ઓક્સફર્ડ યુનિવર્સીટી ઈમરજન્સીમાં તૈયાર કરી રહી છે કોરોના વિરોધી રસી

0
295
Photo Courtesy: drugtargetreview.com

કોરોના સામે આજે આખુંય વિશ્વ લડી રહ્યું છે. વિશ્વની મોટી અને અગ્રણી અનેક ફાર્મા કંપનીઓ એકજુટ થઈને કોરોના સામે લડત આપતી રસી શોધવામાં લાગ્યા છે. ભારત આવતા વર્ષ સુધીમાં તેની પોતાની રસી જરૂરી પરીક્ષણો સાથે તૈયાર કરી લેશે. જ્યારે UKની ઓક્સફર્ડ યુનિવર્સીટીએ ઓચિંતા અને જરૂરી સમાચાર આપ્યા છે.

બ્રિટિશ મલ્ટી-નેશનલ ફાર્માસ્યુટિકલ અને બાયો-ફાર્માસ્યુટિકલ કંપની, AstraZeneca એ ઓક્સફર્ડ યુનિવર્સીટી સાથે મળીને કોરોના સામેની રસી શોધવાના પ્રયાસો સફળ પાડવાના અંતિમ કદમ પર છે.

આ પ્રોજેક્ટના અગ્રણી પ્રોફેસરના જણાવ્યા અનુસાર, ‘AstraZeneca Plc’ના સહયોગથી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરાયેલ કોરોનાવાયરસ રસી વર્ષ 2020ના અંત પહેલા મેડિકસ અને ઉચ્ચ જોખમવાળા દર્દીઓ માટે વિકસિત અને સંચાલીત કરવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને ડિરેક્ટર એડ્રિયન હિલને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે, રસીના અંતિમ ટ્રાયલ હજી ચાલુ છે પરંતુ, ત્યારે ઇમરજન્સી મંજૂરીથી ખૂબ જ જરૂરી લોકોને તે રસી પ્રાપ્ત થશે.

પ્રોફેસરે અહેવાલ આપ્યો હતો કે, અગાઉ ક્રિસમસ પહેલા COVID-19 સામે રસીકરણ શરૂ કરવા માટેનો સમય સંભવિત નહોતો. પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, હવે તે શક્ય છે.

અહેવાલમાં જણાવાયુ છે કે, આના પગલે ડોક્ટર્સને રસી આપવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવશે જેનો અર્થ છે કે, બાકીની વસ્તી વર્ષ 2021ની શરૂઆતમાં રસી મેળવી શકે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકારો સાથે રસી વિકસાવતા એસ્ટ્રાઝેનેકાને COVID-19 સામે રક્ષણ આપવા માટેની રસી ઉત્પન્ન કરવાની વૈશ્વિક હોડમાં પ્રથમ નંબરે જોવામાં આવે છે.

રસી પરિક્ષણના ઉમેદવારોએ પહેલેથી જ ક્લિનિકલ ટ્રાયલ્સના બે તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધા છે. જેણે સ્થાપિત કર્યું છે કે, તે સલામત છે અને મજબૂત પ્રતિરક્ષા (ઈમ્યુનીટી) પ્રતિક્રિયા આપે છે. હાલમાં, અંતિમ તબક્કાના પરીક્ષણો ચાલુ છે.

પરિક્ષણોમાં અહેવાલ આવ્યા છે કે, ઓક્સફર્ડમાં વિકસિત આ રસી વૃદ્ધ લોકોમાં, સૌથી વધુ જોખમ ધરાવતા જૂથમાં, એક ચોક્કસ પ્રતિરક્ષા પ્રતિભાવ ઉત્પન્ન કરે છે.

આ રસી વૃદ્ધાવસ્થા જૂથોમાં રક્ષણાત્મક એન્ટિબોડીઝ અને ટી-કોષોને ઉત્તેજીત કરે છે, તેવું જાણવા મળ્યું છે.

સંશોધનકારો આ રસી સાથે એ પણ પુરાવા શોધે છે કે, તે પાછળના જીવનમાં થતાં ગંભીર બીમારી અથવા મૃત્યુથી બચે.

દરમિયાન, એસ્ટ્રાઝેનેકાના નેતૃત્વ હેઠળ વિશ્વભરની દસ ફેક્ટરીઓમાં રસીના અબજો ડોઝ બનાવ્યા છે, એમ પ્રોફેસર હિલને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here