નિવૃત્ત સિનીયર સિટીઝન્સ માટે EPFO દ્વારા એક ક્રાંતિકારી સુધારો

0
305
Photo Courtesy: The Hindu

એમ્પ્લોયીસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ગત અઠવાડીએ તેના સબ્સ્ક્રાઇબર્સને લઈને એક જરૂરી જાહેરાત કરી છે. ટેક્નોલોજી યુગ આધારિત આ ફેરફાર ચોક્કસ પણે વપરાશકર્તાઓને મદદરૂપ થશે.

EPFO એ તેના સબ્સ્ક્રાઇબર્સની ફરિયાદોના ઝડપથી નિવારણ માટે એક વોટ્સએપ હેલ્પલાઈન સેવા શરૂ કરી છે, તેમ કેન્દ્રીય શ્રમ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું.

આ પહેલથી PF સબ્સ્ક્રાઇબર્સને સીધા રીજીઓનલ ઓફિસમાંથી માર્ગદર્શન મળે તે સિદ્ધાંતનું પાલન કરતી વ્યક્તિગત સ્તરે EPFOની પ્રાદેશિક કચેરીઓ સાથે સીધી વાતચીત કરવાની મંજૂરી આપશે.

EPFOના 138 પ્રાદેશિક કચેરીઓમાં હવે વોટ્સએપ હેલ્પલાઈન કાર્યરત છે.

આ સુવિધાના ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સહિત અન્ય ઘણા ઉપાયો છે, જેમાં EPFiGMS (EPFO’s ઓનલાઇન ગ્રીવન્સ રિઝોલ્યુશન પોર્ટલ), CPGRAMS, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (ફેસબુક અને ટ્વિટર) અને સમર્પિત 24×7 કોલ સેન્ટર શામેલ છે.

શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,

COVID-19 રોગચાળા દરમિયાન તેના સભ્યો માટે જીવનનિર્વાહના અનુભવને વધુ વધારવા માટે તેમજ ઉપભોક્તાઓને એકીકૃત અને અવિરત સેવા પહોંચાડવા સુનિશ્ચિત કરવાના હેતુસર એક વોટ્સએપ આધારિત હેલ્પલાઈન-કમ-ફરિયાદ નિવારણ પદ્ધતિ શરૂ કરી છે.

વોટ્સએપ ભારતમાં સંદેશાવ્યવહાર માટે એક વિશાળ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવતાં, EPFO એ એપ્લિકેશન દ્વારા તેના તમામ હિસ્સેદારો સાથે સીધા પહોંચવાની અને વાતચીત કરવાની અસાધારણ તક અમલમાં લાવી છે.

કોઈપણ વ્યક્તિ નક્કી કરેલી પ્રાદેશિક કચેરીના હેલ્પલાઈન નંબર પર વોટ્સએપ સંદેશ મુકીને, EPFO દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ સંબંધિત કોઈપણ પ્રશ્નો અંગે ફરિયાદ નોંધાવી શકે છે અથવા માર્ગદર્શન મેળવી શકે છે.

EPFOની સત્તાવાર વેબસાઇટના હોમપેજ પર તમામ પ્રાદેશિક કચેરીઓના સમર્પિત વોટ્સએપ હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ છે.

હેલ્પલાઈનનો હેતુ ખૂણે ખૂણે EPFOના ડિજિટલ પહેલ પહોંચાડીને ગ્રાહકોને આત્મનિર્ભર બનાવવાનો છે, અને આ પદ્ધતિ વચેટિયાઓ પરની નિર્ભરતા ઘટાડે છે.

વોટ્સએપ પર ફરિયાદના ઝડપી નિરાકરણ અને ઉભા થયેલા પ્રશ્નોના જવાબો આપવા માટે, દરેક પ્રાદેશિક કચેરીમાં નિષ્ણાતોની સમર્પિત ટીમ સજ્જ કરવામાં આવી છે.

વોટ્સએપ પર પ્રશ્નો અને ફરિયાદો ઉભી કરવાની સરળતા, સબ્સ્ક્રાઇબર્સને EPFOની ઓફિસની રૂબરૂ મુલાકાત લેવાની જરૂરિયાતને મોટા પ્રમાણમાં ઘટાડશે. આનાથી કોરોના રોગચાળા દરમિયાન EPFOના કાર્યસ્થળમાં સામાજિક અંતર જાળવવામાં મદદ મળશે.

હેલ્પલાઈન પહેલેથી જ હોદ્દેદારોમાં ખૂબ લોકપ્રિયતા મેળવી ચૂકી છે.

અત્યાર સુધી, EPFO એ વોટ્સએપ દ્વારા 1,64,040થી વધુ ફરિયાદો અને પ્રશ્નોનું નિવારણ કર્યું છે.

તેના કારણે ફેસબુક/ટ્વિટર પર ફરિયાદો/પ્રશ્નોની નોંધણીમાં 30%નો ઘટાડો થયો છે અને EPFiGMS પર 16%નો ઘટાડો થયો છે.

આ હેલ્પલાઈન એ ગંભીર કોરોના રોગચાળા વચ્ચે EPFO અને તેના ગ્રાહકો વચ્ચેના સીધા સંપર્ક ચેનલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે, જેનાથી EPFOના પ્રતિભાવમાં વધારો થાય છે અને સબ્સ્ક્રાઇબર્સને સેવાઓ સમયસર પહોંચાડવામાં સુવિધા મળે છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here