જાણો: રેલવે સેવા પૂર્વવત થતાં આપણે અને રેલવેએ કયા પ્રકારની તકેદારી રાખવાની છે

0
363

માર્ચ મહિનાથી જોતાં લગભગ 5 મહિના બાદ દેશમાં જરૂરી એવી ખાસ અને જૂજ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ, દેશના જન-જીવન અને અર્થતંત્રનો પાયો કહેવાતી ટ્રેન મુસાફરીને COVID-19 વચ્ચે જરૂરી સુરક્ષા સાથે શરૂ કરવા રેલવે વિભાગ અને સરકારે ખાસ પગલાં લીધા હતા અને પરિસ્થિતિને અનુરૂપ પગલાં લીધા હતા. આખરે, ટૂંક સમયમાં પહેલાંની જેમ ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (MoHFW) અને ગૃહ મંત્રાલય (MHA) ની સલાહ સાથે રેલવે મંત્રાલયે નક્કી કર્યું છે કે, ભારતીય રેલ્વે ટ્રેન સેવાઓને વધુ અંશત પ્રમાણમાં 1 જૂન, 2020 થી શરૂ કરવામાં આવી છે.

ભારતીય રેલ્વે પ્રમાણે 200 જેટલી પેસેંજર ટ્રેન શરૂ કરાઈ છે. અને આ ટ્રેનો તા. 01/06/2020 થી રાબેતામુજબ દોડવા લાગી છે.

1 મેથી શરૂ કરેલી શ્રમિક વિશેષ ટ્રેનો તથા 12 મેથી શરૂ કરેલ વિશેષ AC ટ્રેનો (30 ટ્રેનો) ઉપરાંત આ નવી વિશેષ સેવાઓ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલા લિસ્ટ સિવાયની અન્ય બધી નિયમિત મુસાફરો માટેની સેવાઓ સહિત તમામ મેલ/એક્સપ્રેસ, પેસેન્જર અને ઉપનગરીય સેવાઓ સરકારની જાહેરાત ન આવે ત્યાં સુધી સુધી રદ રહેશે.

200 ટ્રેનનું લિસ્ટ (<લિન્ક)

200 ટ્રેન AC અને Non-AC બંને વર્ગ ધરાવતી સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો હશે.

જનરલ (GS) કોચ બેઠક માટે પણ આરક્ષિત બેઠકો હશે. ટ્રેનમાં કોઈ અનરિઝર્વેટ કોચ રહેશે નહીં.

ભાડા સામાન્ય જેટલા જ રહેશે અને જનરલ (GS) કોચ માટે, બધી જ સીટ આરક્ષિત હોવાથી, સેકન્ડ સીટ (2S) ભાડુ લેવામાં આવશે અને તમામ મુસાફરોને સીટ ફાળવવામાં આવશે.

અન્ય જરૂરી ધ્યાનમાં લેવા જેવી માહિતી:

 • બધી જ ટિકિટો સંપૂર્ણપણે ઓનલાઇન જ ઉપલબ્ધ હશે, અને IRCTCની વેબસાઇટ અથવા એપ્લિકેશન વડે ફક્ત e-ticketing જ માન્ય ગણવામાં આવશે.
 • રેલ્વે સ્ટેશન પર કોઈપણ પ્રકારે ટિકિટનુ વેચાણ થશે નહીં.
 • IRCTC એજન્ટ કે અન્ય રેલ્વે એજન્ટ દ્વારા બૂક કરેલી ટિકિટ પણ માન્ય રાખવામાં આવશે નહીં.
 • એડવાન્સ રિઝર્વેશન સમયગાળો 30 દિવસનો રહેશે.
 • કોઈપણ પ્રકારે રિઝર્વેશન સિવાયની ટિકિટ વેચાણ થશે નહીં.
 • તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ જેવી સેવાઓ આ ટ્રેન માટે લાગુ પડશે નહીં.
 • ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરને જ રેલ્વે સ્ટેશનમાં એન્ટ્રી મળશે.
 • સ્ટેશનમાં અને ટ્રેનમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
 • પેસેન્જરે 90 મિનિટ પહેલા સ્ટેશન પહોંચવું હિતાવહ રહેશે. કારણ કે, સ્ટેશન પર તાપમાન ચકાસણી થસે અને સહેજ લક્ષણ ધરાવતા પેસેન્જરને રોકવામાં આવશે.
 • સ્ટેશન પર અને ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરવું પડશે.
 • મુસાફરીના અંતમાં જે તે રાજ્યની ગાઇડલાઇન પ્રમાણે ત્યાંના સ્ટેશન પર સાવચેતી રાખવી પડશે. સ્ટેશન પર રાખવા સૌ રાજ્ય સરકારોએ આપેલી ગાઇડલાઇન આ મુજબ છે.
 • રાજ્ય સરકારોએ જારી કરેલ ગાઇડલાઇન (< લિન્ક)
 • ભાડાંમાં કોઈ કેટરિંગ ચાર્જ ઉમેરવામાં આવશે નહીં. પેસેન્જરને તેમનું પોતાનું ફૂડ સાથે રાખવા આગ્રહ કરવામાં આવે છે. જો કે, અમુક ટ્રેનમાં પેંટ્રી કારની સુવિધા હશે.
 • ટ્રેનમાં કોઈ લીનેન કે બ્લેન્કેટની સુવિધા આપવામાં આવશે નહીં. મુસાફરે તેની સુવિધા જાતે જ કરીને આવવાનું રહેશે.
 • દરેક મુસાફરે આરોગ્ય સેતુ એપ્લિકેશન તેમના ફોનમાં રાખવાની રહેશે.
 • વધુ માહિતી માટે અહી ક્લિક કરો. > સરકાર હેઠળ પેસેન્જર ટ્રેન માટેની જાહેરાત

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here