ભૂટાનને ભારતે કરેલી મદદને મળ્યો UKનો અતિ પ્રતિષ્ઠિત બ્રુનેલ એવાર્ડ

0
335
Photo Courtesy: Economic Times

ભારતીય અને ભૂટાનના એમ બંને વડા પ્રધાનો17મી ગસ્ટ, 2019 ના રોજ સંયુક્ત રીતે 720 MW પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. ભારતીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને ભારત-ભૂટાન સંબંધોની ઉજવણી કરનાર, અતિ મહત્વપૂર્ણ ઘટના તરીકે ગણાવ્યો હતો.

ભૂટાનમાં ભારત દ્વારા નિર્માણ પામેલા ‘મંગદેચૂ’ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને UKની ટોચની એન્જિનિયરિંગ સંસ્થા – ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ દ્વારા ‘બ્રુનેલ મેડલ-2020’ એનાયત કરવામાં આવ્યો છે.

19મી સદીના એન્જિનિયરિંગ જાયન્ટ તરીકે જાણીતા ‘ઇસેમ્બર્ડ કિંગડમ બ્રુનેલ’ના નામ પર આપવામાં આવેલા આ એવોર્ડની જાહેરાત 5 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી.

17મી ઓગસ્ટ, 2019 ના રોજ બંને દેશોની સહમતી અને સંયુક્ત રીતે 720 MW પ્રોજેક્ટનો પાયો નંખાયો હતો.

‘મંગદેચૂ’ નદી પર ભૂટાનમાં બનેલા આ પ્રોજેક્ટને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું  કે, આ પ્રોજેક્ટ એ બંને રાષ્ટ્ર સાથે મળીને કેવી રીતે કાર્ય કરી શકે છે તેનું ઉદાહરણ છે. અને બંને દેશોના લોકો માટે અપાર પોઝિટિવિટી આપવાનું કામ કરશે.

ભૂટાનમાં ભારતના રાજદૂત રુચિરા કમ્બોજે આ અવસર પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,

મને આનંદ છે કે, ગયા વર્ષે ભૂટાનમાં વડા પ્રધાન મોદી અને ડૉ. લોટે શિરિંગ દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરાયેલા ‘મંગદેચુ’ પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત બ્રુનેલ મેડલ એનાયત કરાયો છે. જેથી પ્રોજેક્ટની ઉત્કૃષ્ટતાને યોગ્ય માન્યતા મળી છે, તેમજ બંને દેશોએ એકસાથે મહત્વપૂર્ણ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું કામ કર્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ પણ રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામ વર્ષ 2012માં શરૂ થયું હતું અને અંદાજે રૂ. 5000 કરોડના ખર્ચ સાથે સાત વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું હતું.

ભારતે આ પ્રોજેક્ટને 70 ટકા લોન અને ભૂટાનને 30 ટકા ગ્રાન્ટ દ્વારા જરૂરી ભંડોળ પૂરું પાડ્યું હતું.

મંગદેચૂ પ્રોજેક્ટને આ એક વર્ષમાં રૂ. 1300 કરોડની આવક થઈ છે, જે રૂ. 1200 કરોડના અંદાજિત લક્ષ્યાંકને વટાવી ગયું છે.

પ્રોજેક્ટના તમામ ચાર એકમો સંપૂર્ણ ક્ષમતાથી ચાલે છે અને 2 ઓગસ્ટ, 2020થી 779 MW દૈનિક 18.7 મિલિયન યુનિટ્સ ઉત્પન્ન કરે છે.

આ પ્રોજેક્ટ ભૂટાનના ટ્રૉન્ગસા જિલ્લામાં સ્થિત મંગદેચૂ નદી પ્રોજેક્ટનો એક ભાગ છે.

અત્યાર સુધીમાં ભારતે ભૂટાનમાં 4 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સનું નિર્માણ કર્યું છે.

1020 MW તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP), 336 MW ચૂખા HEP, 60 MW કુરીછુ HEP અને 720 MW માંગડેચુ નવા HEP સહિત ભૂટનમાં 4 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ ભારત હસ્તક નિર્માણ પામ્યા છે.

આ સિવાય, અન્ય 3 હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ 1200 MW પુનત્સન્ગચૂ-1, 1020 MW પુનત્સન્ગચૂ-2 અને 600 MW ખોલોંગચ્છુ નિર્માણાધીન છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here