કોડિંગ શીખેલા બાળકની આત્મકથાનો બીજો અને અંતિમ ભાગ…

0
358

મારા માતા પિતાને સમજાયું કે મને સમુદ્ર પાસેથી કોડી મળી હતી. મને કવિતા પણ કોડીની જ આવડી. મેં જે પતંગ ફાડ્યા એ પણ બે કોડી હતા અને મારી આવડત પણ બે કોડીની હતી જેથી એમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે મને કોડીંગ શીખવાડવાનો સમય આવી ગયો છે. હવે આગળ…

અને નાકમાંથી ગુંગા કાઢીને દીવાલ ઉપર લગાવવાની ઉમરે મને મારા ફેમેલી દ્વ્રારા કોડીગ શીખવા મુકવામાં આવ્યો કોડીગનાં ક્લાસમાં મને એમ કે કોડીમાં આઠ પડે અને હું જીતી જતો એવી રીતે જીતી જઇશ પણ આ લોકો તો બધું કોમ્પ્યુટર ઉપર કરાવતા હતા. એપ ડાઉનલોડ કરીને ઘરે બેસીને ઓનલાઈન ભણવાનું હતું ઘણીવાર હું કેમેરો બંધ કરીને સુઈ જતો. બસ મને ખ્યાલ હતો કે જેવું કોડીગ શીખવાનું પતશે મારા ઘરની બહાર લાઈનો લાગી હશે કે હું એમના માટે એપ્લીકેશન બનાવું. હું પોતે પ્રીમિયમ ઓ.ટી.પી એપ ની જગ્યાએ મોડેડ એપ અને ટેલીગ્રામ ઉપરથી ડાઉનલોડ કરીને કાર્ટુન મુવી જોતો હતો પણ મને વિશ્વાસ હતો કે જેવું કોડીગ પતશે એવી રેશનીગની દુકાનની બહાર હોય એવી લાઈનો ચોક્કસ મારા ઘરની બહાર  હશે.

કોડીગ શીખવામાં અમને સમજાવવામાં આવતું કે કોડીગનાં ફાયદા શું છે. હું કોડીગ ક્લાસ પતે પછી મારી મમ્મી કે પપ્પા નો ફોન પણ અનલોક કરું તો મારા મમ્મી પપ્પા ને લાગતું કે હું કોડીગ શીખું છું. એનો કમાલ એ છે કે, મારા ઘરે કોઈ આવે અને હું ટી.વીમાં જાતે ચેનલ બદલું તો મારા મમ્મી પપ્પા કહેતા કે આજકાલનાં છોકરાઓ રીમોટ લઈને કોડીંગ શીખીને જાતે ચેનલ બદલે છે, આપણા જમાનામાં તો આવું કઈ હતું નહિ. એક વાર ચેનલ બદલતા બદલતા શોલે મુવી આવી ગયું જેમાં ગબ્બર ઠાકુરનાં હાથ કાપી નાખે છે એ સીન આવ્યો. મને વિચાર આવ્યો કે એ જમાનામાં ઠાકુર કોડીગ શીખેલો હશે અને પોતાના હાથનો ઉપયોગ કરીને રામગઢવાસીઓને કોડીગ શીખવાડી ના દે અને રામગઢની બહાર એપ્લીકેશન બનાવવા લોકોની લાઈનો લાગી જાત, તો ઈમામ સાહેબના અહેમદને બીડીનાં કારખાનામાં નોકરી કરવા પણ બહાર નાં જવું પડત અને ગબ્બરનો લુંટનો ધંધો ચોપટ થઇ જાત. તો એટલે ઠાકુર કોઈને કોડીગ ન શીખવાડે એ હેતુથી ગબ્બરે ઠાકુરના હાથ કાપી નાખ્યા હશે.

જેમ જેમ હું શોલે જોતો ગયો એમ એમ મને ખ્યાલ આવ્યો કે શોલેમાંજ કોડીગનો મૂળ મંત્ર છે. શોલેમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીના કેરીઓ તોડવાના સીન ઉપરથી પણ ગેમ ડેવલોપ કરી શકાય અને જે જીતે એને કેરીનો રસ ડીનર તરીકે આપવાનો એવો પણ વિચાર આવ્યો. પોચિનકીની જગ્યાએ રામગઢ ઉપર ઘોડા સાથે લેન્ડ કરવાનું, હથિયારો વીણવાનાં, ટાંગા ચલાવવાના, ટ્રેનો ઉપર લડાઈ કરવાની, જેલમાંથી ભાગવાનું, જોરદાર ગેમ ડેવલપ થઇ જાય રેટ્રો લુક પણ આવી જાય અને ભારત આ ક્ષેત્રે આત્મનિર્ભર પણ બની શકે.

પણ આ બધું મારા વિચારો હતા પણ ખરેખર તો મારી ઉમર આત્મકથા લખવાની કે કોડીંગ શીખવાની હતી જ નહિ. મારી ઉમર હજુ જીવન જીવતા શીખવાની હતી એટલે નહિ પણ મારા મમ્મી પપ્પા ને કોડીગ શીખવાની ફી જ પોસાય એવી નહતી એટલે મેં કોડીગ શીખવાનો ખાલી ડેમો ક્લાસ ફ્રી માં ભરીને આ બધું વિચારી અને આત્મકથા લખીને મૂકી દીધો.

તો, આ બધું ટેન્શન મૂકી ને સાંભા ની જેમ એકપથ્થર ઉપર બેસીને આરામ થી જિંદગી જીવો.

લિ. વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

ભાગ ૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here