સફળતા: દેશની સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા ‘નાગ’ તૈયાર

0
283
Photo Courtesy: Deccan Herald

દેશના સંરક્ષણને લઈને હાલમાં એક પછી એક મુદ્દાઓ સામે દેશની સેના લડી રહી છે. સરકાર પણ તેના દુશ્મન દેશોના સંકટ સામે વળતો જવાબ આપવા સજ્જ છે. છેલ્લા 2 મહિનામાં ઉપરાઉપરી 10થી વધુ સંરક્ષણ હથિયારો, ટેન્ક અને મિસાઇલના પરીક્ષણો સફળ કર્યા છે.

વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘નાગ’ એન્ટી-ટેન્ક મિસાઇલ હવે સૈન્યમાં સ્થાન લેવા માટે તૈયાર છે, કેમ કે, તેણે દુશ્મન હથિયાર શોધવા અને ત્યારબાદ તે લક્ષ્યને તોડી પાડવા સાથેના 10 સફળ પ્રયાસો પૂર્ણ કર્યા છે.

22 ઓકટોબરે સવારે 6:45 વાગ્યે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા પોખરણ સેનાની રેન્જમાં નકામી થઈ ચૂકેલી એક ટેન્ક પર હુમલો કરીને ‘નાગ’ એન્ટિ-ટેન્ક મિસાઇલની અંતિમ અજમાયશ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

ખભા પર રાખીને લોંચ કરી શકાય એવી ચાર કિલોમીટરની રેન્જ તથા ઈમેજિંગ ઇન્ફ્રા રેડ ધરાવતી મિસાઇલ હવે ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવશે.

‘નાગ’ના પરીક્ષણ પહેલા DRDO દ્વારા ઓડિશામાં બાલાસોર પરીક્ષણ એરિયાથી 10 કિલોમીટરના અંતર સાથે હેલિકોપ્ટર દ્વારા સ્ટેન્ડ-ઓફ એન્ટિ-ટેન્ક મિસાઇલ (SANT)નું 19 ઓક્ટોબરના રોજ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જોકે, આ મિસાઇલ ભવિષ્યમાં હથિયારધારી એટેકીંગ હેલિકોપ્ટર સાથે ઉપયોગમાં લેવામાં આવશે, પરંતુ હાલમાં આ પરીક્ષણ જમીન પરથી હાથ ધરવામાં આવ્યું હતું અને સફળ રહ્યું હતું.

નાગ એન્ટિ-ટેન્ક મિસાઇલની અંતિમ અજમાયશનો અર્થ એ છે કે, ભારતીય સેનાએ હવે 4 કિલોમીટરની રેન્જની આ મિસાઈલ માટે ઇઝરાઇલ અથવા અમેરિકા પાસેથી આ શસ્ત્ર આયાત કરવાનુ રહેશે નહીં.

લદ્દાખમાં ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા દેખાડવામાં આવેલી આક્રમકતા બાદ ઇઝરાઇલ પાસેથી ભારતે આશરે 200 એકમ સ્પાઇક એન્ટી-ટેન્ક મિસાઇલો ખરીદવી પડી હતી.

15 જૂનના રોજ ગલવાનમાં બંને દેશો વચ્ચે ગરમી વધ્યા પછી સ્પાઇક મિસાઇલોની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને ચીન બંનેએ લદ્દાખમાં 1597 કિ.મી. લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ (LAC) પર સૈન્ય તૈનાત કર્યા હતા.

PLA એ ભારતને અટકાવવા માટે અને ગેરકાયદે કબજે કરેલ અક્સાઇ ચીનમાં આર્ટિલરી, રોકેટ અને ટેન્ક ભેગા કર્યા બાદ ભારત માટે એન્ટિ-ટેન્ક મિસાઇલની તાતી જરૂરિયાત અનુભવાઈ હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here