પ્રદૂષણનું કેન્દ્ર કહેવાતુ દિલ્લી અને તેનું પ્રદૂષણ ફરીથી ચર્ચામાં

0
323
Photo Courtesy: Firstpost

કોરોના મહામારીના લીધે થયેલા લોકડાઉનના લીધે માનવ ઘરમાં ભરાયો અને તેની સીધી અસર બહાર પર્યાવરણ પર દેખાઈ હતી. 3 મહિનામાં સ્વચ્છ અને સુંદર દ્રશ્યોવાળું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ લોકડાઉન પૂરું થતાં જ જાણે માણસ વર્ષોથી ઘરમાં પુરાયો હોય એમ બહાર આવીને તેના અનર્થ કહેવાતા કર્મો વધારી દીધા અને  હવે પહેલા કરતાં પણ વધુ પ્રદૂષણના આંકડા સામે આવી રહ્યા છે.   

ગયા અઠવાડિયે દેશની રાજધાની દિલ્લીની હવાની ગુણવત્તા ખૂબ જ નબળી કેટેગરીમાં આવી ગઈ છે.

રાષ્ટ્રીય પાટનગરમાં અનેક સ્થળોએ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ના સ્તરમાં વધુ ઘટાડો થયો છે, એમ સરકારે જાહેર કરેલા આંકડામાં જણાવામાં આવ્યું છે.

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)ના આંકડા મુજબ ગત ગુરુવારે સવારે દિલ્લીના RTO વિસ્તારમાં 366, આર.કે. પુરમમાં 309, આનંદ વિહારમાં 313, અને વઝીરપુરમાં 339 AQI નોંધાયું હતું.

ANI એ જણાવ્યું છે કે, દિલ્લી સરકારના માનવા અનુસાર પડોશી રાજ્યોમાં સ્ટબલ બર્નિંગ (પાક લીધા પછી વધેલા ખોળને બાળવા) વિશે કંઇક કરવું જોઈએ, જે દિલ્લીની હવાની ગુણવત્તાને અસર કરી રહ્યું છે.

શહેરમાં વાયુ ગુણવત્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને DPCC એ ગુરુવારથી રાષ્ટ્રીય પાટનગરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધિત નિર્દેશો ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRP) હેઠળ જારી કર્યા છે.

અગાઉ, દિલ્હીની હવાની ગુણવત્તા નબળી કેટેગરીમાં નોંધાઈ હતી, કારણ કે બુધવારે શહેરમાં 24 કલાકની હવા AQI 276નો હતો.

0 અને 50 ની વચ્ચેના AQIને ‘સારું’, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ‘મધ્યમ’, 201 અને 300 ‘ખરાબ’, 301 અને 400 ‘ખૂબ ખરાબ’, અને 401 અને 500 ‘ગંભીર’ માનવામાં આવે છે.

આગામી શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ કહ્યું હતું કે, તે ગુરુવારથી દિલ્લી-NCRમાં નિરીક્ષણ માટે ટીમો તૈનાત કરશે.

CPCP એ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બોર્ડ દ્વારા અપાયેલા વિવિધ નિર્દેશોનું પાલન ચકાસવા માટે તેની ટીમોને ચોક્કસપણે તૈનાત કરવા જણાવ્યું છે.

દિલ્હીમાં સતત ખરાબ થતી હવાની ગુણવત્તા અંગે ચર્ચા કરવા વિવિધ જવાબદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે સ્ટ્રો બર્નિંગના મુદ્દાને પહોંચી વળવાની રીતો સૂચવી હતી અને તેમને ડાંગરની સ્ટ્રોની સમસ્યાનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરવા સૂચન કર્યું હતું.

બેઠક દરમિયાન, NCRમાં હવાની ગુણવત્તા સુધારવા માટે ડાંગરના સ્ટ્રો વેસ્ટના સંચાલન માટે નવીન તકનીક પર ભાર મૂકવામાં આવ્યો હતો, એમ PTI એ અહેવાલ આપ્યો છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની આગેવાની હેઠળ, દિલ્હી સરકારે પણ ‘યુધ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ’ નામનો એક વિશાળ વાયુ પ્રદૂષણ અભિયાન શરૂ કર્યું છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here