માર્કેટ અને ભારતીય મેગા કંપનીઓને લઈને સરકારની અનોખી પહેલ

0
356
Photo Courtesy: YouTube

રિલાયન્સ JIO, LIC અને અન્ય ભારતીય સ્ટાર્ટ-અપ્સની જેમ વૈશ્વિક લિસ્ટ માટે બનાવવા, સરકાર સાત દેશો અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ-ટેક (GIFT) શહેરને સૂચિત કરવાની તૈયારીમાં છે, જ્યાં આવી ભારતીય ઇન્ટરનેશનલ અને નેશનલ કંપનીઓ જાહેર થઈ શકે છે, તેઓના વ્યવસાયને સરળ બનાવશે.

કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) અને આર્થિક બાબતોના વિભાગે ડ્યુઅલ લિસ્ટિંગની વિવાદાસ્પદ કલમને દૂર કરવા સંમત થયા છે, જે અનુસાર કોઈ ભારતીય કંપનીને ભારતમાં તેમજ વિદેશમાં પણ સૂચિબદ્ધ કરવાની જરૂર હોય છે.

પરિણામે, હવે કોઈપણ કંપની US, UK અને જાપાન સહિતના સાત બજારોમાંની એકની સીધી યાદી બનાવી શકે છે.

આ યાદી હજુ વિસ્તૃત કરવામાં આવશે પરંતુ ચીન સાથે ભારતના સરહદ તણાવને લીધે હોંગકોંગ અત્યારે નોંધપાત્ર રીતે બાકાત છે.

ઘણી કંપનીઓએ હોંગકોંગમાં સૂચિ આપવાનું પસંદ કર્યું છે. કારણ કે, સ્વાભાવિક રીતે હોંગકોંગ આ ક્ષેત્રનું મુખ્ય નાણાકીય કેન્દ્ર માનવામાં આવે છે.

આ ફેરફાર GIFT સિટીના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રમાં કાર્યરત વિનિમય, જે વિદેશી સોર્સ સાથે જોડાણ ધરાવે છે, તે સ્ટોકને વિદેશમાં પણ વેચવા માટે સરળતા લાવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દાખલા તરીકે; NSE અથવા BSE જો SGX સાથે જોડાણ કરે છે, તો તે ભારતીય કંપનીના શેરને GIFT સિટી તેમજ સિંગાપોરમાં એક્સચેન્જમાં વેપાર કરવામાં મદદ કરી શકે છે.

ભારતીય કંપનીઓની વૈશ્વિક સૂચિને મંજૂરી આપવાનું સરકારનુ વલણ મોટા પરિવર્તન તરીકે જોવામાં આવે છે.

પ્રથમ પગલા તરીકે મોદી વહીવટીતંત્રે કંપની અધિનિયમમાં સુધારો કર્યો છે, જે પછી નાણાં મંત્રાલય દ્વારા જરૂરી માર્ગદર્શિકા અને MCA દ્વારા અસૂચિબદ્ધ કંપનીઓ અને SEBI દ્વારા લિસ્ટેડ કંપનીઓ માટેની નિયમોનું પાલન કરવામાં આવશે.

મહેસૂલ વિભાગ ટેક્સના મુદ્દાઓને અલગથી ધ્યાનમાં લેવા જઈ રહ્યો છે. કારણ કે, સરકાર આગામી વર્ષના પ્રારંભમાં ભારતીય સંસ્થા દ્વારા પ્રથમ સૂચિ સુનિશ્ચિત કરવા માંગ કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે પહેલાથી જ રોકાણકારો, ભારતીય કંપનીઓ તેમજ US-ભારત બિઝનેસ કાઉન્સિલ જેવા સંસ્થાઓ સાથે ચર્ચા કરી છે.

ભારત વિશ્વ સાથે વેપાર કરવા માટે ખુલ્લું છે, અને આ ફેરફાર એક શક્તિશાળી સંદેશા તરીકે જોવામાં આવશે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here