથી હટાવી થાળું પાડવા ડો.
 4. શક્કારીયાને પાણી સાથે ફૂડ પ્રોસેસરમાં નાખીને તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
 5. હવે એ જ પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં તાજ અને લવિંગ નાખી તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
 6. તેમાં શક્કરીયાની પ્યુરી અને બાકીના બે કપ પાણી ઉમેરો.
 7. મીઠું, મરી અને મરચું ઉમેરી બરાબર હલાવો.
 8. મિશ્રણ ઉકાળવા લાગે એટલે તેમાં અખરોટ ઉમેરી ધીમા તાપે, જોઈતા પ્રમાણમાં ઘટ્ટ થાય ત્યાંસુધી ખદખદવા દો.
 9. તાજા ક્રીમથી સજાવીને ગરમાગરમ પીરસો.

આલુ કે કોફ્તે:

સામગ્રી:

 • 3 મધ્યમ કદના બટાટા છોલી, બાફી ને છૂંદેલા
 • 1 ટેસ્પૂન અરારૂટ
 • 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
 • મિક્સ ડ્રાયફ્રુટ, જરૂર મુજબ (કાજુ, અખરોટ, કિશમિશ વગેરે, સમારેલા)
 • સ્વાદ મુજબ મીઠું
 • કોફતાને તળવા માટે તેલ
 • પીરસવા માટે દહીં

રીત:

 1. એક બાઉલમાં કાજુ અને તેલ સિવાય બધી સામગ્રી ભેગી કરો.
 2. ખૂબ સારી રીતે મિક્સ કરી એ મિશ્રણમાંથી માધ્યમ આકારનો બોલ તૈયાર કરો, આ બોલ ને વચ્ચેથી થોડો ચપટો કરી તેમાં ડ્રાયફ્રુટનું મિશ્રણ ભરી તેને બરાબર સીલ કરી દો. બધા જ કોફતા આ રીતે તૈયાર કરો.
 3. હવે એક પેનમાં તેલ ગરમ કરી કોફતા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
 4. કોફતાને દહીં સાથે પીરસો.

વોલનટ હલવો:

સામગ્રી:

1 કપ અખરોટ, ભૂક્કો કરેલા

2 ટેબલસ્પૂન ઘી, પીગળાવેલુ

½ કપ દૂધ

¼ કપ સાકર

¼ ટીસ્પૂન ઈલાયેચીનો ભૂકો

રીત:

 1. એક હેવી બોટમ પેનમાં ઘી ગરમ કરી તેમાં અખરોટનો ભૂકો ઉમેરી ધીમા તાપે લગભગ પાંચ મિનીટ સુધી શેકી લો
 2. હવે તેમાં દૂધ અને સાકર ભેળવી, સતત હલાવતા રહી બીજી પાંચ મિનીટ માટે પકવો.
 3. હવે આંચ બંધ કરી તેમાં એલચીનો પાઉડર ભેળવી લો.
 4. નવશેકું ગરમ પીરસો.

મખાણા ખીર:

સામગ્રી:

1 કપ  મખાણા
2 કપ દૂધ
3-4 લીલા ઇલાયચીના દાણાનો પાઉડર
10-12 કાજુ
1 ચમચી કિસમિસ
3.5 થી 4 ચમચી ખાંડ અથવા જરૂરમુજબ
1 ચપટી કેસર
2 થી 3 ચમચી ઘી

રીત:

 1. એક પેનમાં ઘી લઇ તેમાં મખાણા અને કાજુને સાંતળો. કાજુ સહેજ સોનેરી અને મખાણા ક્રંચી થાય ત્યાંસુધી સાંતળો. એક પ્લેટમાં કાઢીને બાજુમાં રાખો
 2. એક હેવી બોટમ પેનમાં દૂધ ઉકાળો. થોડી થોડી વાર પર હલાવતા રહો જેથી દૂધ નીચે ચોંટે નહી.
 3. દૂધ ઉકલે એટલી વાર સાંતળેલા મખાણામાંથી 2/૩ ભાગ મખાણા લઇ, તેમાં ઈલાયચી દાણા અને કેસર ઉમેરી તેને મિક્સરમાં પીસીને પાઉડર કરી લો.
 4. દૂધનો ઉભરો આવે એટલે તેમાં ખાંડ અને મખાણાનો પાઉડર ઉમેરો.
 5. બરાબર મિક્સ કરી તેમાં વધેલા 1/૩ મખાણા પણ ઉમેરી દો.
 6. ધીમે તાપે, લગભગ 8-10 મિનીટ માટે ખદખદવા દો. ત્યાંસુધીમાં દૂધ જાડું થી જશે અને મખાણા નરમ થી જશે.
 7. હવે તેમાં સાંતળેલા કાજુ અને કીસમીસ ઉમેરી દો. ખીરને હલાવીને એકાદ મિનીટ ખદખદવા દો.
 8. ખીરને ગરમ કે એકદમ ઠંડી પીરસો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here