નવી અપડેટ્સ લાવી રહી છે વોટ્સએપનો સાવો નવો જ ચહેરો!

0
319
Photo Courtesy: dnaindia.com

ટેક્નોલોજી અને કમ્યુનિકેશન ક્ષેત્રે વિશ્વનુ સૌથી અગ્રણી  એવું વોટ્સએપ છેલ્લા મહિનાથી જાહેરાત કરી રહ્યું છે કે, તે તેના મોબાઈલ અને PC એમ બંને એપ્લિકેશનને લઈને ઘણા જરૂરી અને મોટા ફેરફારો નવી અપડેટ્સ સાથે લાવી રહ્યું છે. બીટા વર્ઝન સાથે આ ફેરફારોનું પરીક્ષણ શરૂ પણ થઈ ગયું છે.

ફેસબુકની માલિકીનું  મેસેજિંગ પ્લેટફોર્મ, વોટ્સએપ, તેના એપ્લિકેશનને અનલોક કરવા માટે ઉપયોગમાં લેવાતા તેના બાયમેમેટ્રિક વિકલ્પોને વધારવા એન્ડ્રોઇડ એપ્લિકેશન માટે ફેસ અનલોક વિકલ્પ લાવશે.

નવો વિકલ્પ યુઝર્સને ફેસ અનલોક દ્વારા વોટ્સએપ ખોલવાની મંજૂરી આપશે.

બીજી તરફ, iOS માટેના વ્હોટ્સએપમાં પહેલાથી જ ફેસ અનલોક વિકલ્પ છે.

WABetaInfo ના એક અહેવાલ મુજબ, ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા વ્હોટ્સએપ નવી અપડેટ સબમિટ કરી ચૂક્યું છે.

વોટ્સએપ બિઝનેસમાં પણ એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે, જે વપરાશકર્તાઓને ચેટ વિન્ડોથી સીધા જ માલ અને સેવાઓ માટે ખરીદી કરવાની મંજૂરી આપશે.

મેસેજિંગ પ્લેટફોર્મે એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે; એક નવું બટન ચેટમાં હશે, જે વપરાશકર્તાઓને ચેટમાંથી સીધા જ ઉત્પાદનોની ખરીદી કરવાની મંજૂરી આપશે.

અન્ય એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, વ્હોટ્સએપ વેબ પર વોઇસ અને વિડિઓ કોલ્સ આવી શકે છે.

વ્હોટ્સએપના વર્ઝન 2.2043.7 માં વેબ યુઝર્સને તાજેતરમાં જ આ અપડેટ સુવિધા મળી છે.

અહેવાલમાં નવી અપડેટ્સના સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યા છે. જે બતાવે છે કે, જ્યારે કોઈ વપરાશકર્તા કોલ મેળવે છે, ત્યારે એક નવી વિન્ડો પોપ-અપ થશે.

ત્યારબાદ આ વિન્ડો પર એક નાનો “ઇનકમિંગ કોલ” વિંડો પોપ-અપ થશે, જેમાં ઇનકમિંગ કોલને સ્વીકારવા, નકારવા અથવા અવગણવાનાં વિકલ્પો હશે.

ઇનકમિંગ કોલ વિન્ડો કલરનું ડિસ્પ્લે ચિત્ર પણ બતાવશે.

આઉટગોઇંગ કોલ્સ માટે, પોપ-અપ વિન્ડો ઓછી હશે અને ફક્ત કનેક્ટ થયેલા કોલની સ્થિતિ બતાવશે, જેમકે, ‘કોલિંગ’, ‘રિંગિંગ’ અથવા ઇન-કોલ ટાઇમર.

વ્હોટ્સએપ વેબ પર વોઇસ અને વિડિઓ કોલ્સ માટે સપોર્ટ એ વિશ્વભરના વ્હોટ્સએપ વપરાશકર્તાઓની લાંબા સમયની માંગને પૂર્ણ કરતી સુવિધા માનવામાં આવે છે.

આ સિવાય વ્હોટ્સએપ પર ચેટ પાછળનું વોલપેપર ચેટ પ્રમાણે ડિમ થાય તેવી પણ સુવિધા જોવા મળી શકે છે.

થોડા સમય અગાઉ વ્હોટ્સએપ દ્વારા કરેલી જાહેરાતમાં કહેવામાં આવી હતી કે, નવી અપડેટ અનુસાર વ્હોટ્સએપ એપ્લિકેશનમાં યુઝર્સ એક કરતાં વધુ ડિવાઇસ પર એક જ અકાઉંટ ઉપયોગમાં લઇ શકશે.

આ સાથે નવા અનિમેટેડ સ્ટિકર્સ પણ વ્હોટ્સએપ તેના નવા અપડેટ્સમાં લાવી રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here